By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: માન્યતા કરતા માનવતા ચઢીયાતી સાબિત કરતો મુસ્લિમ પરિવાર
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > માન્યતા કરતા માનવતા ચઢીયાતી સાબિત કરતો મુસ્લિમ પરિવાર
અમદાવાદગુજરાત

માન્યતા કરતા માનવતા ચઢીયાતી સાબિત કરતો મુસ્લિમ પરિવાર

Web Editor Panchat
Last updated: April 26, 2022 6:02 pm
Web Editor Panchat Published April 26, 2022
Share
SHARE

‘માન્યતા કરતા માનવતા ચઢીયાતી…‘

રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં એક મુસ્લિમ યુવકે અંગદાન કરી “માનવતાની મિશાલ” પ્રસ્થાપિત કરી
…………………….
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩૬ કલાકમાં ત્રણ અંગદાન…
……………….
છેલ્લા ૬ મહિનામાં ૫૧ અંગદાન :- અત્યાર સુધીમાં ૫૮ વ્યક્તિઓના ૨૨૧ અંગોના દાન દ્વારા ૧૫૯ વ્યક્તિઓને નવજીવન મળ્યું
………………..
દેશની સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા ૧ મહિનામાં કુલ ૧૧ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે-સિવિલ સુપ્રીટેન્ડન્ટ

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

‘અંગ દાન,મહાદાન….’ થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. કદાચ કલ્પી પણ ન શકાય તે રીતે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા હતા.
58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના ૨૫ વર્ષીય મુસ્લિમ યુવકને માર્ગ અકસ્માત નડ્યો… સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો…સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમે પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યો…

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજ-ધર્મ-વર્ગમાં જુદા જુદા અથવા અગમ્ય કારણોસર અંગદાન સ્વીકાર્ય નથી. બેશક કદાચ તેની પાછળ અલગ માન્યતા હોઈ શકે, તે આખો અલગ વિષય છે. એ સમાજમાંથી આ યુવકનો પરિવાર હોવા છતા સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે
મુસ્લિમ યુવકના પરિવારે ‘માન્યતા’ કરતા ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે.
મુસ્લિમ યુવકને બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલમાં લઇ જતા પહેલા હંમેશાની જેમ જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારે રમઝાનના મહિનામાં પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે એક બાજુ મુસ્લિમ પરિવારજનો “કલમા પઢી રહ્યા હતા” જ્યારે અન્ય બાજુએ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઇશ્વરને પ્રાર્થના કરતા સર્વ ધર્મ સમભાવ ના દ્રશ્યો સર્જાયા હતા.
સિવિલ હોસ્પિટલમાં થયેલ છેલ્લા ચાર અંગદાનમાં બકુલભાઇ વાધેલાને રોડ અકસ્માત, લાડુબેન માછીને બ્રેઇન હેમરેજ, જે મુસ્લિમ બ્રેઇન ડેડ યુવકના પરિવારજનોએ અંગદાન કર્યું તેને માર્ગ અકસ્માત અને લલીતાબેન સાધુને બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !

આ તમામ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અંગદાન માટે સમજાવતા પરિવારજનોએ અંગદાનની સંમતિ દર્શાવી. સિવિલ હોસ્પિટલના અંગદાનના મહાયજ્ઞના શરૂઆતના દિવસોમાં પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં જે પડકારોનો સામનો કરવો પડતો તેમાં મહદઅંશે અંત આવ્યો છે. આજે સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે પરિવારજનો અંગદાન માટે સરળતાથી સંમતિ આપી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છે કે, કોઇપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં કુલ ૧૧ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. છેલ્લા માત્ર ૩૬ કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા. છેલ્લા એક મહીના માં ૧૧ અંગદાન થકી કુલ ૧૯ કીડની, કુલ ૧૦ લીવર, ૧ સ્વાદુપિંડ, ૨ હ્રદય તેમજ ૪ ફેફસા મળી કુલ ૩૬ અંગોનુ દાન મળ્યુ. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ ૫૮ વ્યક્તિઓના અંગદાન થકી ૨૨૧ અંગોનું દાન મેળવવામાં આવ્યુ જે થકી ૧૫૯ વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે….’ એમ તેઓ ઉમેરે છે.

ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન થઇ શકે છે ભરતી મેળો !

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી દ્વારા સિવિલ હોસ્પિટલ ની SOTTO(State Organ And Tissue Transplant Organisation) ટીમને મળતા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓના વ્યારા પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે સફળ પરિણામો મળી રહ્યા છે. તથા હોસ્પિટ્લમાં આ અંગે જરુરી માળખાકીય સુવિધા ઉભી કરી તેમજ વધુમાં વધુ લોકોમા પ્રવર્તેલી જાગરૂકતાના ફળ સ્વરુપે ૬ મહીનાના ટુંકા ગાળામાં સિવિલ હોસ્પિટલે ૫૦ અંગદાનની રેકોર્ડ કામગીરી કરી કેટલાય લોકોના જીવનમાં ઉજાસ પાથરવાનુ ભગીરથ કામ થયું છે. સો સો સાલામ છે આવા કર્મવીરોને….

બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ !


……………….

You Might Also Like

વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP

પ્લેન ક્રેશમાં બચી ગયેલ રમેશ વિશ્વાસકુમાર ડિચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

TAGGED:AHMDABADang daanbody part donourcivil hospitaldivybhaskargivegujarat samacharhindu famulymahadanmumbai samacharmuslim familynav gujarat samaysandesh
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ
દેશ વિદેશ ધર્મ દર્શન વિદેશ
વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો
આમ આદમી પાર્ટી ગુજરાત જુનાગઢ રાજકારણ
અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદ ગુજરાત
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ રાજકોટ
વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
ગુજરાત જુનાગઢ જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?