By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાતરાજકારણ

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

Web Editor Panchat
Last updated: March 31, 2022 9:55 am
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

ભરત સિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

અમદાવાદ

ગુજરાત કોગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સામે મહિલાઓના યૌન શોષણનો આરોપ કોગ્રેસની મહિલા નેતાએ લગાવ્યો છે,એક નેતા છે ભરત સિહ સોલંકી અને બીજા નેતા છે ગુજરાત કોગ્રેસના પુર્વ પ્રમુખ અને આંકલાવ (Aanklav) ના ધારાસભ્ય અમિત ચાવડા વંદના બેન પટેલે પંચાત ટીવી સાથે એક્સક્લુસીવ વાત ચિત કરી છે. તેમની માનીએ તો ભરત સિહ સોલંકી દુર્યોધન છે, તો અમિત ચાવડા તેમને છાવરવા વાળા દુશાસન છે. તેઓ હવે બન્ને નેતાઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રજુઆત કરશે.

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

મહિલાઓના શારિરીક શોષણ સામે વંદના પટેલે શરુ કર્યો શુધ્ધી કરણ યજ્ઞ-વંદના પટેલ

ગુજરાત મહિલા કોગ્રેસના નેતા વંદના બેન પટેલે પુર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત કોગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિહ સોલંકી ઉપર નિશાન સાધ્યુ છે.તેમના કહેવા મુજબ ભરત સિહ સોલંકી સેક્સમેનિયાક છે, તેઓ આશારામની જેમ મહિલાઓનુ શોષણ કરે છે,,અને સુંદર,સ્વરુપવાન મહિલા કાર્યકર્તાઓનો શિકાર કરે છે આવી કાર્યકર્તાઓને તેઓ લાભામણા વાયદા કરે છે, આર્થિક અને પદનો લાભ આપવાનો વાયદો કરે છે, તેમનુ શારિરીક શોષણ કરે છે, અને જે કાર્યકર્તાઓ તેમને વશ નહી થતી તેમની રાજકીય કારકીર્દી ખતમ કરવાની ધમકી અપાય છે.

કોગ્રેસમાં મહિલાઓને ન્યાય અપાવવા લડકી હુ લડ સકતી હુ અભિયાન શરુ-વંદના પટેલ

વંદના પટેલે ચોકવાનારો ખુલાસો કર્યો છે કે ભરત સિહ સોલંકી મોડી રાત્રે મહિલા કાર્યકર્તાઓને અશ્લિલ મેસેજ કરે છે, અને પથારી ગરમ કરવાના મેસેજ કરે છે,.
જે મહિલાઓ તેમની વાત માને છે તો તેમને નગર પાલિકા, મહાનગર પાલિકા,તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા ,રાજ્યસભા ઉપરાંત સંગઠનમાં મહત્વના હોદ્દાઓ લ્હાણી કરાય છે
તેઓનો આરોપ છે કે આ અંગે પ્રદેશની નેતાઓ પણ જાણે છે, છતાં તેઓ ધૃતરાષ્ટ્રની ભુમિકા ભજવી રહ્યા છે, જ્યારે સારા નેતાઓ ભિષ્મની ભુમિકામાં છે, તેઓ ખુલીને અમિત ચાવડા, અને ભરત સિહ સોલંકીના વ્યભિચાર સામે ખુલીને વિરોધ કરતા નથી, તેમની રાજકીય મજબુરી સામે વંદના પટેલે સવાલો ઉઠાવ્યા છે,

શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !

ગુજરાત કોગ્રેસમાં મહિલાઓ સુરક્ષિત નથી- વંદના પટેલ

વંદના પટેલ હવે કોગ્રેસમાં આવી પીડીત મહિલાઓને એકત્ર કરીને દિલ્હી જઇને સોનિયાગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રજુઆત કરવા માંગે છે, તેઓની માનીએ તો આ બન્નેને પાર્ટી સસ્પેન્ડ કરે તો જ
કોગ્રેસનુ શુધ્ધિકરણ થશે, અને સારી મહિલાઓ કોગ્રેસમાં આવશે,,ગુજરાતમાં કોગ્રેસનુ શુધ્ધી કરણ યજ્ઞ કરવાની તેઓ જઇ રહ્યા છે, કોગ્રેસનુ શુધ્ધીકરણ થશે તો જ કોગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવી શકસે, નહી તો કોગ્રેસ પતી જશે,

