By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે .૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે .૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે
ગાંધીનગરગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે .૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે

Web Editor Panchat
Last updated: June 9, 2022 2:13 pm
Web Editor Panchat Published June 9, 2022
Share
SHARE

ગુજરાત ગૌરવ સંમેલન નવસારી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે .૧૦ મી જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નવસારી ખાતે રૂ. ૩૦૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ,ખાતમૂહુર્ત અને ભૂમિપુજન કરાશે

રૂ. ૫૪૨.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી નવીન મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને ડિજીટલ સેવાઓથી સજ્જ હશે

રાજ્યમાં નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે ગણતરીના દિવસોમાં રૂ.૨૨૫૦ કરોડના ખર્ચે નવીન સરકારી મેડિકલ કૉલેજ નિર્માણ પામશે : પ્રત્યેક મેડિકલ કૉલેજ દીઠ ૧૦૦ સીટ ઉપલબ્ધ બનશે – આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
****
-: નવસારી મેડિકલ કૉલેજમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓ:-
૬૬૦ કેપેસીટીની અલાયદી બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલ
ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ લેક્ચર થીયેટર્સ
સ્કીલ લેબોરેટરી, મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની સેવાઓ

નવીન હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ -:

નવીન ૪૫૦ બેડ કેપેસીટી
૪ મોડ્યુલર ઓપરેશન થીયેટર સાથે કુલ ૮ ઓપરેશન થીયેટર
૨૨ ઓ.પી.ડી. ક્લીનીક સેવાઓ ઉપલબ્ધ થશે.
********
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૧૦ મી જૂનના રોજ નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે.
પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત ૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને અંદાજીત ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના હસ્તે કરવામાં આવશે.

નવસારી ખાતે અંદાજીત રૂ. ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન શ્રી ભૂમિપૂજન કરશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે.

જેના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્ધ કરાવીને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં નવસારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ યશ કલગી ઉમેરશે. જેના થકી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

નવસારી ખાતે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ કેમ્પસ વિશાળકાય જગ્યામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.

અંદાજીત ૧.૫૦ લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. જેમાં ૨૩ હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કૉલેજ જ્યારે ૬૫ હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે.

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થનારી મેડિકલ કૉલેજમાં ૪ લેક્ચર થીયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટસની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે.

શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેડિકલ કૉલેજ કેમ્પસમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા ૩૩૦ કેપેસીટીની બોય્સ અને ૩૩૦ કેપેસીટીની ગર્લ્સ હોસ્ટેલ પણ કેમ્પસમાં જ નિર્માણ પામશે.

કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં ૪૫૦પથારીની સુવિધા ઉપલબ્ધ બનતા હોસ્પિટલની કુલ બેડ ક્ષમતા ૫૧૧ થશે.

જેમાં ૪ મોડ્યુલર ઓપરેશન થીયેટર સાથેના કુલ ૮ ઓપરેશન થીયેટર કાર્યરત થશે. ૨૨ ઓ.પી.ડી. ક્લીનીક સેવાઓ ઉપલબ્ધ થશે.

તદ્ઉપરાંત નવીન હોસ્પિટલ સંપૂર્ણપણે સી.સી.ટી.વી. સુવિધાથી સજ્જ, અલાયદુ ઇમરજન્સી કેર સેન્ટર, સાથેની તમામ માળખાગત અને જરૂરી સેવાઓ અને સુવિધાઓ નવીન હોસ્પિટલમાં કાર્યરત થનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨ પહેલા ગુજરાતમાં ફક્ત ૮ મેડિકલ કૉલેજ હતી. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓને ગુજરાત અને દેશબહાર શિક્ષણાર્થે જવું પડતુ. શ્રી નરેન્દ્રભાઇની દિર્ધદ્રષ્ટિ અને સક્ષમ નેતૃત્વના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં ૩૧ જેટલી સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજ કાર્યરત બની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્ધ કરાવવા કટિબધ્ધ છે.

જેના પરિણામ સ્વરૂપ આ વર્ષે સમગ્ર રાજ્યમાં નવસારી, રાજપીપળા(નર્મદા), ગોધરા(પંચમહાલ), મોરબી અને પોરબંદર ખાતે નવીન મેડિકલ કૉલેજ ટૂંક સમયમાં નિર્માણ પામનાર છે. જેમાં પ્રત્યેક કૉલેજ દીઠ ૧૦૦ બેઠકની ફાળવણી કરવામાં આવશે. જે માટે અંદાજીત રૂ.૨૨૫૦ કરોડનું આયોજન હાથ ધરાયું છે.

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:bhupendra patelc r patilcmo gujarathealthhealth commishonerjayprakash shivharejitu vaghaniNarendra Modinavsari medical collegerajendra trivedirushikesh patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?