Connect with us

ગુજરાત

સુરતમાં સ્વ.ગ્રીષ્મા વેકરિયાના હત્યારાને ફાંસીની સજા મળતાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગ્રીષ્માના પરિવારજનોની મુલાકાત લીધી

Published

on

સુરતમાં સ્વ.ગ્રીષ્મા વેકરિયાના હત્યારાને ફાંસીની સજા મળતાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગ્રીષ્માના પરિવારજનોની મુલાકાત લીધી
——-
 ગ્રીષ્માના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલું વચન આજે પૂર્ણ થયું
 ગુજરાતમાં નવો ઈતિહાસ રચાયો, હત્યા કેસમાં સુરતની દીકરીને સૌથી ઝડપી ન્યાય મળ્યો એ જ ગ્રીષ્માને સાચી શ્રદ્ધાંજલિ:
-ગૃહમંત્રી
———-
ગૃહમંત્રી ભાવુક થયાં: ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા
——
ગ્રીષ્માના પરિવારજનોએ અશ્રુભર્યા ચહેરે પોલીસ, ન્યાયતંત્ર,રાજ્ય સરકારનો આભાર પ્રગટ કર્યો
———-
ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે સરકારે કડક કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે :હર્ષ સંઘવી


——
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ગત તા.૧૨મી ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.૫મી મે એ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. જેના અનુસંધાને આજરોજ ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સ્વ.ગ્રીષ્માના પરિવારજનોના નિવાસસ્થાને જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં. “ગ્રીષ્માના હત્યારાને ખૂબ જ ઝડપથી ફાંસીની સજા મળશે” તેવું તેના પરિવારને આપેલું વચન પૂર્ણ થવાનો મંત્રીએ સંતોષ વ્યકત કર્યો હતો. પરિવારને મળીને ગૃહમંત્રી પણ આંસુઓને રોકી ન શકતાં ભાવુક થયા હતા.

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજય સરકારની દૃઢ ઈચ્છાશકિતના પરિણામે હત્યા કેસમાં સુરતની દીકરીને સૌથી ઝડપી ન્યાય મળ્યો એ જ સ્વ.ગ્રીષ્માને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગ્રીષ્મા સાથે જે અઘટિત ઘટના બની તેનો ખુબ અફસોસ છે, પરંતુ પરિવારને ન્યાય અપાવવા અને આરોપીને કડક સજા કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તેમની સમગ્ર ટીમે રાતદિવસ મહેનત કરી ફક્ત ૮૨ દિવસમાં તેનું પરિણામ આપ્યું, જેથી ગુજરાતમાં ન્યાય ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચાયો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, “ગુનાહિત માનસિકતા ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ ગુનેગારોને રાજ્ય સરકારનો કડક સંદેશ છે કે કોઈપણ ગુનેગારને સરકાર, પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર સાથે મળીને કડકમાં કડક અને ઝડપી સજા ફટકારશે. રાજ્યમાં અનેક કેસોમાં રેકોર્ડ બ્રેક ટાઈમમાં ચાર્જશીટ ફાઇલ કરી, ગુનેગારોને ત્વરિત સજા થાય તેવા કિસ્સા બન્યા છે, અને આ જ રીતે સરકાર ગુનેગારોને નશ્યત કરવાં કામ કરતી રહેશે.

Advertisement

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને


ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં એવું સ્પષ્ટપણે જણાવતાં મંત્રીશ્રીએ ગુજરાતની શાંતિ અને અસ્મિતાને જાળવી રાખવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોર્ટનો આ નિર્ણય ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય અને સુરક્ષા અપાવતો નિર્ણય છે. આ સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા બદલ પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા”
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, હત્યા કેસમાં સુરતની દિકરીને સૌથી ઝડપી ન્યાય મળ્યો એવા કોર્ટના આ મહત્વના ચુકાદાથી અપરાધી માનસિકતા ધરાવતા તત્વોમાં ડર પેદા થયો છે. રાજ્યના તમામ નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસ હમેશા કટિબદ્ધ રહી છે.
મંત્રી રાજ્યના તમામ માતા-પિતાઓને પોતાના પુત્રો પર ખાસ ધ્યાન રાખે અને તે કોઈ ખોટી દિશામાં જતો હોવાનું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસની ટીમ યુવાઓને ગુનાની દુનિયામાં પ્રવેશતા અટકાવવા તમામ પ્રયત્નો કરશે.
ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ કહ્યું કે, અમારી વ્હાલી દીકરીને આજે ખરા અર્થમાં ન્યાય મળ્યો એની ખુશી છે, પરંતુ તે અમારાથી હંમેશા માટે દૂર જતી રહી છે, તેનું ખુબ દુઃખ છે. ગૃહરાજ્યમંત્રીશ્રીએ આ દુઃખના સમયે ખુબ સાથ-સહકાર આપ્યો હતો, તેમજ આ કેસમાં અમને ઝડપી ન્યાય અપાવવા રાજય સરકાર, પોલીસ ખાતાના અધિકારીઓ સહિત તમામ પ્રત્યે હૃદયથી આભાર વ્યકત કર્યો હતો.

