By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !
અમદાવાદગુજરાત

વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !

Web Editor Panchat
Last updated: August 14, 2022 12:45 pm
Web Editor Panchat Published August 14, 2022
Share
SHARE

વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ 

સ્થાનિક સ્વરાજની ચૂટણીની જેમ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગીને લઇને મોટો નિર્ણય કરી શકે છે,  જેની અસર વર્તમાન ધારાસભ્યોના રાજકીય ભવિષ્ય ઉપર પણ પડી શકે છે,આજે વાત કરીશુ કોપર નગરી વિસનગરની,, જ્યાથી રાજ્યના આરોગ્ય પ્રધાન કમ બિલ્ડર, કમ સહકારી આગેવાન, કમ સમાજ સેવી એવા રુષીકેશ ભાઇ પટેલ ધારાસભ્ય છે, વિસનગરના રાજકીય સુત્રોની માનીએ તો રુષીકેશ પટેલ અમદાવાદ શહેરમાંથી ચૂંટણી લડવા તૈયારીઓ કરી રહ્યા છે, મંત્રી મંડળમાં થતી ચર્ચાઓ મુજબ રુષિકેશ પટેલ આગામી સમયમાં ભુપેન્દ્ર પટેલના આનુગામી બની શકે છે, આ વખતે જ્યારે મુખ્ય પ્રધાન તરીકે નામોની ચર્ચા થઇ ત્યારે રુષિકેશ પટેલ જગદીશ પટેલ જેવા ધારાસભ્યોની ચર્ચા થઇ હતી, જો કે ભુપેન્દ્ર પટેલને ત્યારે ચાન્સ લાગ્યો, ત્યારે હવે રુષિકેશ પટેલને પણ ક્યારે ચાન્સ લાગશે તે ચર્ચાનો વિષય છે,

ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ

વિસનગરના ઇતિહાસની વાત કરીએ તો

વર્ષ 1962માં  કોંગ્રેસના રમણિકલાલ મણિયારે સ્વતંત્ર પક્ષના ઇશ્વર પટેલને હરાવ્યા

વર્ષ 1967માં કોગ્રેસના એસ બી પટેલે સ્વતંત્ર પક્ષના આઇ બી પટેલને હરાવ્યા

વર્ષ 1972માં કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના જગન્નાથ વ્યાસે કોંગ્રેસના શાંતા બેન પટેલને હરાવ્યા

વર્ષ 1975માં  વર્ષ અપક્ષ ઉમેદવાર સાકળચંદ પટેલ એનસીઓના જગન્નાથ વ્યાસને હરાવ્યા હતા

વર્ષ 1980માં  ભાજપના ગંગારામ પટેલે કોંગ્રેસ આઇના ફુલજી ભાઇ ચૌધરીને હરાવ્યા

વર્ષ 1985માં અપક્ષ ઉમેદવાર ભોળા ભાઇ પટેલે કોંગ્રેસના બબલદાસ પટેલને હરાવ્યા

વર્ષ 1990માં  જનતાદળના ભોળા ભાઇ પટેલે કોંગ્રેસના રમણિક ભાઇ પટેલ મણિયારને હરાવ્યા

વર્ષ 1995માં ભાજપના કિરીટ પટેલે કોંગ્રેસના ભોળા ભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 1998માં ભાજપના પ્રહલાદ ભાઇપટેલે અપક્ષ ઉમેદવાર ભોળાભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 2002માં ભાજપના પ્રહાલદ પેટલે કોંગ્રેસના કિરીટ પટેલને હરાવ્યા હતા

વર્ષ 2007માં ભાજપના રુષિકેશ પટેલે કોંગ્રેસના બબલદાસ પટેલને હરાવ્યા

વર્ષ 2012 ભાજપના રુષિકેશ પટેલે કોંગ્રેસના ભોળાભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 2017માં ભાજપના રુષિકેશ પટેલે કોંગ્રેસના મહેશ ભાઇ પટેલને હરાવ્યા,

 

ગુજરાતની સ્થાપના પછી વિસનગરના પ્રથમ ધારાસભ્ય બનવાનું રમણિકલાલ મણિયારને શ્રેય જાય છે, જ્યારે વિસનગરના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનુ શ્રેય શાંતા બેન પટેલને જાય છે,

વર્ષ 1962 અને 1972ને બાદ કરતા આ બેઠક પર અત્યાર સુધી મોટા ભાગે પટેલ ઉમેદવાર જ ચૂંટણી જીત્યા છે,  આ સિવાય બ્રહ્મ સમાજ અને વણિક ઉમેદવાર પણ આ બેઠક થી ચૂંટણી જીતી ચુક્યા છે,

વર્ષ 1980માં ભાજપનુ કમલ પ્રથમ વખત ખિલ્યું હતું, તે પછી 15 વરસના વનવાસ બાદ વર્ષ 1995માં  ભાજપના કિરીટ ભાઇ પટેલ ચૂંટણી જીત્યા હતા,

