Connect with us

ગાંધીનગર

તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું કરાયું આયોજન

Published

on

તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨ થી ૩જી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો કરાયો સમાવેશ
.
રસ ધરાવતા ઇચ્છુક રમતવીરોએ તેમની એન્ટ્રીઓ તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે
.
તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨ થી ૩જી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબીદોડ (૪ X ૧૦૦ મીટર રીલે દોડ), લાંબી દોડ ૩૦૦૦ મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી , ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે. જ્યારે બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ, (૪ X ૧૦૦ મીટર રીલે દોડ), ૩૦૦૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે
આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી આપના જીલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ “જીલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ.આર.ચૌહાણ (૯૮૯૮૯ ૭૪૪૪૮) – સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, જી.સુરેન્દ્રનગર મું.લીંબડી-૩૬૩૪૨૧”ને તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જીલ્લાના જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના મુખ્ય કોચની યાદીમાં વધુમાં જણાવાયુ છે

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધીનગર

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

Published

on

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

ગુજરાતવિધાનસભા ની બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે 48 કલાક બાકી છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે..હવે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક કરી ને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે બીજા તબક્કામાં ની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.રાજયની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે

બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સમગ્ર ગુજરાતમાં આ વખતે બીજેપી કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ત્રિકોણીયો જંગ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે..જેને લીધે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ કોને ફાયદો થશે કોને નુકશાન થશે તેતો ચૂંટણી ના પરિણામો બતાવશે આપ ઉપરાંત એ આઈ એમ આઈ એમ પણ ગુજરાતમાં લઘુમતી અને દલિતોના પ્રભાવ વાળા વિસ્તારમાં ચૂંટણીઓ લડી રહી છે જેને કારણે કોંગ્રેસ અને આપ ના ઉમેદવાર ને નુકશાન થઇ શકે છે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે..

Advertisement

Continue Reading

ગાંધીનગર

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

Published

on

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા
“એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

યુગપ્રધાનઆચાર્ય પરમ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા જનજનના હૃદયમાં ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાની આહલેક જાગે તે માટે “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું અદભુતપૂર્વં આયોજન થયું હતું.લોક કલાકાર સાંઈરામ દવે દ્વારા ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે લોકોને કાર્યરત થવા હાકલ કરી હતી. આ ઉપરાંત લોકશાહીના પવિત્ર અવસરે શાંતિ – સલામતી અને સમૃદ્ધિ માટે મતદાન કરવાની હાકલ કરી હતી.

 

આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે અને ભવ્ય ભારત અને દિવ્ય ભારતની દિશામાં આગળ ધપાવવા કાર્યરત હોય તેવા રાષ્ટ્ર – સંસ્કૃતિ અને ધર્મ પ્રેમીઓના સમર્થનમાં આળસ ખંખેરી આગળ આવવા અપીલ કરવામાં આવેલ હતી.

Advertisement

તપોવની બાળકોના ગગનભેદી નારાઓ અને કાવ્યપાઠે ઉપસ્થિત હજારોની જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

Continue Reading

ગાંધીનગર

કોંગ્રેસ ભાજપનું ગઠબંધન ખુલ્લું પડ્યું અરવિંદ કેજરીવાલ

Published

on

 

કોંગ્રેસ ભાજપનું ગઠબંધન ખુલ્લું પડ્યું અરવિંદ કેજરીવાલ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 87 વિધાનસભાની બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે..ત્યારે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ પરસોત્તમ રૂપાલા ,ગોરધન ઝડફિયા અને દિલીપ સંઘાણી સહીત સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી છે.ત્યારે દિલ્હીના અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે પહેલીથી જ કહેતા હતા કે ભાજપ કોંગ્રેસ બન્ને એકજ છે..અત્યાર સુધી તેઓનું છૂપું ગઠબંધન હતું જે ચૂંટણી નજીક આવતા હવે ખુલ્લું પડી ગયું છે..

Advertisement

Continue Reading

Trending