By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨’’નું આયોજન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨’’નું આયોજન
ગાંધીનગરગુજરાતશિક્ષણ

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨’’નું આયોજન

Web Editor Panchat
Last updated: August 24, 2022 11:34 pm
Web Editor Panchat Published August 24, 2022
Share
SHARE

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨’’નું આયોજન
…….
સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે
……..
આગામી તા.રર-ર૩ સપ્ટેમ્બરે રિજીયોનલ રાઉન્ડ તથા તા.ર૭-ર૮ સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફિનાલે યોજાશે
…….
*રાજ્ય સરકારના વિવિધ વિભાગો-કચેરીઓ-ઉદ્યોગો તરફથી મળેલા ૭૭પ થી વધુ
પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કોમ્પાઇલેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન*
……………
શિક્ષણ વિભાગના અન્ય બે પ્રકાશનો-ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લીમેન્ટેશન કોમ્પોડીયમ અને Scope ના એન્યુઅલ એક્ટિવિટીઝ કેલેન્ડરનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યુ

……………….
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અન્વયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-ર૦રર માટે મળેલા ૭૭પ થી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ના કોમ્પાઇલેશનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું
તેમણે આ ઉપરાંત ન્યૂ એજ્યુકેશન પોલિસીના પ્રથમ બે વર્ષ દરમ્યાન રાજ્યમાં સફળ અમલીકરણના દસ્તાવેજ સમાન NEP કોમ્પોડીયમનું વિમોચન પણ કર્યુ હતું
એટલું જ નહિ, Scope ની વાર્ષિક ગતિવિધિઓની વિસ્તૃત વિગતો ધરાવતા એન્યુઅલ કેલેન્ડર ઓફ એક્ટિવીટીઝને પણ મુખ્યમંત્રીશ્રીએ લોંચ કર્યુ હતું
શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ ભાઈ પરમાર, ટીચર્સ યુનિવર્સિટી ના હર્ષદભાઈ પટેલ ,જી.ટી.યુના વાઈસ ચાન્સેલર શેઠ,કે.સી.જી ના શ્રી એ.યુ.પટેલ તેમજ શિક્ષણના અગ્ર સચિવ શ્રી હૈદર અને વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા
શિક્ષણ મંત્રી જીતુ ભાઈ વાઘણીએ આ અંગેની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી
SSIP 2.0 હેઠળ ગુજરાત રાજયમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત “રાજ્ય-સ્તરીય આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન ૨૦૨૨”નું આયોજન કરવામાં આવેલું છે.
તે અંતર્ગત સરકારી વિભાગો, કચેરીઓ અને ઉધોગો તરફથી ૭૭૫ થી વધુ પ્રોબ્લેમ્સ સ્ટેટમેન્ટ મળેલા છે.
સરકારના વિવિધ વિભાગોના ૧૫૨, સરકારી કચેરીઓના ૪૮૯ અને ઉદ્યોગ ગૃહોના ૧૪૨ પ્રોબેલ્મ સ્ટેટમેન્ટનો આમાં સમાવેશ થાય છે
આ સ્પર્ધામાં ગુજરાતની કોઈપણ કોલેજ/યુનિવર્સિટીમાં કોઈપણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને શાળાઓના વિદ્યાર્થીઓ (૯ થી ૧૨ ધોરણ) મળી આશરે ૧૨૦૦૦ જેટલા વિધ્યાર્થીઓ ભાગ લેશે તેવો અંદાજ રાખવામા આવ્યો છે
આ સ્પર્ધા અન્વયે સમસ્યાઓના ઉકેલ શોધી તેના પ્રોટોટાઈપ કે મોડેલ તૈયાર કરવા માટે ૨ દિવસની રિજીઓનલ રાઉન્ડ અને ગ્રાન્ડ ફિનાલે રાજ્યની જુદી જુદી સંસ્થાઓ ખાતે માટે યોજવામાં આવશે.
જેમાં ટીમ દ્રારા પ્રેઝન્ટેશન, મેન્ટર દ્રારા મેંટરીંગ અને જયુરી દ્રારા મૂલ્યાંકન જેવી એક્ટિવિટી થશે.
ટીમ રજીસ્ટ્રેશન ઓગસ્ટ ૨૦૨૨ ના ચોથા અઠવાડિયામાં શરૂ થશે.
આ સ્પર્ધાનો રિજીઓનલ રાઉન્ડ આગામી ૨૨-૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ અને ગ્રાન્ડ ફિનાલે ૨૭-૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ યોજાશે.
વિજેતા ટીમને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ /પ્રોટોટાઈપ બનાવવા રૂ ૨,૫૦,૦૦૦/- ની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી સહાય કરવામાં આવશે.
વિજેતા ટીમને મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તથા અન્ય મંત્રીઓ દ્રારા ઈનામ પણ આપવામાં આવશે.
વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ઈનામ વિતરણ કરવામાં આવશે.

કેન્દ્રીય કેબીનેટે હાલની ભારતીય શિક્ષણ પ્રણાલીમાં અનેક ફેરફારો રજૂ કરવાના લક્ષ્ય સાથે ૨૯મી જુલાઈ ૨૦૨૦નાં રોજ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને મંજુરી આપેલી છે
તે અંતર્ગત ગુજરાતમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રમાં લેવામાં આવેલા વિવિધ પગલાઓ તેમજ તે અંગે કરવામાં આવેલી કામગીરીના અગત્યની બાબતોમાં ડિજીટલ લર્નિંગ ODL, મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન, સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS), Gujarat Accreditation and Ranking Institutional Mechanism and Arrangement (GARIMA) સેલ, એમ્બેડેડ ઇન્ટર્નશિપ, વોકેશનલાઝેશન વગેરેનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ આ બધી જ ગતિવિધિઓની સવિસ્તાર માહિતી સાથેના NEP કોમ્પોડીયમનું પણ વિમોચન કર્યુ હતું.
ગુજરાતના યુવાન યુવતીઓમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જ્વળ તકો પ્રાપ્ત થાય તેવા હેતુથી Society for Creation of Opportunities through Proficiency in English(SCOPE) સંસ્થાની સ્થાપના થઇ છે.
SCOPE દ્વારા મુખ્યત્વે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિભાગ “Cambridge English Assessment દ્વારા અંગ્રેજી ભાષાના Reading, Listening and Speaking જેવા કૌશલ્ય પરીક્ષા દ્વારા ચકાસણી કરવામાં આવે છે.
મુખ્યમંત્રી દ્વારા આ સંસ્થાની વાર્ષિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર પણ લોંચ કરવામાં આવ્યું હતું.
આ કેલેન્ડરમાં અંગ્રેજીના વિવિધ વિષયો પર અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવા ઓનલાઇન વેબિનાર, ઇ-ક્વિઝ, વર્કશોપ, વિવિધ સ્પર્ધાઓ વકૃત્વ-કાવ્યગાન, પત્રલેખન, વાર્તાલેખન, ચિત્રલેખન વગેરે આયોજનની વિગત આપવામાં આવેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ છેલ્લા પાંચ વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે.
જેમાં ઉદ્યોગો અને સરકારી વિભાગો દ્વારા આપેલ સમસ્યાઓનું ટેકનોલોજી દ્વારા સમાધાન કરવામાં આવે છે.
છેલ્લી ૩ હેકાથોનમા ૩૩,૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લઈ ને ૬૬૨ સમસ્યાઓ પર સતત ૩૬ કલાક કામ કરી ને સમસ્યાનું સમાધાન આપેલું હતું.

આ ૩ હેકાથોન સ્પર્ધા માં ૬૯ ટીમ ને કુલ રૂ.૨૫.૨૫ લાખ નું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.
____

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:bhupendra patelcmo gujaratjitu vaghanipradip parmarSTART UP
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?