Connect with us

ગાંધીનગર

રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે

Published

on

રાજય સરકારનો મહત્વનો નિર્ણય
રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે

રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો,જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે,૬૦ વર્ષ
કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર વયોવૃધ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે જેમાં તેઓને વયોવૃધ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડી ની વ્યવસ્થા ઉભી કરાશે.

આ ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જીલ્લા હોસ્પિટલ, પેટા જીલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ(૨-પથારી) આરક્ષિત રાખવામાં આવશે.આ તમામ સેવાઓ અગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે

Advertisement

તેમજ જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ૨૪×૭ એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે.આ હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઉભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે.

ગાંધીનગર

આપ માંડવી વિધાનસભા બેઠક થી કૈલાશદાન ગઢવી દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ

Published

on

આપ માંડવી વિધાનસભા બેઠક થી કૈલાશદાન ગઢવી દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે..ત્યારે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સૌરાષ્ટ્ર કચ્છ ,દક્ષિણ ગુજરાતની બેઠકો ના ઉમેદવારો દ્વારા બાઈક રેલીઓ અને જન સંપર્ક વધારી દીધો છે.ત્યારે આમઆદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા વિધાનસભા 2 ઉમેદવાર કૈલાશદાન ગઢવી દ્વારા માંડવી જન સંપર્ક કાર્યાલય થી સવારે 11: 30 વાગે ભવ્ય બાઇક રેલી નો આયોજન કરાયું હતું. તેમાં બહોળી સંખ્યામાં કાર્યકરોઓ ઉપસ્થિત રહ્યા. બાઇક રેલી માંડવી શહેર ના તમામ વોર્ડ વિસ્તારમાંથી કરવામાં આવી હતી

 

 

Advertisement

 

 

 

 

Advertisement
Continue Reading

ગાંધીનગર

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

Published

on

ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન

ગુજરાતવિધાનસભા ની બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે 48 કલાક બાકી છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે..હવે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક કરી ને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે બીજા તબક્કામાં ની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.રાજયની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે

બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સમગ્ર ગુજરાતમાં આ વખતે બીજેપી કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ત્રિકોણીયો જંગ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે..જેને લીધે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ કોને ફાયદો થશે કોને નુકશાન થશે તેતો ચૂંટણી ના પરિણામો બતાવશે આપ ઉપરાંત એ આઈ એમ આઈ એમ પણ ગુજરાતમાં લઘુમતી અને દલિતોના પ્રભાવ વાળા વિસ્તારમાં ચૂંટણીઓ લડી રહી છે જેને કારણે કોંગ્રેસ અને આપ ના ઉમેદવાર ને નુકશાન થઇ શકે છે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે..

Advertisement

Continue Reading

ગાંધીનગર

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

Published

on

તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા
“એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું કરાયું આયોજન

યુગપ્રધાનઆચાર્ય પરમ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન પરિવાર અને ત્યાગ ટ્રસ્ટ દ્વારા જનજનના હૃદયમાં ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાની આહલેક જાગે તે માટે “એક કદમ રાષ્ટ્ર નિર્માણ કી ઔર” કાર્યક્રમનું અદભુતપૂર્વં આયોજન થયું હતું.લોક કલાકાર સાંઈરામ દવે દ્વારા ધર્મ – સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા માટે લોકોને કાર્યરત થવા હાકલ કરી હતી. આ ઉપરાંત લોકશાહીના પવિત્ર અવસરે શાંતિ – સલામતી અને સમૃદ્ધિ માટે મતદાન કરવાની હાકલ કરી હતી.

 

આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે અને ભવ્ય ભારત અને દિવ્ય ભારતની દિશામાં આગળ ધપાવવા કાર્યરત હોય તેવા રાષ્ટ્ર – સંસ્કૃતિ અને ધર્મ પ્રેમીઓના સમર્થનમાં આળસ ખંખેરી આગળ આવવા અપીલ કરવામાં આવેલ હતી.

Advertisement

તપોવની બાળકોના ગગનભેદી નારાઓ અને કાવ્યપાઠે ઉપસ્થિત હજારોની જનમેદનીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

Continue Reading

Trending