અમદાવાદ મ્યુનિ.તંત્રને તમામ ટેકસની ૨૨૬ કરોડથી વધુની આવક
ટેકનિકલ ખામીના કારણે અરજદારોની અરજીના નિકાલમાં થતો વિલંબ
અમદાવાદ મ્યુનિ દ્વારા શરુ કરવામાં આવેલી એડવાન્સ ટેકસ ઈન્સેન્ટીવ સ્કીમને પગલે એક એપ્રિલથી ૭ મે સુધીમાં તંત્રને તમામ ટેકસની ૨૨૬ કરોડથી વધુ આવક થવા પામી છે.મિલકતવેરા પેટે ૧૮૮ કરોડથી વધુ અને પ્રોફેશન ટેકસ પેટે ૧૯.૮૪ કરોડથી વધુ આવક થઈ છે.સ્માર્ટ સિટી તંત્રમાં ટેકનિકલ ખામીના કારણે ટેકસ માટે વિવિધ પ્રકારની અરજદારોની અરજીના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે.
એડવાન્સ ટેકસ ઈન્સેન્ટીવ સ્કીમને કારણે ૧ મેથી ૭ મે સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેકસ પેટે ૫૧.૯૭ કરોડની આવક થઈ છે.પહેલી એપ્રિલ-૨૦૨૨થી ૭ મે-૨૦૨૨ સુધીમાં મિલકતવેરા પેટે ૧૮૮.૬૩ કરોડ, પ્રોફેશન ટેકસ પેટે ૧૯.૮૪ કરોડ જયારે વ્હીકલ ટેકસ પેટે ૧૭.૫૭ કરોડ આવક થવા પામી છે.દરમ્યાન ટેકનિકલ ખામીના કારણે અરજદારો દ્વારા નામ ટ્રાન્સફર સહિતની ટેકસ વિભાગને લગતી અરજી કરાયા બાદ મેન્યુઅલી અરજીમાં સુધારો થયા બાદ પણ થયેલા સુધારા અપડેટ થઈ શકતા ન હોવાથી અરજીઓના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે.આ કારણથી અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.