ગુજરાત કોગ્રેસમાં હાલ જુથ બંધી ચરમસીમાએ જોવા મળી રહી છે, ગુજરાતમાં કોગ્રેસ 27 વરસ કરતા વધુ સમયથી સત્તાથી વંચિત છે આરોપો થતા હોય છે કે કોગ્રેસને હરાવવા કોગ્રેસના જ લોકોને રસ છે, એટલે કે કોગ્રેસમાં અનેક જુથો છે, જેમાં ભરત સિહ સોલંકી,સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા અને પરેશ ધાનાણી, શક્તિ સિહ ગોહિલ જેવા કોગ્રેસના મુખ્ય નેતાઓના જુથ છે.આ કોગ્રેસના આતંરિક જુથબંધીના પરિણામે ગુજરાતમાં કોગ્રેસ જીતનો સ્વાદ ચાખી શકતી નથી, કારણ એક જુથને હમેશા બીજા જુથ ના ઉમેદવારને પાડી દેવામા રસ હોય છે ,,પરિણામે ગુજરાતમાં કોગ્રેસના નેતાઓની વ્યક્તિગત બાબતો પણ જાહેર કરીને બદનામ કરાય છે,,અને કોગ્રેસના નાવને ડુબાડી દેવામાં આવે છે, ત્યારે આ વખતે નિશ્ચિત જુથ અમિત ચાવડા અને ભરત સિહ સોલંકીની રાજકીય કારકીર્દીને સુર્યાસ્ત કરવા માંગે છે.

માલધારી યુવકોએ ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !

સોશિયલ મિડીયામાં વાયરલ ફોટો
સોશિયલ મિડીયામાં વાયરલ ફોટો

કોણ છે વંદનાબેન પટેલ

વંદના બેન પટેલ મુળ ભાજપ(BJP Gujarat) ના કાર્યકર્તા રહ્યા છે, બીજેપી મહિલા મોર્ચાના મંત્રી પણ હતા, 2015માં પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) થી પ્રભાવિત થઇ,તેઓએ બીજેપી છોડી અને આપનુ (AAP) ઝાડુ પકડ્યુ, 2014માં તેઓ આપના ઉમેદવાર તરીકે મહેસાણા લોકસભા (Mehsana Parliament Seat) બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા, અને હાર્યા. 2017માં તેઓએ હાર્દીક પટેલના (Hardik Patel ) પ્રભાવમાં આપ છોડીને કોગ્રેસમાં હાથ પકડ્યો હવે તેમને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે,

ફોટો વાયરલ કરવાનો અભિયાન તેજ !
પુર્વ કેન્દ્રીય ભરત સિહ સોલંકી (BharatSinh Solanki) માટે એક જોડે ત્યાં તેર તુટે જેવી સ્થિતિનો નિર્માણ પામ્યો છે, પહેલા તેમના દામ્પત્ય જીવનમાં ચાલતા ખટરાગ સાર્વજનિક થયુ જેના કારણે તેમની રાજનિતિક બદનામી થઇ તો હવે સોશિયલ મિડીયાંમાં નવા ફોટા વાયરલ કરાયા છે, જેમાં કોંગ્રેસના રંગીલા ભરત ભાઇ નામથી ફોટો વાયરલ થવાથી અનેક સવાલો ઉભા થયા છે  કે તેમની રાજકીય કારકીર્દી પતાવવામાં કોણ રસ લઇ રહ્યુ છે.

 

 

