Connect with us

એન્ટરટેનમેન્ટ

હિન્દી ફિલ્મોને કમાણીમાં પછાડતી કેજીએફ-2

Published

on

હિન્દી ફિલ્મોને કમાણીમાં પછાડતી કેજીએફ-2

જીએફ ચેપ્ટર ટુનાં હિંદી વર્ઝનએ કમાણીમાં આમિર ખાનના દંગલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ હિંદી સિનેમાના ઈતિહાસમાં સર્વાધિક કમાણી કરનારી બે ટોચની ફિલ્મોમાં હવે તેલુગુ અને કન્નડમાંથી હિંદીમાં ડબ થયેલી ફિલ્મોનો જ સમાાવેશ થાય છે. બોલીવુડ માટે આમ નીચાજોણુંની સ્થિતિ સર્જાઈ છે.

અત્યાર સુધી સર્વાધિક કમાણી કરનારી હિંદી ફિલ્મોમાં બાહુબલિ ટૂ 510.99 કરોડ સાથે ટોપ પર છે. તેના પછી બીજો નંબર આમિર ખાનની દંગલનો છે જેણે 387.38 કરોડની કમાણી કરી છે. હવે દંગલને ત્રીજાં સ્થાને ધકેલી કેજીએફ ટૂ બીજાં સ્થાને આવી ગઈ છે. કેજીએફ ટૂના હિંદી વર્ઝનની કમાણી 391.65 કરોડ થઈ ચુકી છે.

જોકે, બોલિવુડ એવું આશ્વવાસન લઈ શકે છે કે વર્લ્ડવાઈડ કમાણીની રીતે 2024 કરોડ સાથે દંગલ હજુ પણ ટોપ પર છે. બાહુબલિ ટૂની વર્લ્ડવાઈડ કમાણી 1810 કરોડની થઈ છે. કેજીએફ ચેપ્ટર ટૂ હજુ 1056 કરોડ સાથે વર્લ્ડવાઈડ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં ચોથા સ્થાને છે. આ યાદીમાં આરઆરઆર 1122 કરોડ ની વર્લ્ડવાઈડ કમાણી સાથે ત્રીજાં સ્થાને છે.

Advertisement

એન્ટરટેનમેન્ટ

અમેરિકાના કેન્સાસમાં ગુજરાતીઓએ ઉજવી નવરાત્રી

Published

on

અમેરિકા ના કેન્સાસ માં ગુજરાતીઓ ઉજવી નવરાત્રી

ગુજરાતીઓ નો નવરાત્રી એ સૌથી પ્રિય તહેવાર છે.ગુજરાતીઓ દેશમાં હોય કે વિદેશમાં પોતાના પ્રિય તહેવારની ઉજવણી કરવાનું ના ભૂલે.ગુજરાતીઓ વિદેશમાં જઈને પણ પોતાના પ્રિય તહેવારની ભવ્યતાથી ઉજવણી કરતા હોય છે.આવાજ ઉત્સવ પ્રેમી જીગર બારોટ અભી પંચાલ ભૌમિક અમીન સહીત નીકંપની આર કે એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ગુજરાતીઓ માં લોકપ્રિય ગાયક કલાકાર એશ્વર્યા મજબુદાર નોઅમેરિકામાં કેન્સાસ સીટી ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં કેન્સાસ, મિસૌરી, ઓકલોહોમા, અરકાનસાસ, નેબ્રાસ્કા સહીત ના રાજ્યો ના ગુજરાતીઓ એ ભાગ લીધો હતો આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

 

Advertisement

Continue Reading

એન્ટરટેનમેન્ટ

મલાઈકા અરોરાએ 1.35 લાખનો શર્ટ પહેર્યો

Published

on

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલ્ડ નેશ માટે જાણીતી છે બોલ્ડ આઉટફિટ ને લઇ સતત લોકોમાં ચર્ચામાં રહેતી હોય છે તાજેતર માં મલાઈકા મુંબઈમાં નાઇટ આઉટ કરતી જોવા મળી હતી. એ સમયે મલાઈકાએ માત્ર શર્ટ પહેર્યો હતો.

