By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ડોલર સામે રૂપિયો કેટલો ગગડશે, હવે મંગળવારે પહોચ્યો 77.26ની નીચલી સપાટીએ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > ડોલર સામે રૂપિયો કેટલો ગગડશે, હવે મંગળવારે પહોચ્યો 77.26ની નીચલી સપાટીએ
ઇન્ડિયાઈકોનોમી

ડોલર સામે રૂપિયો કેટલો ગગડશે, હવે મંગળવારે પહોચ્યો 77.26ની નીચલી સપાટીએ

Web Editor Panchat
Last updated: May 10, 2022 6:02 pm
Web Editor Panchat Published May 10, 2022
Share
SHARE

ડોલર સામે રૂપિયો કેટલો ગગડશે, હવે પહોચ્યો 77.26 ની નીચલી સપાટીએ

– શેરબજારમાં અફડાતફડી વચ્ચે રૂપિયાની સતત પીછેહટ

– ડોલર ઉંચામાં રૂ.77.54 બોલાયોઃ 7મી માર્ચે રૂ.76.98ની ટોચ દેખાઈ હતી તે સોમવારે વટાવાતાં બેન્કો ડોલર વેચવા નિકળી

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરમાં તેજી વેગથી આગળ વધતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ.૭૭ની સપાટી કુદાવી નવી ટોચે પહોંચ્યા હતા. શેરબજારમાં વ્યાપક અફડાતફડી વચ્ચે પીછેહટ તથા ડોલરમાં વધેલા આઉટ ફલોના પગલે કરન્સી બજારમાં રૂપિયામાં ધોવાણ આજે ચાલુ રહ્યું હતું. ડોલરના ભાવ રૂ.૭૬.૯૪ વાળા શનિવારે બંધ બજારે રૂ.૭૭.૦૩થી ૭૭.૦૪ થયા પછી આજે ભાવ આરંભમાં રૂ.૭૭.૧૩ ખુલી નીચામાં ભાવ રૂ.૭૭.૦૯ તથા ઉંચામાં ભાવ રૂ.૭૭.૫૪ થઈ રૂ.૭૭.૪૬ રહ્યા હતા. રૂપિયો આજે વધુ ૫૨ પૈસા તૂટયો હતો. શુક્રવારે રૂપિયો ૬૬ પૈસા ગબડયો હતો.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીએ સામે ડોલરનો ઈન્ડેક્સ આજે ૦.૨૭ ટકા વધતાં તેની અસર પણ ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૪.૧૯ થઈ ૧૦૩.૯૩ રહ્યાના નિર્દેશો હતા. ઘરઆંગણે રૂપિયામાં આવી મંદી અગાઉ જોવા મળી નથી એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

અમેરિકામાં વ્યાજ દર વધતા તથા બોન્ડ બાઈંગ ઘટતાં વિશ્વ બજારમાં ડોલર ઉછળતો જોવામળ્યો છે. મુંબઈ બજારમાં આ પૂર્વે ડોલરની ટોત રૂ.૭૬.૯૮ની ૭મીમાર્ચે જોવા મળી હતી અને આજે નવી ઉંચી ટોચે ડોલર પહોંચતા રૂપિયો નવા તળિયે જતો રહ્યો હતો.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે ડોલર ઉછળતાં ઉછાળે આરબીઆઈની કહેવાતી સૂચનાથી અમુક સરકારી બેન્કો બજારમાં ડોલર વેંચવા નિકળ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. આરબીઆી પાસે ૬૦૦ અબજ ડોલરથી વધુનો ફોરેક્સ રિઝર્વન ઊભો થયો છે. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ પણ ૪૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૯૫.૪૨ થઈ રૂ.૯૫.૪૧ રહ્યા હતા. યુરોપની કરન્સી યુરોના ભાવ આજે ૨૪ પૈસા વધી ઉંચામાં રૂ.૮૧.૫૮ થઈ રૂ.૮૧.૫૬ રહ્યા હતા.

જાપાનની કરન્સી યેનના ભાવ રૂપિયા સામે ૦.૦૮ ટકા વધ્યા હતા જ્યારે ચીનની કરન્સી ૦.૨૦ ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહી હતી, એવું કરન્સી બજારના જાણકારોએ જણાવ્યું હતું.

You Might Also Like

ગુજરાત PCIના વડા મોન્ટુ પટેલ સામે કૌભાંડના આરોપો, લાંચ લેવા મુદ્દે સીબીઆઇના દરોડા !

સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !

2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ ૨૬૦ મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોપાયા -આરોગ્ય મંત્રી

શુ સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલની આ છેલ્લી રથયાત્રા હતી ! અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજકીય ઉથલ પાથલની સંભાવના !

TAGGED:DOLLARindiaINTERNATIONmarketRUPEESUS
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
ahmedabad govt gujarat
📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
ahmedabad govt gujarat heavy rain weather ભારે વરસાદ
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!
આમ આદમી પાર્ટી ગુજરાત ભરૂચ ભાજપ રાજકારણ વડોદરા
ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
gandhinagar govt gujarat જાણવા જેવું
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?