વંદના પટેલે  કોંગ્રેસની પ્રદેશ નેતાગિરીને લખ્યો ખુલ્લો પત્ર

ભરત સોલંકી ના પત્ની રેશમા સોલંકી ને ન્યાય અપાવવા, કોંગ્રેસ પક્ષ તેમના વ્યભિચાર ની પરાકાષ્ટ પછી પણ છાવરી રહી છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ઓ માં ભરત સોલંકી ની માનીતી મહિલાઓ ને ટીકીટ આપી ને જે તે વખતે અમિતભાઇ ચાવડા એ સજ્જન મહિલાઓ ને કાપીને સારા ને કાપીને મારા ને ભાતૃ પ્રેમ માં ટીકોટો ની લ્હાણી કરી. પુરુષ કાર્યકર્તા ઓ માં પણ આવુ જ કર્યું અને પક્ષ ને મોટુ નુકસાન થયું.
ઇન્ડિયા કોલોની વાળા સોનલબેન પટેલ જેવા સંસ્કારી, વફાદાર અને સજ્જન મહિલા ને અમિતભાઇ ચાવડા એ સસ્પેન્ડ કર્યા. ખરેખર એમના ભાઈ ને સસ્પેન્ડ કરવા ની જરૂર હતી. પરંતુ મુખ્ય મંત્રી ના દીકરા પોતે પુર્વ કેબિનેટ મિનિસ્ટર અને બે વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રહ્યા છે. સતત સંગઠન નો તેમનો હોલ્ટ તેમને માટે સત્તા બરાબર છે. તેમને માટે સત્તા ની જરૂર જ નથી. તેમની રાજ રમતો, જુથવાદ ની માનસિકતા અને સેક્સુઅલ મનોરોગ પક્ષ ને સતત નુકસાન કરાવે છે.
ભૂતકાળ માં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીઓ, વિધાનસભા, અને લોકસભા તેમજ રાજ્યસભા ના પ્લેટફોર્મ નો તેમની વગ થી દુરુપયોગ કરીને, પક્ષ ના સંગઠન માં મહેનતુ અને નિષ્ઠવાન કાર્યકર્તા ઓ ચુપ થઈ માનસિક યાતનાઓ સાથે પીડા ભોગવતા રહ્યા છે. મેં અહીં આવીને કોંગ્રેસ સંગઠન નું અવલોકન અને મૂલ્યાંકન કર્યું છે. પક્ષ ચંદ લોકો ને લીધે સત્તા પર થી દૂર રહે છે. અને લાખ્ખો મહેનતુ કાર્યકર્તા ઓ મહેનત પછી પણ, અસન્તોષ સાથે સમસમીને બેસી રહે છે. જે તેમની સામે પડે યા સવાલો કરે તેમને, બંને ભાઈઓ સાથે મળીને બદનામ કરીને, ઉશ્કેરીને કંઈ પણ બોલાવીને કાવતરા કરીને સજ્જન લોકો ને ચુપ કરી દે છે.
કોઈ પણ રાજકીય પાર્ટી એ બંધારણ મુજબ કોઈ ની પણ માલિકી ની ના હોઈ શકે. નેતા એ “ખુદ પર શાશન ફિર અનુશાસન ” ના આદર્શ રૂલ્સ ને ફોલો કરવાની જગ્યા એ, વ્યભિચાર મનમાની અને બેફામ બને ત્યારે કાર્યકર તરીકે હું ચુપ રહીશ નહીં. ક્યારેય કોઈ પણ વ્યક્તિ તેના બલિદાન અને આદર્શ વ્યક્તિત્વ થી મહાન બને છે. જનતા ત્યારે જ સ્વીકાર કરે છે. પરંતુ કોંગ્રેસ પક્ષ માં એમના જેવા લોકો એમના અવગુણો ને સતત પોષી રહ્યા છે. તેમના નાના ભાઈ અને રબ્બર સ્ટેમ્પ અમિતભાઇ ચાવડા પણ પોતાના દિમાગ ને લોક રાખી ને, લાસ્ટ ચૂંટણીઓ માં અમારી ત્રણેક સજ્જન બહેનો ને બેહુદો અન્યાય કરીને, સાવ મનમાની કરી, આ બાબતો મીડિયા અને કાર્યકર્તા ઓ ના માધ્યમ થી લોકો સુધી પહોંચી અને પક્ષ બુરી રીતે હાર્યો. તેમ છતાંય આજે પણ તેમની દાદાગીરી ઓછી થતી નથી. સુધરવાનું નામ લેતા નથી. જગદીશ ભાઈ ઠાકોર નાના કાર્યકર્તા ઓ ને નાની બાબતો માં, સાચા લોકો ને ભરત સોલંકી ના કહેવા થી સસ્પેન્ડ કરી નાંખે છે અને પક્ષ ના વફાદાર લોકો ને પણ અન્યાય કરે છે. જગદીશ ભાઈ ના માં જો રિયલ હિમ્મત હોય અને ભાષણ અને મીડિયા માં જે બોલે છે. તે મુજબ રિયલ માનવતા અને માણસાઈ નો અંદાજ આવતો હોય તો ભરત સોલંકી અને ઠંડા દિમાગે રાજનીતિ કરી સતત ભરત સોલંકી ને પોષી ને પક્ષ ને જે ભયકંર નુકસાન કર્યું છે તે, માટે બેય ને સસ્પેન્ડ કરીને બતાવે.
હું વંદના પટેલ તેમની કહ્યાગરી ના બનતા, મારા આદર્શ અને સંસ્કાર નહીં છોડતા, મારી સાથે સતત અન્યાય અને રાજરમતો કરી રહેલા છે. મારી જેમ કેટલીયે સજ્જન બહેનો દુઃખી થઈ ને સારી કામગીરી ની નોંધ નહીં પણ એમના માટે સારા ના બનો તો રાજકારણ પુરૂ કરી દેવાની ધમકી અમિતભાઇ ચાવડા એ જ આપી હતી.
હું ટૂંક સમય માં પક્ષ માં નેતાઓ થી જ મહિલાઓ સુરક્ષીત ના હોય, સારા નહીં પણ મારા બહેનો ને ગોઠવ્યા છે તેના તમામ બાબતો નામ જોગ જાહેર કરીશ. સમગ્ર બાબતો ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવે, અને આજ દિવસ સુધી કરેલા તમામ ગુનાઓ ને લીધે સજ્જન લોકો ને થયેલા અન્યાય ની માફી માગી તેમનું સાપેન્ડસન પાછું ખેંચી ન્યાય આપવામાં નહીં આવે તો, પક્ષ ના ચંદ લોકો સામે,” કોંગ્રેસ શુદ્ધિકરણ યજ્ઞ ” કરીને ” વોઇસ ઓફ વર્કર ” કાર્યકર્તા ઓ નો અવાજ બુલંદ બનાવવા ની પહેલ કરીને, કોઈ પણ પાર્ટી એ કાર્યકર્તા ઓ ની પાર્ટી છે. અને કાર્યકર્તા જ પક્ષ ni સાચી મૂડી છે. તે સાબિત કરવા આંદોલન કરવામાં આવશે.
પક્ષ માં અન્ય કેટલીયે બહેનો એ તેમની હેરાનગતિ થી બ્લોક કરવા પડ્યા છે. તેમને માનસિક સારવાર ની તાતી જરૂરિયાત છે. પ્રદેશ પ્રમુખ એ તેમના ડર થી મને જે સસ્પેન્ડ લેટર આપ્યો છે તેને હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, રાહુલજી અને સોનિયાજી, પ્રિયંકાજી જોડે લઈ જઈશ, એક લકઝરી ભરી મહિલાઓ સાથે દિલ્હી જઈને રજુઆત કરવામાં આવશે.