મલાઈકાએ બાલેન્સિયાગા બ્રાન્ડનો વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. મલાઈકાએ શર્ટની સાથે બોટમ પહેર્યું નહોતું. ગમબુટ તથા સ્લિંગ બેગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકાએ કારમાં બેસતા પહેલાં ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.જેને લઇ સોશિયલ મીડિયામાં ટ્રોલ તેના ચાહકોએ કરી હતી

 

 

Advertisement

Continue Reading

અમદાવાદ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતની પહેલી ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ

Published

on

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતની પહેલી ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ
મુખ્યમંત્રી
વિશ્વના ઉદ્યોગ અને વ્યવસાયકારો રોકાણ માટે ભારત અને ગુજરાત પર પસંદગી ઉતારી રહ્યા છે

અમારી ટિમ ગુજરાતને દરેક ક્ષેત્રે અગ્રીમ રાખવા પ્રયાસરત

રાજ્ય સરકારના મંત્રીઓ પૂર્ણેશ મોદી, અરવિંદ રૈયાણી અને અભિનેતા અજય દેવગણે આપી હાજરી

સીનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27 થકી ગુજરાતમાં ફિલ્મ સર્જનની નવી ક્ષિતિજો ખુલી જશે: પૂર્ણેશ મોદી

Advertisement

ગુજરાતની સૌપ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અભિનેતા અજય દેવગણ, રાજ્ય સરકારના મંત્રી પુર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું હતું.
મુખ્યમંત્રીએ આ સિનેમેટીક ટુરીઝમ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ક્હ્યુંકે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે.
ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે અને વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે.
આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણ થી આત્મ નિર્ભર ભારત માટે આ પોલીસી ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે આ પોલિસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.

 

પ્રસિદ્ધ અભિનેતા અજય દેવગણે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે, આ સીનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો આનંદ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે સીનેમેટિક ટુરિઝમ પોલિસી જાહેર કરી તેની મને ખુશી છે.
ગુજરાત સાથેના અનુભવો અંગે અજય દેવગણે જણાવ્યું હતું કે, અહીંની સંસ્કૃતિ, વિસ્તારો અને વિવિધ ગુજરાતી વાનગીઓ મને આકર્ષે છે. અહીંના લોકોનો પ્રેમ પણ ખૂબ સારો મળ્યો છે.
હું ગુજરાત સાથે વર્ષોથી જોડાયેલો છું. આ પોલિસીના માધ્યમથી ફિલ્મ જગતને સારો સહકાર મળી રહેશે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એ ગુજરાતમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ સીનેમેટિક ટુરિઝમ પોલિસી ગુજરાતના પર્યટનને આગળ વધારવામાં ખૂબ મહત્વની બની રહેશે. તથા આ પોલિસીથી ગુજરાતમાં રોજગારી ઉતપન્ન થશે. ગુજરાત આગામી દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ટુરિઝમ વિભાગના સચિવ હારીત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સિનેમાના પડદે દર્શાવતું સ્થળ લોકોને યાદ રહી જાય છે અને બાદમાં તે ટુરિઝમ સ્પોટ બની જાય છે. દેશ-વિદેશના આવા અનેક સ્થળોનો પરિચય આપણને મુવીમાંથી મળે છે.
ગુજરાતમાં કચ્છનું સફેદ રણ, શિવરાજપુર બીચ જેવા અનેક સ્થળો છે જ્યાં શૂટિંગ સ્પોટ બની શકે તેવી વ્યાપક તકો છે. તેમણે સીનેમેટિક ટુરિઝમ પોલિસી થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં શૂટિંગની તકો વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.૧૦૨૨ કરોડના ચાર એમ.ઓ.યુ. પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા

આ અવસરે સીનેમેટિક ટુરિઝમ પોલિસીની જાણકારી આપતી શોર્ટફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. ટુરિઝમ વિભાગના કમિશનર અને MD આલોક કુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોનો કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Continue Reading

Trending