વાઘાણીએ સીઆર પાટીલના નામે કેમ કર્યો બદલી માટે ફોન !
સમાન્ય રીતે જ્યારથી ભુપેન્દ્ર પટેલ ઉર્ફે દાદા ગુજરાતના નવા સીએમ બન્યા છે,,ત્યારથી ગુજરાત સરકારમાં સુપર સીએમ તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુપર સીએમ છે તેવી ચર્ચા થતી હોય છે
ત્યારે અમરેલી માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને એક ક્લાર્કની બદલી જુનાગઢ કરવાનો આદેશ સી આર પાટીલના નામથી થયો,,આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોધાઇ
ઘટના જાણે એમ છે કે રાજકોટના કાર્યપાલક ઇજનેર એનજી શીલુ 16 જુને ઓફિસમાં બેઠા હતા,ત્યારે તેમને ફોન આવ્ય કો હુ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ બોલુ છું,, અમેરેલી માર્ગ અને મકાન વિભાગના ક્લાર્ક કુલદીપની બદલી કરી નાખો,,
એન જી શીલુ બીજુ કઇ પુછે તે પહેલાજ ફોન કરનાર વ્યક્તિએ કોલ ડીસકેનેક્ટ કરી દીધો હતો, ત્યારે એન જી શીલુએ આં અંગે પોલીસને આ અંગે ફરિયાદ કરી,, ત્યારે પોલીસે ફોન કોલના આધારે સુરતમાં રહેતા ભરત ભાઇ વાધાણીને ઝડપી પાડ્યો.
વાધાણીએ પુછ પરછ દરમિયાન જણાવ્યુ કે તે આઉટ સોર્સીંગથી સફાઇકામનો કોન્ટ્રાક્ટ રાખે છે, તેણે અમરેલીની માર્ગ અને મકાન કચરીમાં કોન્ટ્રાક્ટ રાખી 24 લોકોને કામ ઉપર રાખ્યો છે, ત્યારે બિલો પાસ કરાવવા બાબતે એકાઉન્ટ શાખામાં કામ કરતા
કર્મચારી કુલદિપ સુપરવાઇઝર અને તેમના સહયોગિયો સાથે વિવાદ થતો હતો, પરિણામે તેને આવો બનાવટી ફોન કર્યો હતો,
આ અંગે સાઇબર ક્રાઇમા એસીબી જે એમ યાદવે જણાવ્યુ હતું કે ભરત ભાઇ વાધાણીએ ભાવનગરની કોલેજમાં ડીપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પણ કર્યુ છે, પત્ની બાળકો અને માતા તેના પરિવારમાં છે, હાલ તે સુરતમા રહે છે,, અને આઉટ સોર્સિંગ થકી વિવિધ
સરકારી બિલ્ડીંગોના રિનોવેશન અને સફાઇનુ કામ કોન્ટ્રાક્ટ ઉપર લે છે,
સવાલ એ થાય છે ભરત વાધાણીને આટલી હિમ્મત કેમ ચાલી કે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામે ફોન કરીને બદલી કરાવવાની હિમ્મત કરી, ત્યારે સંભાવના છે કે તે એક તો સુરતનો છે,જ્યારે બીજી બાજુ ચર્ચાઓ તેણે પણ સાંભળી હશે કે
સી આર પાટીલ હવે સુપર સીએમ છે,,તો કેમ ન તેના નામનો ઉપયોગ કરાય,, પણ તે ભુલી ગયો કે હાલ ટેક્નોલોજીનો જમાનો છે, ફેક કોલ એક મિનીટમાં પકડી શકાય છે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ ની બદલીઓ નો દોર શરૂ કર્યો છે..ગૃહ વિભાગ દ્વારા 113 પોલીસ ઇન્સ્પેકટર ની બદલીઓ કરી દેવામાં આવી છે જેને લઇ ને કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીઓ માં ગમગીની જોવા મળી રહી છે
આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી મૃતક ની ચેટ વાયરલ થઇ ?
મુખ્યપ્રધાન ના મત વિસ્તાર માં રહેતા પોલીસ કોન્સ્ટેબલે કેમ પરિવાર સાથે આત્મહત્યા કરી ?
અમદાવાદ શહેરમાં આપઘાતના કેસોમાં થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ માં ગોતામાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી ને જીવન ટૂંકાવી દીધું છે.ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.
Advertisement
જોકે પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત કરવા પાછળ કોઈ કારણ છે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે તો આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે..
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાની આ ઘટના એ સમગ્ર બેડા ને હચમચાવી દીધો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે એક તપાસ નો વિષય છે. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે તેમના ભાઈ સહીત પરિવારે કેમ આત્મહત્યા કરી કેમ તે અંગે તેમને અંદાજ પણ ન હતો.
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022 માં યોજાનાર ચૂંટણી ને ધ્યાને રાખી ને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 116 પી એસ આઈ ની બદલી કરી દીધી છે આ તમામ પી એસ આઈ ની આંતરિક બદલી વહીવટી કારણોસર કરાઈ છે.જોકે કેટલાક પી એસ આઈ પોતાના મનગમતા પોસ્ટિંગ ને લઇ ગોડ ફાધર ને શરણે પહોંચ્યા છે જોકે તેમનું ચાલશે કે કેમ તે સમય બતાવશે.