By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો આપ સહિત સો.મિડીયા યુઝર્સે કરી ભાજપ વિરુધ્ધ ધમાકેદાર બેટીંગ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો આપ સહિત સો.મિડીયા યુઝર્સે કરી ભાજપ વિરુધ્ધ ધમાકેદાર બેટીંગ
અમદાવાદગુજરાત

વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો આપ સહિત સો.મિડીયા યુઝર્સે કરી ભાજપ વિરુધ્ધ ધમાકેદાર બેટીંગ

Web Editor Panchat
Last updated: June 27, 2022 5:17 pm
Web Editor Panchat Published June 27, 2022
Share
SHARE

વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો આપ સહિત સો.મિડીયા યુઝર્સે કરી ભાજપ વિરુધ્ધ ધમાકેદાર બેટીંગ

 

યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !

 

 

ભાવનગરની એક કોલેજે વિદ્યાર્થિઓને ભારતિય જનતા પાર્ટીના પેજ સમિતીના સભ્યો બનવા માટે ફરમાન કર્યુ તો સોશિયલ મિડીયા યુઝર્સે કોલેજ અને ભાજપની ટિકા ટિપ્પણી કરવામાં

ધજ્જિયા ઉડાવી દીધી,, કોલેજથી લઇને ભાજપને શરમ આવવી જોઇએ તેવી ટિકા થઇ છે તો આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દે  ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા

અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ

ભાવનગરની શ્રીમતી ન. ચ.ગાંધી  અને ભા વા ગાંધી મહિલા કોલેજ અને આર્ટ્સ કોમર્સ કોલેજના મહિલા પ્રિન્સિપાલ આર એ ગોહિલની સહી સાથે વિદ્યાર્થિઓ માટે એક પરિપત્ર જાહેર કરાયો હતો,

પરિપત્રમાં બે આદેશો હતા, જેમાં પહેલામાં પેજ પ્રમુખ બનાવવા માટે તમામ વિદ્યાર્થિઓને ફોટો લઇને આવવા જણાવાયુ હતું, જ્યારે બીજામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે

તમામ વિદ્યાર્થિઓને મોબાઇલ ફોન લઇને આવવાનુ જણાવાયુ હતુ,ં

રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા

આ પરિપત્ર મિડીયામા વાયરલ થતા જ તેની ટિકા થવા લાગી, સોશિયલ મિડીયા યુઝર્સે  કોલેજથી માંડી ભાજપ વિશે આકરા રિયેક્શનો આપ્યા છે,

વિજય સિહ રાજપુત નામના યુઝર્સે લખ્યુ છે કે

આજે કોલેજ ના વિદ્યાર્થી ઓ ને ફરજીયાત પેજ પ્રમુખ બનાવવા ના GR જોયા પછી એક વિચાર આવ્યો ખીલખીલાટ એમબયુલંસ માં એક એક પેજ પ્રમુખ બેસાડી દેવા જોઈએ જેવું બાળક જન્મે એટલે અંગુઠો મુકાવી ભાજપ ની પ્રાથમિક સભ્ય, આવી જ વ્યવસ્થા સમૂહ લગ્ન,મેળા ઓ તેમજ સુલભ શૌચાલય તેમજ સમશાન પર કરવી જોઈએ.

શિક્ષણ પર રાજનીતિ થાય પણ શિક્ષણમાં રાજકારણ ના લવાય

કોલેજોમાં પણ પેજ પ્રમુખ બનાવવા ઘુસી ગયા છે,

આ લોકોના મનમાં ચૂંટણી જીતવા સિવાય કોઈ મતલબ નથી પછી ભલે તમારા બાળકોને મજુરી કરવી પડે,

ભાજપ સરકાર ક્યારેય શિક્ષણ વ્યવસ્થા સુધારવા નથી માંગતી અને એટલે જ આવી નોટિસો જોવા મળે છે.

