By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કામરેજ તાલુકામાં રૂ.૬૩ લાખના ૧૬ કામોનું ખાતમુહુર્ત: ૧.૧૪ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ પૂર્ણેશ મોદી વાહનવ્યવહાર મંત્રી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > સુરત > કામરેજ તાલુકામાં રૂ.૬૩ લાખના ૧૬ કામોનું ખાતમુહુર્ત: ૧.૧૪ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ પૂર્ણેશ મોદી વાહનવ્યવહાર મંત્રી
ગુજરાતરાજકારણસુરત

કામરેજ તાલુકામાં રૂ.૬૩ લાખના ૧૬ કામોનું ખાતમુહુર્ત: ૧.૧૪ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ પૂર્ણેશ મોદી વાહનવ્યવહાર મંત્રી

Web Editor Panchat
Last updated: September 12, 2022 9:19 pm
Web Editor Panchat Published September 12, 2022
Share
SHARE

વિશ્વાસ થી વિકાસ યાત્રા”-કામરેજ જિ.સુરત

કામરેજ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત કામરેજ અને પલસાણા પ્રાંતના રૂ.૧૧.૫૭ કરોડના ૯૭ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી

‘સૌના સાથ-સૌના વિકાસ’ અને ‘સૌને સમાન તકો’ના મૂળ મંત્ર થકી ૨૦ વર્ષથી પ્રજાના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે
ગુજરાતના સુપ્રસિદ્ધ સ્થળોને વૈશ્વિક ઓળખ મળે તે માટે રાજ્ય સરકારે તાજેતરમાં સિનેમેટિક પોલિસી લાગુ કરીઃ મંત્રી પૂર્ણેશભાઈ મોદી

કામરેજ તાલુકામાં રૂ.૬૩ લાખના ૧૬ કામોનું ખાતમુહુર્ત: ૧.૧૪ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ

પલસાણા તાલુકામાં રૂ ૯.૧૪ કરોડના ૩૭ કામોનું ખાતમુહુર્ત: ૬૪ લાખના ૧૬ કામોના લોકાર્પણ

તા.૧૨ અને ૧૩મી સપ્ટે. દરમિયાન રાજ્યવ્યાપી ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના શુભારંભ અંતર્ગત માર્ગ,વાહનવ્યવહાર અને ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ સુરત જિલ્લા કક્ષાની ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’નો સુરત જિલ્લાના કામરેજથી પ્રારંભ કરાવી કામરેજ અને પલસાણા તાલુકાના રૂ.૧૧.૫૭ કરોડના કુલ ૯૭ જનહિતલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
સુરત જિલ્લાના કામરેજ સ્થિત રામકબીર કોલેજ, દલપત રામા હોલ આયોજિત સમારોહમાં મંત્રીશ્રીએ કામરેજ તાલુકામાં રૂ.૬૩ લાખના ૧૬ વિકાસકામોનું ખાતમુહુર્ત અને ૧.૧૪ કરોડનાં ૧૨ કામોનું લોકાર્પણ તેમજ પલસાણા તાલુકામાં રૂ ૯.૧૪ કરોડનાં ૩૭ કામોનું ખાતમુહુર્ત અને ૬૪ લાખના ૧૬ કામોના લોકાર્પણની તકતીનું ઈ-અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું કે, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભરતા અને વિકાસના મંત્રને અનુસરી ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’થી નાગરિકો માટે રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ જનકલ્યાણના કામોની ભેટ મળવાની છે. કામરેજ અને પલસાણા તાલુકાને આજે મળેલી ૧૧ કરોડથી વધુની વિકાસ કાર્યોની ભેટ થી સ્થાનિક નાગરિકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે.
મંત્રીએ છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા હોવાનું જણાવી ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માતા અને ગર્ભમાં રહેલા બાળકના યોગ્ય પોષણ માટે સરકારે માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને રૂ. ૫ લાખ સુધીની કેશલેશ આરોગ્યકવચ આપીને સરકારે નાગરિકોની સ્વાસ્થ્યની ઉમદા સંભાળ લીધી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, આજે ગામે ગામ ‘નલ સે જલ’ યોજનાથી પીવાના પાણીની મુશ્કેલી દૂર થઈ છે. ટ્રાયબલ વિસ્તારના ૨૯૫ ગામોમાં રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે નદી નાળા પર વિયર કમ કોઝવે બનાવવાની કામગીરી થઈ રહી હોવાનું જણાવી ‘નોંધારાના આધાર’ સમાન આ સરકારે લોકોના જીવનધોરણને સુધારવા અને સમૃદ્ધિ તરફ અગ્રેસર કરવાના અસરકારક પ્રયાસો કર્યા છે. તેમણે રાજ્યના સુપ્રસિદ્ધ સ્થળોને વૈશ્વિક ઓળખ મળે તે માટે ગુજરાત સરકારે તાજેતરમાં સિનેમેટિક પોલીસી પણ લાગુ કરી હોવાની વિગતો આપી ‘સૌના સાથ-સૌના વિકાસ’ અને ‘સૌને સમાન તકો’ના મૂળ મંત્રો થકી ૨૦ વર્ષથી પ્રજાના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે એમ તેમણે કહ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાએ જણાવ્યું કે, વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના આહ્વાનને ઝીલી રાજ્યની હજારો મહિલાઓ ગૃહ ઉદ્યોગોના માધ્યમથી બહોળો પ્રતિસાદ આપી પગભર બની છે. આ મહિલાઓએ નાની અને જીવનોપયોગી વસ્તુઓના ઉત્પાદન થકી ‘વોકલ ફોર લોકલ’ની વિચારધારાને મૂર્તિમંત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કામરેજ તાલુકાના દરેક ગામોને ડ્રેનેજ કનેક્શનથી આવરી લેવામાં રાજ્ય સરકારે ઉમદા સહયોગ આપ્યો છે. કામરેજ તાલુકાને ફાળવાયેલી IIIT (ટ્રીપલ આઈટી)કોલેજની કામગીરી પ્રગતિમાં છે એમ જણાવતા આગામી સમયમાં હાઈ-વેની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે તેવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં તંત્ર કાર્યરત છે એમ ઉમેર્યંવ હતું.
આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ અજિત આહીર, ઉપપ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ રાઠોડ તેમજ પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખ, સંગઠનના અગ્રણીઓ, અધિકારીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?