હાર્દીકે કેમ કહ્યુ છોકરાઓનુ બાપા સાંભળતા નથી એનો મતલબ એ નથી કે ઘરમાંથી કાઢી મુકે


અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.૫મીએ સુરતની નીચલી કોર્ટ દ્વારા ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવતા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજના તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી ગ્રીષ્માના માતા-પિતાની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી સ્વ.ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ વેળાએ કૃષિ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાવાડીયા, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સુરત રેન્જના એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસર, ડીવાય.એસપી. વનાર, સરકારી વકીલ નયનભાઈ સુખડવાળા, અગ્રણી કાળુભાઈ ઈટાલીયા, કોર્પોરેટેરો, સામાજિક અગ્રણીઓ, વેકરિયા પરિવારના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ ભારતની એક્ટ્રેસ માલવિકા મોહનન કરી રહી છે ફેન્સને મોહિત

Advertisement

ગુજરાત

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

Published

on

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની… નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી… હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ… અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ 1970 બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.

રેવામાં રેલની 136 વર્ષની તવારીખ : સદીઓમાં પેહલી વખત ઐતિહાસિક 18 લાખના ઘોડાપુરની ભરૂચમાં સુનામી

– 1970 ની મહારેલ : ભરૂચમાં 41.50 ફૂટની સપાટી, 256 ગામના 2.15 લાખ લોકો પ્રભાવિત
– એ ઐતિહાસિક નર્મદા નદીની રેલમાં 355 માનવી અને 1972 પશુઓના થયા હતા મોત
– જુના ભરૂચના કતોપોર બજારમાં 15 ફૂટ જેટલી ઊંચાઈ એ વહ્યાં હતા પુરના પાણી
– ત્રણ દિવસ રહેલા વિનાશક પુરમાં બે દિવસમાં વાવાઝોડા સાથે 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો
– સાલ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવ્યા
– 1937 થી 67 સુધીના 30 વર્ષમાં 15 લાખ ક્યુસેક કરતા વધુના ઘોડાપુર ભરૂચમાં નોંધાયા
– 121.92 મીટરની નર્મદા નદીની સપાટી સુધી 12 લાખ ક્યુસેકના પુરનો ભૃગુણગરીએ કર્યો સામનો
– નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થતા 8 લાખ ક્યુસેકમાં જ 6 વર્ષથી પુર સીમિત થયા
– ડેમ પર દરવાજા બાદ સદીમાં પેહલી વખત 18 લાખ ક્યુસેકથી ભરૂચ ભયંકર પુરનું સાક્ષી બનવા ભણી

ભરૂચ એકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. જેથી ભરૂચ અંકલેશ્વર વાહનવ્યહાર બંધ કરાયો છે. હાઇટેન્શન વાયર સુધી પૂરના પાણી ભરાયા છે. અંકલેશ્વરમા એનડીઆરએફએ 16 લોકોનુ રેસ્કયુ કરાયું છે. જલારામ સોસાયટીમાથી લોકોને રેસ્કયુ કરવામા આવ્યું.

Advertisement

Continue Reading

ગાંધીનગર

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

Published

on

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.

Advertisement

Continue Reading

agriculture

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

Published

on

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા

સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.

તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટે‍ન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.

તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.

તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.

તેઓએ ઉદ્‌વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્‌વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્‌વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્‌વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્‌વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.

Advertisement

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.

મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્‌વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.

મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.

જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.

Advertisement

અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

 

Advertisement

 

 

 

 

 

Advertisement

 

 

Continue Reading
Advertisement

Trending