જો કે પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની સરકાર સામે  ભાજપના દિગ્ગજ નેતા શંકર સિહ વાધેલાએ 46 ધારાસભ્ય સાથે બળવો કરી ખજુરાહો પહોચ્યા જેમાં કિરીટ પટેલ પણ જોડાયા હતા, અને રાજપા સરકારમાં  તેમને ઇનામ રુપે મંત્રી પદ પણ મળ્યુ હતું,  જો કે તેઓએ ફરી વાર ચૂટણી લડ્યા, પણ ભાજપ સાથે કરેલો વિશ્વાસઘાત તેમને ફળ્યો નહી, અને જનતાએ તેમની ઉપર વિશ્વાસ ન મુક્યો

વિસનગરની ભૌગૌલિક સ્થિતિ 

વિસનગર વિધાનસભા બેઠક મહેસાણા જિલ્લાની મહત્વની બેઠક છે. વિસનગર વિધાનસભા બેઠકમાં વિસનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તાલુકામાં બાકરપુર, બસાણા, બેચરપુરા, ભાલક, ભાંડુ, બોકરવાડા, છોગાળા, ચિત્રોડા મોટા, ચિત્રોડીપુરા, દહીયાલ, દેણપ, ધામણકુવા, ધરુસણા, ગણપતપુરા, ઘાંઘરેટ, ગોઠવા, ગુંજા, ગુંજાળા, હસનપુર, ઇયાસરા, જેતલવાસણા, કડા, કાજીઅલિયાસણા, કામલપુર (ગોઠવા), કમલપુર, (ખરવાડા), કમાણા, કાંસા સહિતના 58 જેટલા ગામ આવેલા છે.

જાતિગત સમિકરણો

વિસનગર વિધાનસભામાં. 33 ટકા પટેલ, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસ.સી, 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે આ બેઠક પર પટેલની સાથે ઠાકોર, આંજણા ચૌધરી, લધુમતી, બારોટ,કંસારા, નિર્ણાયક મતદારો  છે.

વિસનગરમાં ઉમેદવાર

રુષિકેશ પટેલ, ધારાસભ્ય

પ્રકાશ પટેલ, સાકળચંદ પટેલ યુનિવર્સિટીના માલિક

રાજેશ પટેલ,, આર કે ભુરી નામથી ઓળખાય છે

જશુભાઇ પટેલ, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ,

સુમિત્રા બેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ,

શુ ગુજરાત સરકાર પ્રસિદ્ધીની લ્હાયમાં કરી રહી છે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન-રાજ્યપાલથી માંડી હાઇકોર્ટ સુધી કોણે કરી ફરિયાદ

રુષિકેશ પટેલની ટીકીટ આમ તો વિસનગરમાં ફાઇનલ માનવામાં આવે છે, પણ સુત્રોની માનીઓ તો તેઓ અમદાવાદમાં પણ ચૂટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે 2017માં તેઓ વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનના કેર વચ્ચે તેઓ માંડ માંડ 3200ની આસપાસ મતોથી જીત્યા હતા, આ વખતે તે પ્રકારની સ્થિતિનો સમાનો ન કરવો પડે તે માટે અમદાવાદ શહેરમાંથી ચૂંટણી લડવામાં આવે તો કોઇ મુશ્કેલી ન પડે, જો કે કોણે કયાંતી ચૂંટણી લડવી કે ના લડવી તે ભાજપમાં પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતુ હોય છે, સ્થાનિક સ્વરાજની જેમ માપદંડ નક્કી થાય તો અનેકની ચૂંટણી લડવાના અરમાનો ઉપર પાણી ફરી શકે છે,  સુત્રોની વાત સાચી માનીએ તો ચાર ટર્મ અને 65 વરસની વય ધરાવતા ઉમેદવારોને  ચૂટણી લડવાની રાજનીતિથી દુર કરી ચૂટણી જીતાડવાની રણનીતિ તૈયાર કરવાની પાર્ટી જવાબદારી સોપાવાની તૈયારી કરી રહી છે, જેથી વિપક્ષનો સારી રીતે મુકાબલો કરી શકાય ,

 

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

You Might Also Like

વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP

પ્લેન ક્રેશમાં બચી ગયેલ રમેશ વિશ્વાસકુમાર ડિચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

TAGGED:2022electiion gujaratBJPFeaturedgujaratrushikesh patelvisnagar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ
દેશ વિદેશ ધર્મ દર્શન વિદેશ
વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો
આમ આદમી પાર્ટી ગુજરાત જુનાગઢ રાજકારણ
અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદ ગુજરાત
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ રાજકોટ
વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
ગુજરાત જુનાગઢ જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?