પ્રદેશ મોવડી મંડળ કોઈ જ ગંભીર નોંધ લેતું જ નથી. સંગઠન પ્રતેય બિલકુલ અભ્યાસ કે દીર્ઘ દ્રષ્ટિ નથી. કોંગ્રેસ માં કોઈ મોવડી મંડળ હોય તેવો કાર્યકર્તા તરીકે અહેસાસ પણ અનુભવાતો નથી. ત્યારે મીડિયા, જનતા અને જરૂર પડે, દિલ્હી ઓલ ઇન્ડિયા કમિટી નો સહારો લઈ ને પણ ” કોંગ્રેસ શુદ્ધિકરણ ” મુહિમ ચલાવીને પક્ષ ના સંગઠન ને નવો જોમ જુસ્સો અને જનભાગીદારી વધારીને, નુસન્સ નેતા અને કાર્યકર્તા કોઈ પદ પર ગોઠવાઈ જાય તે મેરીટ પર નહીં અને મારા ની નીતિ પર અવાજ બુલંદ કરવામાં આવશે. પક્ષ દરેક કાર્યકર્તા નો છે. કોઈ ની માલિકી નો નથી.

🙏વંદના બેન પટેલ 🙏
9723022403
પુર્વ ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર શહેર પ્રભારી, પુર્વ પ્રદેશ પ્રતિનદીધી કલોલ તાલુકા અને ગાંધીનગર તાલુકા.,
ડિબેટ પેનલ પ્રવક્તા.

You Might Also Like

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર

વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો

TAGGED:bharatsinh solankiCongressFeaturedgujsrst
Share This Article
Facebook Twitter Email Print
8 Comments
  • Pingback: ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ ! - Panchat TV
  • Pingback: ગરમી નહીં ભડકો મોંઘવારીનોઃ પેટ્રોલ - ડીઝલ બાદ CNG, LPG અને DAP પણ મોંઘાદાટ - Panchat TV
  • Pingback: ભાજપનાં ડોક્ટર કરશે કોગ્રેસનું ઓપરેશન ! - Panchat TV
  • Pingback: - Panchat TV
  • Pingback: એલિસ બ્રિજ વિધાનસભામાં ભાજપમાં ટિકિટ માટે કોણ મારશે બાજી ! - Panchat TV
  • Pingback: જમાલપુર ખાડીયા વિધાનસભામાં ભાજપના હાર માટે જવાબદાર કોણ ! - Panchat TV
  • Pingback: ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ - Panchat TV
  • Pingback: જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી - Panchat TV

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ
file photo
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
અમદાવાદ ગુજરાત રાજકારણ

Latest News

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !
કાયદો ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !
ઈકોનોમી કૃષિ વિશ્વ ગુજરાત
2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
અમદાવાદ ઈકોનોમી ગુજરાત બિઝનેસ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?