Connect with us

અમદાવાદ

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા. ૪થી સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ભવ્ય સમારોહમાં ૩૬ મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે

Published

on

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા. ૪થી સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ભવ્ય સમારોહમાં ૩૬ મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે
———————–
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ યોજાશે
————————-
ગુજરાતના પેરા-ઍથ્લેટ્સનું સન્માન કરાશે : ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે
—————————
રવિવાર, તા. ૪ થી સપ્ટેમ્બરે સાંજે ૬.૦૦ કલાકે ટ્રાન્સસ્ટેડીયામાં ભવ્ય રંગારંગ સમારોહનું આયોજન
—————————–

અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે રવિવારે, તા. ૪થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમિયાન રમાનારી ૩૬મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે.

‘રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણી’ની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬ મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦,૦૦૦ જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. ૩૬મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ૬.૦૦ કલાકે યોજાશે.

ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.

Advertisement

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ મી માર્ચ,૨૦૨૨ ના રોજ ૧૧મા ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક ૫૫ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વ્યક્તિગત ઉપરાંત ટીમ, શાળા, અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને ₹ ૩૦ કરોડના ઇનામો એનાયત કરાયા છે. સફળતાપૂર્વક યોજાઈ ગયેલા ૧૧મા ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની રકમ એનાયત કરાશે અને ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે.

ગુજરાતના પેરા-ઍથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા-ઍથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથોસાથ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાશે.

આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

amc

અમદાવાદમાં બે માસમાં ૨૦૦ જેટલા ઓરીના કેસ નોંધાયા

Published

on

અમદાવાદમાં બે માસમાં ૨૦૦ જેટલા ઓરીના કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનનો ઓછો થયા બાદ પાંચ વર્ષ સુધીના બાળકો ઓરીનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમા ઓરીના કેસની સ્થિતિને લઇ કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમા તપાસ શરૂ કરી છે..અમદાવાદ મહાનગર પાલિકા ના આરોગ્ય વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામા આવ્યુ છે. ગીચ વસ્તી અને સ્લમ વિસ્તારમા આશા હેલ્થ વર્કરની ટીમને હાઉસ ટુ હાઉસ સર્વે માટે મોકલતા અત્યાર સુધીમા શહેરના નવ વિસ્તારમાંથી 2૦૦ જેટલા ઓરીના કેસ જોવા મળ્યા છે. દાણીલીમડા,સરખેજ, બહેરમપુરા, ગોમતીપુર સહિતનાં વિસ્તારમાં કેસ નોંધાયા છે.

Continue Reading

Uncategorized

ગુજરાતના ભાવિ માટે રન ફોર વોટનું કરાયું આયોજન

Published

on

ગુજરાતના ભાવિ માટે રન ફોર વોટનું કરાયું આયોજન
ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ના રોજ મતદાન થનાર છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે લોક જાગૃતિ ના ઉદેશથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રન ફોર વોટનું આયોજન અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા આયોજન કરાયું હતું વધુને વધુ લોકો મતદાન કરે અને જાગૃત થાય તેના માટે યોજાયેલી આ દોડમાં 15,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. લોકો વધુમાં વધુ વોટ કરવા પ્રેરિત થાય તેના માટે આ રન પર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદનથી ઇન્કમટેક્સ સુધી આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લા સહિતના ગામડાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લોકોએ ભાગ લીધો હતો.

Continue Reading

અમદાવાદ

પાટીદાર અનામત આંદોલન સમિતિ ના નેતા જયેશ પટેલ અને ઉદય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે

Published

on

પાટીદાર અનામત આંદોલન સમિતિ ના નેતા જયેશ પટેલ અને ઉદય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે રાજકીય નેતાઓ માં પક્ષ બદલવાની મોસમ જામી છે..પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા ગુજરાતના દિગજ્જ નેતા જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલ ની આગેવાની મા અન્ય કન્વિનરો અને ટીમ સહીત ૧૫૦૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપ મા જોડાશે

જયેશ પટેલ – પાસ કન્વિનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય)
ઉદય પટેલ – પાસ કન્વિનર,મધ્ય ગુજરાત (કોર કમિટી સભ્ય)
ધર્મેશભાઈ પટેલ – પાસ કન્વિનર, માણસા
યશ પટેલ – પાસ કન્વિનર, મહીસાગર જીલ્લા
રાધે પટેલ – પાસ કન્વિનર, ભરુચ જીલ્લા
બ્રિજેશ પટેલ – પાસ કન્વિનર, રાજકોટ
ભાવેશ પટેલ – પાસ કન્વિનર, ધાંગધ્રા
મિલનભાઈ કાવર – પાસ કન્વિનર, હળવદ
હિલ પટેલ – પાસ કન્વિનર, ગારીયાધાર
જીતેન્દ્ર પટેલ – પાસ કન્વિનર, શહેરા
ડાહયાભાઈ પટેલ – પાસ અગ્રણી, ગોધરા
શૈલીન પટેલ – વરણામા વડોદરા પાસ
ક્રિષ્ણા પટેલ – પાસ કન્વિનર, વડોદરા
મૌલીક પટેલ – કન્વિનર – ઈડર, પાસ
મિત પટેલ – પાસ સોશીયલ મીડીયા કન્વિનર
શૈલેષ પટેલ – પાસ આગેવાન, ઉંજા

Advertisement
Continue Reading

Trending