Connect with us

ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે

રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર: કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર આજે રાજ્યના સાડા છ કરોડ નાગરિકોના સપના સાકાર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યો સંપન્ન થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસના અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે છે. તારીખ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ / બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

ડ્રીમ (DREAM) સિટીના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ફેઝ-1ના કાર્યોનું લોકાર્પણ

સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું. આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. હાલ ફેઝ-1 અને ફેઝ-2 સંબંધિત રૂ.400 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે.

Advertisement

રૂ.139 કરોડના ખર્ચે બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે.

આ બાયોડાયવર્સિટી પાર્કમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે. અહીંયા કુલ 85 જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ રોપવામાં આવશે. રૂ.139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમજ હાઉસ કીપીંગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધીનગર

આપ માંડવી વિધાનસભા બેઠક થી કૈલાશદાન ગઢવી દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ

Published

on

આપ માંડવી વિધાનસભા બેઠક થી કૈલાશદાન ગઢવી દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે..ત્યારે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સૌરાષ્ટ્ર કચ્છ ,દક્ષિણ ગુજરાતની બેઠકો ના ઉમેદવારો દ્વારા બાઈક રેલીઓ અને જન સંપર્ક વધારી દીધો છે.ત્યારે આમઆદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા વિધાનસભા 2 ઉમેદવાર કૈલાશદાન ગઢવી દ્વારા માંડવી જન સંપર્ક કાર્યાલય થી સવારે 11: 30 વાગે ભવ્ય બાઇક રેલી નો આયોજન કરાયું હતું. તેમાં બહોળી સંખ્યામાં કાર્યકરોઓ ઉપસ્થિત રહ્યા. બાઇક રેલી માંડવી શહેર ના તમામ વોર્ડ વિસ્તારમાંથી કરવામાં આવી હતી

 

 

Advertisement

 

 

 

 

Advertisement
Continue Reading

ગાંધીનગર

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

Published

on

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

ગુજરાતવિધાનસભા ની બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે 48 કલાક બાકી છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે..હવે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક કરી ને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે બીજા તબક્કામાં ની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.રાજયની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે

બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સમગ્ર ગુજરાતમાં આ વખતે બીજેપી કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ત્રિકોણીયો જંગ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે..જેને લીધે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ કોને ફાયદો થશે કોને નુકશાન થશે તેતો ચૂંટણી ના પરિણામો બતાવશે આપ ઉપરાંત એ આઈ એમ આઈ એમ પણ ગુજરાતમાં લઘુમતી અને દલિતોના પ્રભાવ વાળા વિસ્તારમાં ચૂંટણીઓ લડી રહી છે જેને કારણે કોંગ્રેસ અને આપ ના ઉમેદવાર ને નુકશાન થઇ શકે છે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે..

Advertisement

Continue Reading

ગાંધીનગર

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

Published

on

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા
“એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

યુગપ્રધાનઆચાર્ય પરમ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા જનજનના હૃદયમાં ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાની આહલેક જાગે તે માટે “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું અદભુતપૂર્વં આયોજન થયું હતું.લોક કલાકાર સાંઈરામ દવે દ્વારા ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે લોકોને કાર્યરત થવા હાકલ કરી હતી. આ ઉપરાંત લોકશાહીના પવિત્ર અવસરે શાંતિ – સલામતી અને સમૃદ્ધિ માટે મતદાન કરવાની હાકલ કરી હતી.

 

આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે અને ભવ્ય ભારત અને દિવ્ય ભારતની દિશામાં આગળ ધપાવવા કાર્યરત હોય તેવા રાષ્ટ્ર – સંસ્કૃતિ અને ધર્મ પ્રેમીઓના સમર્થનમાં આળસ ખંખેરી આગળ આવવા અપીલ કરવામાં આવેલ હતી.

Advertisement

તપોવની બાળકોના ગગનભેદી નારાઓ અને કાવ્યપાઠે ઉપસ્થિત હજારોની જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

Continue Reading

Trending