By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં  ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં  ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
ગાંધીનગરગુજરાતશિક્ષણ

કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં  ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

Web Editor Panchat
Last updated: September 17, 2022 6:53 pm
Web Editor Panchat Published September 17, 2022
Share
SHARE

કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડિયાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

ઋતુચક્રમાં થઇ રહેલા ઝડપી ફેરફાર અને કલાયમેટ ચેન્જની વિપરીત અસરો નિવારવા કાર્બન ઉત્સર્જન ઘટાડીએ-ગ્રીન કલીન એનર્જી-સૌર ઊર્જા અપનાવીએ-પ્રાકૃતિક ખેતી તરફ વળીએ : મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષો પહેલાં જ કલાયમેટ ચેન્જની અસરોનો અણસાર ઓળખી ગુજરાતમાં કલાયમેટ ચેન્જનો વિભાગ શરૂ કરાવ્યો છે  ભૂપેન્દ્ર પટેલ

રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ત્રણ સંસ્થાઓ વચ્ચે MoU થયા

સોલાર રૂફટોપ માટે સબસિડીનો રૂ. ર૦૬ કરોડનો ચેક અર્પણ- ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ સબસિડી –EV માટે સબસીડીનું વિતરણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં  જણાવ્યું કે, વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે.
આ સંદભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એવા વિઝનરી નેતા છે કે તેમને તકલીફોનો અણસાર આવી જાય છે અને સમાજમાં આવી તકલીફો-સમસ્યાઓ આવે તે પહેલાં જ તેના સમાધાનના આગોતરા ઉપાયો તેઓ શોધી લે છે.
આ જ પરિપાટીએ  નરેન્દ્રભાઇએ ગુજરાતમાં વર્ષો પહેલાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ કાર્યરત કરીને પર્યાવરણીય વિપરીત અસરો ખાળવાનો સફળ આયામ અપનાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની વર્તમાન સરકારે પણ વડાપ્રધાનશ્રીએ નાંખેલા વિકાસના મજબૂત પાયાને આધારે રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા આપી છે અને પર્યાવરણ જાળવણી સાથે કલાયમેટ ચેન્જની સમસ્યા દૂર કરવાના ઉપાયો સફળતાપૂર્વક પાર પાડયા છે.
ભૂપેન્દ્ર પટેલે ઋતુચક્ર-વાતાવરણમાં થઇ રહેલા ઝડપી બદલાવ અને ફેરફાર નિવારવા તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા જેવા પર્યાવરણ પ્રિય ઉપાયો તરીકે ગ્રીન કલીન સૌર ઊર્જાનો વધુને વધુ ઉપયોગ, રાસાયણમુકત પ્રાકૃતિક ખેતી માટે પણ સજાગ થવાની આવશ્યકતા સમજાવી હતી.
મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એમ.એસ.યુનિવર્સિટી વડોદરા તથા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન વચ્ચે ત્રણ MoU થયા હતા.
આ MoU અનુસાર, રાજ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાાથે, કલાયમેટ ચેન્જ વિષયમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે એમ.એસ.યુનિવર્સિટી સાથે તેમજ શિક્ષકોને કલાયમેટ ચેન્જ વિષયની તાલીમ માટે IITE સાાથેના MoU પરસ્પર એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
સૂર્યઉર્જા ક્ષેત્રે સોલાર રૂફ ટોપમાં સબસીડી માટે રૂ. ૨૦૬ કરોડનો ચેક મુખ્યમંત્રીશ્રીના હસ્તે GUVNLને અર્પણ કરાયો હતો. સરકારી બિલ્ડીંગ રૂફટોપ સોલર સિસ્ટમનું ઉદઘાટન, ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ માટે સબસીડીનું વિતરણ, બેટરી સંચાલિત ટુ વ્હીલર વાહનોની સબસીડીનું વિતરણ અને પ્લાસ્ટિક કચરાના સંગ્રહ માટે સખીમંડળની બહેનોને સબસીડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગ્રીન એનર્જી સાથોસાથ દરેક ગામમાં ૭પ તળાવો ઊભા કરવા અને ૭પ ખેડૂતોને નેચરલ ફાર્મીંગ તરફ વાળવા જેવી બાબતોને મહત્વ આપ્યું છે. એટલું જ નહિ, નાનામાં નાની બાબતોનો વિચાર કરીને છેવાડાના માનવી, ગરીબ માનવીના વિકાસ માટેની યોજનાઓ ઘડી છે અને દેશને વિકાસનો નવો રાહ બતાવ્યો છે.
મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળ માટે વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએ આપેલા પાંચ સંકલ્પોમાંના એક સંકલ્પ, વિકસીત ભારતના નિર્માણ માટે આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી, ખોરાક અને પર્યાવરણ પુરૂં પાડવાની જવાબદારી સૌ સાથે મળીને અદા કરીએ તેવો અનુરોધ કર્યો હતો.

યુવાશક્તિની સહભાગીતા કલાયમેટ ચેન્જના પડકારો નાથવામાં સૌથી અગત્યનું પરિબળ બનશે અને ગુજરાતમાં ઉજવાઇ રહેલું પંચામૃત પખવાડીયું એ દિશામાં ઉદ્દીપક બનશે એવો વિશ્વાસ શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
નીતિ આયોગના સભ્ય  વી.કે.સારસ્વતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં કલાયમેટ ચેન્જ અંગે કહ્યું કે, વડાપ્રધાન  મોદીના નેટ ઝીરો-૨૦૭૦ના સંકલ્પને સાકાર કરવા માટે યુવાઓનો સહયોગ અત્યંત અનિવાર્ય છે.
ડૉ. વી. કે. સારસ્વતે  જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૫ બાદ ભારતે ક્લાયમેટ ચેન્જ સહિત તમામ ક્ષેત્રે ટકાઉ વિકાસ કર્યો છે. ક્લાયમેટ ચેન્જ અંગે પેરિસમાં યોજાયેલ COP ૨૬ માં વડાપ્રધાન  મોદીજીએ ભારતમાં વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો છે.
આ સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાતે પરંપરાગત ઊર્જા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ કરીને અન્ય રાજ્યોને નવી દિશા આપી છે. ભારતનો નેટ ઝીરોના લક્ષ્યાંક સુધી પહોંચવાનો તબક્કાવાર રોડમેપ પણ આ પ્રસંગે શ્રી સારસ્વતે રજૂ કર્યો હતો. આ ઉપરાંત તેમણે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિવિધ મિશન-અભિયાનની પણ વિગતવાર માહિતી આપી હતી.
કલાયમેન્ટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ  એસ.જે.હૈદરે  જણાવ્યું હતું કે, આજે કલાયમેટ ચેન્જ વિભાગના સ્થાપના દિવસે આ પખવાડિયાનો શુભારંભ થઈ રહ્યો છે તે ગૌરવરૂપ છે. તેમણે સમગ્ર પખવાડિયા દરમિયાન યોજાનારા કાર્યક્રમોની વિગતો આપી આ કાર્યક્રમોમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવ  પંકજકુમાર, નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડોક્ટર નીલમ પટેલ, જેડાના ડાયરેકટર શિવાની ગોયલ, પીડીઈયુના ડી.જી. ડૉ. એસ. સુંદર રાજન, ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ તલાટી, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઉદ્યોગપતિઓ, પર્યાવરણવિદો ફેકલ્ટીસ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?