By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિ ના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિ ના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
અમદાવાદગુજરાત

સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિ ના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Web Editor Panchat
Last updated: August 3, 2022 6:42 pm
Web Editor Panchat Published August 3, 2022
Share
SHARE

કેસરિયા યુવા વાહિની ના રાષ્ટ્રીય અધ્યક્ષ, સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિ ના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

અરવિંદ કેજરીવાલ જી ની કામ ની રાજનીતિ થી પ્રભાવિત થઈ વિજય દવે જી 4 હોદ્દેદારો અને 40,000 થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઈસુદાન ગઢવી

ભાજપ અને કોંગ્રેસના પ્રામાણિક લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી વેપારીઓની પહેલી પસંદ બની છેઃ ઇસુદાન ગઢવી

આજે દરેક સમાજ, ધર્મ અને દરેક વ્યવસાયના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી એ કોઈ પણ જાતિ જ્ઞાતિ માં વિશ્વાસ રાખતી નથી, તેમની વિચારધારા માં સર્વધર્મ સમભાવ છે: વિજય દવે

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ મીડિયા ને એક મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે. જે વ્યક્તિ ઓ ગુજરાત ની સેવા કરવા માંગે છે, દેશની સેવા કરવા માંગે છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે દરેક સમાજ, ધર્મ અને દરેક વ્યવસાયના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી અન્ય પાર્ટી ના ઈમાનદાર લોકો માટે પણ પહેલી પસંદ બની ગઈ છે. જેના કારણે લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ કડી માં વધુ એક નામ જોડાઈ રહ્યું છે.

કેસરિયા યુવા વાહિની ના રાષ્ટ્રીય અધ્યક્ષ, સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિ ના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા. વિજય દવે અરવિંદ કેજરીવાલ જી ના માર્ગદર્શન હેઠળ 4 હોદ્દેદારો અને 40,000 થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તે વ્યવસાયિક રીતે કન્સ્ટ્રકશન અને એક્સપોર્ટ નું કામ કરે છે. વિજય દવે અગાઉ કોંગ્રેસ પક્ષ તેમજ ગુજરાત ભાજપમાં રાજ્યકક્ષાએ કામ કરી ચૂક્યા છે. આ સાથે તેમણે સામાજિક કાર્યોમાં પણ ઘણું યોગદાન આપ્યું છે. વિજય દવે કેસરિયા હિન્દુ યુવા વાહિની અને બ્રહ્મ સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેસરિયા હિન્દુ સેવા દળ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.

વિજય દવે સાથે જે 4 હોદેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમના વિશે જણાવતા ઈસુદાન ગઢવી એ કહ્યું કે, ચંપુભાઈ ભુકણ જે રાજુલા આહીર યુવા અગ્રણી અને રાજુલા તાલુકા પૂર્વ મહામંત્રી-કોંગ્રેસ અને માજી સરપંચ છે. ધીરુભાઈ જાની જે બ્રાહ્મણ સમાજ અગ્રણી બરોડા અને કેસરિયા હિન્દુ વાહિની ગુજરાત ના સંયોજક છે. રઘુભાઇ ભરવાડ જે ભરવાડ સમાજ અગ્રણી અને નવસારી જિલ્લાના ગૌરક્ષક સંયોજક છે. અને બી.એન. જાની જે રિટાયર્ડ બી.એસ.એલ. અધિકારી છે અને આણંદ કેસરિયા હિન્દુ વાહિની ના પ્રમુખ છે.

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા વિજય દવે, ચંપુભાઈ ભુકણ, ધીરુભાઈ જાની, રઘુભાઇ ભરવાડ, બી.એન. જાની આજે વિધિવત રીતે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

અરવિંદ કેજરીવાલ જી ની વિચારધારા અને દિલ્હીમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો થી પ્રભાવિત થઈને વિજય દવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે તેમણે એ પણ જોયું કે અરવિંદ કેજરીવાલ જી ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બધી બાબતો જોઈને વિજય દવેએ નક્કી કર્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગુજરાતની જનતાની સેવા કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત ની રાજનીતિ માં બદલાવ અવશ્ય લાવશે એ નિશ્ચિત છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વીજળી મુદ્દે અને વ્યાપારીઓ ની સમસ્યા ના મુદ્દે ગેરેંટી આપી ચુકી છે. તેના કારણે આમ આદમી પાર્ટી નું પ્રભુત્વ હવે ગુજરાતના દરેક નાગરિક પર અસર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ સરકાર બન્યા ના 3 મહિના પછી દરેક પરિવારને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની ગેરેંટી આપી છે. ‘આપ’ ની આવી ભેટ ના કારણે આજે ગુજરાત માં ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગ ના પરિવાર માં આનંદ નો માહોલ છે.

વેપારીઓ સાથે પણ અરવિંદ કેજરીવાલ જી એ પોતે રાજકોટ માં ટાઉન હોલ કાર્યક્રમ કરીને 5 ગેરેંટીઓ આપી છે જેમાં ભયમુક્ત અને સરકાર ની સાથે પાર્ટનરશીપ વાળી વ્યવસ્થા બનાવવાનો વાયદો કર્યો છે. જેની જાહેરાત પછી ગુજરાત ના વેપારીઓને પણ વિશ્વાસ થઈ ગયો છે કે આમ આદમી પાર્ટી દ્વારા તેમની દરેક સમસ્યા નું નિવારણ શક્ય છે. આમ આદમી પાર્ટી ની આવી મહેનત અને હંમેશા જનતા ની સુખ સુવિધાઓ માટે વિચારીને પગલાં ભરવાની નિયત જ આમ આદમી પાર્ટી ને દેશ ની બીજી પાર્ટીઓ થી અલગ અને જનતા ની પ્રિય પાર્ટી બનાવે છે.

આમ આદમી પાર્ટી માં જોડાવા બદલ ટિપ્પણી કરતા વિજય દવે એ મીડિયાને સંબોધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી ના કાર્યો થી પ્રભાવિત થઈને હું ‘આપ’ માં જોડાયો છું. અરવિંદ કેજરીવાલ જી જે કહે છે તે કરે છે, તેમની આ વાત થી પ્રભાવિત થઈને 40,000 થી વધુ સમર્થકો ને એક મંતવ્ય પર લાવીને આજે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. આમ આદમી પાર્ટી એ કોઈ પણ જાતિ જ્ઞાતિ માં વિશ્વાસ રાખતી નથી, તેમની વિચારધારા માં સર્વધર્મ સમભાવ છે.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈંટ સેક્રેટરી મથુરભાઈ બલદાણી, અમરેલી જિલ્લા ના ઉપપ્રમુખ ભરતભાઈ આહીર અને અમરેલી જિલ્લા વેપારી સેલ ના ઉપપ્રમુખ જીતુભાઇ કાછણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ સરકાર આસ્થા નું અપમાન કરનાર 18% GST હટાવોઃ ‘આપ’

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:AAPgujarataapIsudan Gadhavijoin
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?