By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કલાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘‘માટી બચાવો’’ સેવ સોઇલ એમ.ઓ.યુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > કલાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘‘માટી બચાવો’’ સેવ સોઇલ એમ.ઓ.યુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ
ગાંધીનગરગુજરાત

કલાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘‘માટી બચાવો’’ સેવ સોઇલ એમ.ઓ.યુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ

Web Editor Panchat
Last updated: May 30, 2022 8:50 pm
Web Editor Panchat Published May 30, 2022
Share
SHARE

-ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની દેશભરમાં અભિનવ પહેલ
:-
કલાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘‘માટી બચાવો’’ સેવ સોઇલ એમ.ઓ.યુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ
……
ઇશા આઉટરિચ સાથે ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે MOU કર્યા
……
ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવ અને
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં અમદાવાદમાં MOU સંપન્ન થયા
……
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘બેક ટુ બેઝિક’ના વિચારને સાકાર કરવામાં ગુજરાતનું આગવું પ્રદાન
……
માટીને રણમાં ફેરવવાથી અટકાવવા-ક્ષાર પ્રવેશ નિયંત્રીત કરવા તેમજ વૃક્ષારોપણ-ચેર ના વૃક્ષોના આવરણથી ગ્રીન કવર વધારવાનો આ MOUનો આશય

………..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના MOU અમદાવાદમાં કરવામાં આવ્યા હતા
.
માટી બચાવો ના આ અભિયાન માટે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવા ઇશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી સદગુરૂ ૧૦૦ દિવસીય ૩૦ હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે
.
સમગ્ર યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં તેમણે માટી બચાવવાના તાત્કાલિક નીતિગત ફેરફારો માટે સરકારોને સજાગ કરવાના ઉદેશ્ય સાથે આ યાત્રા આરંભી છે
.
સદગુરૂ જગ્ગી વાસુદેવ આ યાત્રા અંતર્ગત ગુજરાતમાં છે અને ‘માટી બચાવો’ અંગેના MOU થવા અવસરે ઉપસ્થિત રહ્યા હતા

સેવ સોઇલ’ માટી બચાવોની વૈશ્વિક ચળવળમાં આ MOU ની અભિનવ પહેલ દ્વારા સહયોગ આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ છે
.
વિશ્વમાં ઉપજાઉ માટીની ગુણવત્તા ચિંતાજનક સ્તરે નીચે જઇ રહિ છે તેની સામે જનજાગૃતિ કેળવવા આ માટી બચાવો અભિયાન ઇશા ફાઉન્ડેશને હાથ ધર્યુ છે
.
મનુષ્યના આરોગ્ય અને અન્ય જીવોના સ્વાસ્થ્ય માટે જમીનની માટીની ગુણવત્તાની મોટી અગત્યતા છે તે માટે પણ જમીનની ફળદ્રુપતા જાળવવાની સૌની સામુહિક જવાબદારી છે તે માટે આ અભિયાન જન-જનમાં ‘માટી બચાવવા માટેનું એક મોટું જન આંદોલન બની શકે તેમ છે
.
એટલું જ નહિ, પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં જમીન અને માટીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. માટીમાં રહેલા અનેક સૂક્ષ્મ પોષક તત્વો કૃષિ પાકોની ગુણવત્તા માટે ખૂબ જરૂરી છે
.
આ સંદર્ભમાં ગુજરાતે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે ર૦૦૩-૦૪ થી ‘સોઇલ હેલ્થ કાર્ડ’ની દૂરંદેશી પહેલ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાનથી કરેલી છે
માટીમાં રહેલા પોષક દ્રવ્યોની માપણી માટેની ૧૧પ જેટલી સોઇલ હેલ્થ લેબોરેટરી પણ કાર્યરત છે. પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં હવે આ સોઇલ હેલ્થકાર્ડની યોજના દેશભરમાં અમલી બનાવાઇ છે

દેશ અને દુનિયામાં રસાયણોના ઉપયોગ અને પ્રદુષણ તેમજ કલાયમેટ ચેન્જની અસરોના કારણે માટીની ફળદ્રુપતા ઘટતી જાય છે. કૃષિ પાકોમાં પણ તેના પરિણામે રસ-કસ ઘટી ગયા છે
.
એક અનુમાન મુજબ વિશ્વની ર૪ ટકા માટી રણમાં ફેરવાઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્ર એ એવી ચેતવણી પણ આપી છે કે આ જ દરે માટી લુપ્ત થતી રહેશે તો ર૦પ૦ એટલે કે આવનારા ૩ દાયકા સુધીમાં ૯૦ ટકા પૃથ્વી રણમાં ફેરવાઇ જઇ શકે છે
.
વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીએ આ વૈશ્વિક સમસ્યામાંથી દેશને બચાવવા અને માટીની ફળદ્રુપતા જાળવી રાખવા ‘‘બેક ટુ બેઝિક’’નો નવતર વિચાર આપ્યો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે ઇશા ફાઉન્ડેશનના ઇશા આઉટરિચ સાથે કરેલા આ માટી બચાવો-‘‘સેવ સોઇલ’’ MOU વડાપ્રધાનશ્રીએ આપેલા બેક ટુ બેઝિક અને પ્રાકૃતિક ખેતીના વિચારને સાકાર કરવામાં દેશભરમાં ગુજરાતની આગવી પહેલ બન્યા છે
. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ક્હ્યું કે સદગુરુ એ શરૂ કરેલા આ અભિયાનમાં ગુજરાત અગ્રિમ રહી યોગદાન આપી શકવા શું વધુ કરી શકે તે દિશામાં પણ આવનારા દિવસોમાં સક્રિયતા પૂર્વક આગળ વધીશું
રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ઈશા આઉટરિચ વચ્ચે, ગુજરાતમાં માટી બચાવવા માટેના જુદા જુદા પહેલરૂપ પ્રયાસો હાથ ધરવા માટે જાગૃતિ અને લોકભાગીદારી ઊભી કરવાના હેતુથી આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે
.
માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરનાં વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે
.
આ MOU સાઇનીંગ અવસરે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, વરિષ્ઠ સચિવો અને ઇશા ફાઉન્ડેશનના સભ્યો, સદગુરૂના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:bhupendra patelgujaratsadgurusave soil
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?