By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આવી ગઈ ભારતની પ્રથમ હાઈડ્રોજન કાર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદ સુધી કરી સવારી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઈકોનોમી > આવી ગઈ ભારતની પ્રથમ હાઈડ્રોજન કાર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદ સુધી કરી સવારી
ઈકોનોમી

આવી ગઈ ભારતની પ્રથમ હાઈડ્રોજન કાર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદ સુધી કરી સવારી

Web Editor Panchat
Last updated: March 30, 2022 1:53 pm
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

હવે ટૂંક સમયમાં ભારતના રસ્તાઓ પર હાઈડ્રોજન કારો (Hydrogen Car) દોડતી જોવા મળી શકે છે. બહુપ્રતિક્ષિત પ્રથમ હાઇડ્રોજન કાર ભારતમાં તેની સફર શરૂ કરી ચૂકી છે. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે આ કારમાં સવારી કરી.

 

 

કેન્દ્રીય મંત્રી આજે આ અદ્યતન કારમાં સવાર થઈને સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્વચ્છ ઈંધણ પર ચાલતી આ કાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. આ કારને ટોયોટા કંપનીના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે અને તેમાં એડવાન્સ ફ્યુઅલ સેલ લગાવવામાં આવ્યા છે. આ અદ્યતન સેલ ઓક્સિજન અને હાઇડ્રોજનના મિશ્રણથી વીજળી ઉત્પન્ન કરે છે. આજ વીજળીથી કાર ચાલે છે. ઉત્સર્જનના રૂપમાં આ કારમાંથી માત્ર પાણી બહાર નીકળે છે.

ઇકો-ફ્રેન્ડલી છે આ કાર

નીતિન ગડકરીએ કહ્યું કે, આ કાર સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે અને કોઈપણ પ્રકારનું પ્રદૂષણ નથી ફેલાવતી. તેમણે કહ્યું કે, આ કાર ભારતનું ભવિષ્ય છે. પેટ્રોલ અને ડીઝલ એન્જીનવાળી કાર ખૂબ જ પ્રદુષણ ફેલાવે છે, પરંતુ હાઈડ્રો ફ્યુઅલ સેલ કાર કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી.

નામનો મતલબ જ છે ભવિષ્ય

Toyota Kirloskar Motors (Toyota)એ તાજેતરમાં ભારતીય બજારમાં તેની હાઇડ્રોજન કાર Toyota Mirai લૉન્ચ કરી છે. હાઈડ્રોજન ફ્યૂલ સેલ પર ચાલતી આ દેશની પ્રથમ કારને ગડકરીએ જ લૉન્ચ કરી હતી. રસપ્રદ વાત એ છે કે કારના નામનો અર્થ પણ એ જ છે. જાપાની ભાષામાં ‘મિરાઈ’ શબ્દનો અર્થ થાય છે ભવિષ્ય.

આ રીતે કામ કરે છે કાર

ટોયોટાએ આ કાર માટે હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ સિસ્ટમ વિકસાવી છે. વાસ્તવમાં આ એક ઇલેક્ટ્રિક ગાડી પણ છે, જે હાઇડ્રોજનનો ઉપયોગ કરીને ચલાવવા માટે જરૂરી વીજળી બનાવે છે. તેના ફ્યૂલ ટેન્ક સાથે હાઇડ્રોજનની સપ્લાય Fuel Cell Stackને કરવામાં આવે છે. આ કાર ચારેય બાજુ હવામાં હાજર ઓક્સિજનને ખેંચે છે. પછી આ બે વાયુઓની રાસાયણિક પ્રક્રિયા પાણી (H2O) અને વીજળી ઉત્પન્ન થાય છે. કાર ચલાવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે, જ્યારે સાઇલેન્સરમાંથી પાણી નીકળે છે.

You Might Also Like

ગરમી નહીં ભડકો મોંઘવારીનોઃ પેટ્રોલ – ડીઝલ બાદ CNG, LPG અને DAP પણ મોંઘાદાટ

રાજ્યના બલ્ક ડ્રગ અને મેડિકલ ઉદ્યોગ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા બલ્ક ડ્રગ્સ પાર્ક આશીર્વાદરૂપ સાબિત થશે

નિકાસકારો-કંપનીઓએ ઘઉંના ખરીદ ઓર્ડરો રદ કરી નાખ્યા : સંખ્યાબંધ કોર્ટ કેસ થવાના ભણકારા

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

કચ્છના લાખોંદ ખાતે આકાર પામેલો ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ થકી કચ્છમાં રોજગારીની નવી તકોનું સર્જન

TAGGED:carHydrogen CarIndia's first hydrogen carToyota Mirai
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?