By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી
અમદાવાદગુજરાત

ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: June 23, 2022 7:30 pm
Web Editor Panchat Published June 23, 2022
Share
SHARE

ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી

DHFLએ ભાજપ સરકારના નાક નીચે 34,615 કરોડનું બેંક કૌભાંડ આચર્યુંઃ ઇસુદાન ગઢવી

ભાજપ સરકારની નબળી નીતિઓને કારણે DHFLએ 17 બેંકોને રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરીઃ ઇસુદાન ગઢવી

થોડા સમય પહેલા ABG શિપયાર્ડ કંપનીએ 23000 કરોડનું કૌભાંડ કર્યું હતુંઃ ઇસુદાન ગઢવી

ભાજપના શાસન પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ 13000 કરોડનું બેંક કૌભાંડ કર્યું હતું જેમાં આજ સુધી કોઈને સજા થઈ નથીઃ ઈસુદાન ગઢવી

9000 કરોડનું બેંક કૌભાંડ કરીને વિજય માલ્યા પણ આઝાદ ફરે છેઃ ઇસુદાન ગઢવી

કદાચ ભાજપ સરકાર બેંક કૌભાંડીઓને વિશેષ સુવિધા આપી રહી છે, તેથી જ આટલા મોટા બેંક કૌભાંડો થઈ રહ્યા છેઃ ઈસુદાન ગઢવી

ભાજપના શાસનમાં બેંકોમાં પબ્લિકના પૈસા અસુરક્ષિત છે: ઇસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ દેશના સૌથી મોટા બેંક કૌભાંડ પર બોલતા કહ્યું કે, જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બાબત બની ગઈ છે. ભૂતકાળમાં પણ ઘણા લોકોએ બેંકોમાંથી હજારો કરોડ રૂપિયા લૂંટ્યા હતા અને આ ચલણ હજુ પણ ચાલુ છે. DHFL કંપનીના પ્રમોટરોએ 17 બેંકોમાં 34615 કરોડનું કૌભાંડ આચર્યું છે.

જ્યારથી ભાજપ સરકાર સત્તામાં છે ત્યારથી એક પછી એક બેંક કૌભાંડો થઈ રહ્યા છે અને તેના કારણે પ્રામાણિક જનતાના પૈસા અસુરક્ષિત બન્યા છે. 2010 થી 2018 સુધીમાં કુલ રૂ. 42,871 કરોડની લોન આપવામાં આવી હતી અને DHFLના પ્રમોટર્સે તે નાણાંનો દુરુપયોગ કર્યો હતો અને આ નાણાં અંગત મિલકત ખરીદવા માટે ખર્ચવામાં આવ્યા હતા. તેમ છતાં સરકારને આ બધી બાબતો વિશે કોઈ માહિતી મળી ન હતી અને આખરે હવે દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ આપણી સામે આવ્યું છે.

અગાઉ ABG શિપયાર્ડ કંપનીએ 23000 કરોડનું કૌભાંડ કર્યું હતું. નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પણ આવા મોટા બેંક કૌભાંડો કરીને દેશ છોડીને ચાલ્યા ગયા છે અને ભાજપ સરકાર કંઈ કરી શકી નથી. ભાજપ સરકાર કહે છે કે ‘મેં ભી ચોકીદાર’ પરંતુ ભાજપ સરકારે કૌભાંડીઓને રોકવા અને પકડવામાં કોઈ પ્રયાસ કર્યો નથી. આજે આ બધા કૌભાંડીઓ દેશના પૈસા લૂંટી રહ્યા છે અને બીજા દેશોમાં વૈભવી જીવન જીવી રહ્યા છે. અને બીજી તરફ આ કૌભાંડો બાદ જ ઘણી વખત બેંકોનું કામકાજ બંધ થયેલું છે, જેના કારણે બેંકોના ગ્રાહકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. આ બધું ભાજપ સરકારની નિષ્ફળ આર્થિક નીતિઓને કારણે થઈ રહ્યું છે.

જો વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકોને શરૂઆતમાં જ પકડીને સજા કરવામાં આવી હોત તો કદાચ બીજા કોઈએ આટલું મોટું કૌભાંડ આચરવાની કોશિશ ન કરી હોત, પરંતુ ભાજપ સરકારનું હંમેશા મોટા મોટા બેંક કૌભાંડો ને લઈને નિરાશાજનક વલણ રહ્યું છે. અમને શંકા છે કે કદાચ ભાજપ સરકાર બેંક કૌભાંડીઓને વિશેષ સુવિધા આપી રહી છે, તેથી જ આટલા બેંક કૌભાંડો થઈ રહ્યા છે.

આજે ભાજપ સરકારની નબળી નીતિઓને કારણે DHFL એ 17 બેંકો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરી છે અને જો આ કૌભાંડીઓને વહેલી તકે કડકમાં કડક સજા નહીં કરવામાં આવે તો કદાચ આવા વધુ કૌભાંડો થઈ શકે છે કારણ કે કેન્દ્ર સરકાર બેંક કૌભાંડ ને લઈને જરાય જાગૃત નથી. સરકારના આવા વલણને કારણે આજે ખોટા લોકો કરોડોની મહેનતની કમાણી પર નજર રાખે છે, જેઓ સરકારના નાક નીચેથી આવા કૌભાંડો કરે છે.

કેન્દ્રની ભાજપ સરકારને અમારી અપીલ છે કે જનતાના નાણાને સુરક્ષિત રાખવા માટે મજબૂત આર્થિક નીતિઓનો અમલ કરે અને છેતરપિંડી કરનારાઓ સામે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે જેથી કરીને બેંકિંગ સિસ્ટમમાં જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.

You Might Also Like

રાજ્યની મેડીકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકી તે પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરુ થશે?

આંબા ઘાટા- દાંતા રસ્તા પર થયેલ લેન્ડ સ્લાઇડના કારણે બંધ થયેલ રસ્તાને યુદ્ધના ધોરણે રીપેર કરીને પુનઃશરૂ કરાયો

ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની કરવા ગુજરાત સજ્જ – અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સંપન્ન

TAGGED:AAPAAP ISUDAN GADHAVIdhfl
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ: ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪
અમદાવાદ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 247 મૃતકોના DNA મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગુજરાત
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર, 40 જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
ભર ચોમાસે હાઇવે પર દોડતી વાઇપર વિહોણી એસ.ટી બસો મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન
અમદાવાદ ગુજરાત જામનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?