રાજસ્થાન ના મુખ્યપ્રધાન અશોક ગેહલોત નો પ્રવાસ રદ કરાયો
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ડિસેમ્બર માસ માં યોજાનાર છે ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ના આયોજન માટે
રાજસ્થાન ના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, .ટી.એસ. સિંહ દેવ અને મિલિંદ દેવરા ને જવાબદારી સોંપી છે તેઓ ગુજરાત ની બુધવારે મુલાકાત લઇ ને પ્રદેશ આગેવાનો સાથે બેઠક કરી ને ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ની તૈયારીઓ અને પડકારો બાબતે ચર્ચા કરનાર હતા જોકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સિનિયર આગેવાનો સાથે બેઠક નું આયોજન કર્યું હોવાથી તેમનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે આગામી સમય માં નવો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે