શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે
*****
સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ મેરીટ યાદી (Provisional Merit List) જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો હોય તો તેઓએ આગામી તા. ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી પોતાનો વાંધો જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવેલ હોય, તે જ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવાનો રહેશે.
આ અન્વયે જરૂરી સૂચનાઓ વેબસાઈટ https://www.gserc.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.