જ્યારે નિલય પટેલે લખ્યુ છે કે

સ્કુલે આવી રીતે વિદ્યાર્થિઓને ભાજપમાં જોડાવવા માટે આદેશ કર્યો છે તે ખુબજ શર્મ જનક બાબત છે,

 

જ્યારે દિલિપ સિહ ક્ષત્રિયે પણ લખ્યુ છે કે આ રીતે તો વિવાદ ઉભો થયો છે, સ્કૂલે હવે ભાજપમા  જોડાવવા માટે આદેશ કર્યો છે જે સારુ નથી,

જ્યાર આ મુદ્દે આમ આદમી  પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોલેજ બન્ને ઉપર આકરા પ્રહારો કર્યા છે,

કોલેજના વિદ્યાર્થિઓને ભાજપના સદસ્યો બનાવવાની નોટિસ મોકલીને ભાજપના હવે પોતાની લોકશાહી વિરોધી માનસિકતા દર્શાવી રહીછે, અને ગેર બંધારણિય કૃત્ય કરી રહી છે,

 

કોલેજમાં અભ્યાસ કરવા જતી વિદ્યાર્થીનીઓને ભાજપનું પેજ પ્રમુખ બનવા નોટિસ આપવી એ મહિલાઓનું અપમાન છે: ગોપાલ ઇટાલિયા

વિદ્યાર્થીનીઓને એક લેખિત નોટિસ આપી ભાજપનું પેજ પ્રમુખ બનવા કહેવું એ ગુજરાતના ઇતિહાસ ની અત્યંત શરમજનક ઘટના છે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટી લોકતાંત્રિક રીતે આ ઘટનાનો ભાવનગરમાં વિરોધ કરશે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ જોઈને ભાજપ સરકારમાં ભય ફેલાયો છેઃ ગોપાલ ઈટાલિયા

ભ્રષ્ટ ભાજપે અને સી.આર. પાટીલે આનો જવાબ આપવો જોઈએ કે એવી તો શું જરૂર પડી કે કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓને પેજ પ્રમુખ બનવા નોટીસ આપવામાં આવી: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતામાં હવે નવી આશાની કિરણ નો સંચાર થઈ રહ્યો છે: ગોપાલ ઇટાલિયા

જામનગર/સસુરત/ગુજરાત

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ મજબૂતી થી આગળ વધી રહી છે. ધીમે ધીમે આગળ વધતા સંગઠન હવે વિશાળ સ્વરૂપ લઇ રહ્યુ છે. ગુજરાતની જનતામાં હવે નવી આશાની કિરણ નો સંચાર થઈ રહ્યો છે. અમે માનીએ છીએ કે આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટીના માધ્યમ થી ગુજરાતના લોકોને ન્યાય મળશે. ત્યારે વીજળી આંદોલન, પરિવર્તન યાત્રા, ગામડું બૈઠક અને જનસંવાદ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો કરી લોકો સુધી જાગૃકતા ફેલાવા માટે આમ આદમી પાર્ટી સક્રિય બની છે.

આમ આદમી પાર્ટી ના આ તમામ કાર્યક્રમો જોઈને, લોકો તરફથી મળતો સહયોગ જોઈને, ભાજપ હવે ડરવા લાગી છે. ડરમાં અને ડરમાં ભાજપ ક્યાંક પોલીસ નો ઉપયોગ કરે છે, ક્યાંક ગુંડાઓનો ઉપયોગ કરે છે, ક્યાંક જેવી-તેવી ભાષાનો ઉપયોગ કરે છે. પણ ગઈકાલે ભાજપના કાર્યકર્તાઓ એ હદ વટાવી દીધી છે. ભાવનગરની એક કૉલેજ ની અંદર મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને એક લેખિત નોટિસ આપી ભાજપના પેજ પ્રમુખ બનવા માટે મજબૂર કર્યા આ ગુજરાતના ઇતિહાસ ની અત્યંત શરમજનક ઘટના છે. એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી લાખો કહેવાતા પેજ પ્રમુખ લોકોના સંગઠનો ધરાવતી પાર્ટીને એવી તો શું જરૂર પડી કે કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓને પેજ પ્રમુખ બનવા નોટીસ આપવામાં આવી.

આ ખૂબ જ દુઃખદ ઘટના છે, મહિલાઓનું અપમાન છે. જ્યાં વાલી પોતાની છોકરીઓને ભણવા મોકલે, કઈંક બનવા મોકલે, સારી નોકરી મેળવીને ભવિષ્ય બનાવા મોકલે છે ત્યાં વિદ્યાના ધામ, વિદ્યાના મંદિર ની અંદર ભાજપે પોતાની નબળી અને હલકી માનસિકતા દર્શાવવાનું દુષ્કૃત્ય કર્યું છે.

ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ મહિલા પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવેલ નોટીસ ના પુરાવા પણ મિડિયા સમક્ષ રજુ કર્યા. જે નોટિસમાં પ્રિન્સિપાલ શ્રીમતી ગોહિલ મેડમ દ્વારા વિદ્યાર્થીનીઓને પેજ પ્રમુખ બનવા માટેની માંગણી કરેલ હતી. જ્યાં ચોખ્ખા શબ્દોમાં લખેલું હતું કે ભાજપ પક્ષ ના પેજ કમિટીના સભ્ય બનવા માટે પોતાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લઈને આવવાનું રહેશે.

તે કોલેજમાં ભણતી જે બહેનો છે તે શું ભાજપ માં જોડાવા માટે કોલેજમાં જાય છે? તે કોલેજ છે તે ભાજપના કાર્યકર્તાઓ બનાવવાની ફેક્ટરી છે? અને જો ભાજપ વિશ્વનું સૌથી મોટું કહેવાતું સંગઠન હોય તો શા માટે તેમને આ રીતે બહેનો ને અપમાનિત કરવાની જરુર પડે છે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ભ્રષ્ટ ભાજપે અને સી.આર. પાટીલે આનો જવાબ આપવો જોઈએ કે આવું કેમ થાય? કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓને ભાજપ ની પેજ પ્રમુખ બનવા તમે નોટિસો આપો.

આ રીતે વિદ્યાર્થીનીઓને પેજ કમિટીનું સભ્ય બનવા કહેવું એ યોગ્ય નથી. આમ આદમી પાર્ટી તેનો સખત વિરોધ કરે છે. આમ આદમી પાર્ટી આના વિરોધ પ્રદર્શન માં ભાવનગરમાં કાર્યક્રમ પણ કરવાની છે. ભાજપની આ ઘટના દર્શાવે છે કે તે એક કમજોર પાર્ટી છે. જો ભાજપ પાસે એટલું જ મોટું સંગઠન હોય તો આવી નિમ્ન કક્ષા ની નોટીસો ના આપવી પડી હોત. ભાજપની આ હરકત બતાવે છે કે વાસ્તવિકતામાં તેમની પાસે આવી કોઈ પેજ કમિટી નથી. માત્ર ભ્રષ્ટાચાર પર શોબાજી અને તાયફા કરીને વિશ્વની કહેવાતી મોટી પાર્ટી બની છે. પણ હકીકત એ છે કે જમીની સ્તરે હવે ભાજપ મજબૂત રહી નથી. કેમકે, આમ આદમી પાર્ટીને હવે ગુજરાતમાં મજબૂત સમર્થન મળી રહ્યું છે.

આમ આદમી પાર્ટી લોકતાંત્રિક રીતે આ ઘટનાનો ભાવનગરમાં વિરોધ કરશે. આજે વિદ્યાર્થીનીઓને પેજ પ્રમુખ બનવા નોટિસ આપી છે, ભવિષ્યમાં તે એવું પણ કહી શકે કે તમે ભાજપને જ મત આપજો તો જ અમે તમને સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરવા દઇશુ, એટલે આ એક ગંભીર બાબત છે. જો કોઈ સ્વેચ્છાથી આ કાર્ય કરવા માંગે તો કોઈ પ્રકારનો વાંધો નથી પરંતુ આમ ભાજપ નોટિસ આપે એ ચલાવી લેવામાં આવશે નહિ.

આ પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટી ના સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી પણ હાજર રહ્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો

 

 

 

You Might Also Like

વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP

પ્લેન ક્રેશમાં બચી ગયેલ રમેશ વિશ્વાસકુમાર ડિચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

TAGGED:bhavnagar collageBJPFeaturedGOPAL ITALIYApage pramukhsadsyata abhiyan
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ
દેશ વિદેશ ધર્મ દર્શન વિદેશ
વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો
આમ આદમી પાર્ટી ગુજરાત જુનાગઢ રાજકારણ
અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદ ગુજરાત
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ રાજકોટ
વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
ગુજરાત જુનાગઢ જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?