લખનઉ એ કોલકાલાતને 101 રનમાં સમેટ્યુ, 75 રનથી વિજય મેળવ્યો
– ડી કૉકના ૨૯ બોલમાં ૫૦ રન : અવેશ ખાનની ૧૯ રનમાં ત્રણ વિકેટ
– રસેલના ૧૯ બોલમાં ૪૫ રન ટીમને જીતાડી ના શક્યા
અવેશ ખાને ૧૯ રનમાં અને હોલ્ડરે ૩૧ રનમાં ૩-૩ વિકેટ ઝડપતાં કોલકાતા નાઈટ રાઈડર્સ માત્ર ૧૦૧ રનમાં ખખડી ગયું હતુ. આ સાથે લખનઉ સુપર જાયન્ટ્સે ૭૫ રનથી વિજય મેળવતા પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. અગાઉ ડી કૉકના ૨૯ બોલમાં ૫૦ રન અને હૂડાના ૨૭ બોલમાં ૪૧ રનની મદદથી લખનઉએ ૭ વિકેટે ૧૭૬ રન નોંધાવ્યા હતા. જવાબમાં કોલકાતાનો ધબડકો થયો હતો. રસેલે ૧૯ બોલમાં ૪૫ રન ફટકાર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. લખનઉએ આ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલીવાર ટોચનું સ્થાન મેળવ્યું હતુ.
અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના બેટસમેનોએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે જોરદાર લડત આપતાં ૨૦ ઓવરના અંતે સાત વિકેટે ૧૭૬ રન નોંધાવ્યા હતા. ડી કૉકે ૨૯ બોલમાં ૫૦ રન અને દીપક હૂડાએ ૨૭ બોલમાં ૪૧ રન નોંધાવ્યા હતા. જ્યારે કોલકાતા તરફથી એન્ડ્રે રસેલે ૨૨ રનમાં બે વિકેટ ઝડપી હતી.
પૂણેના મેદાનમાં રમાયેલી આઇપીએલ ટી-૨૦માં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને લખનઉ સુપર જાયન્ટ્સને બેટિંગમાં ઉતાર્યું હતુ. લખનઉનો કેપ્ટન રાહુલ ખાતું ખોલાવ્યા વિના જ ૦ પર આઉટ થયો હતો. જોકે ડી કૉક અને દીપક હૂડાએ બાજી સંભાળી હતી. તેમણે બીજી વિકેટમાં ૭૧ રનની ભાગીદારી માત્ર ૩૯ બોલમાં નોંધાવ્યો હતો.
સુનિલ નારાયણે ડી કૉકની વિકેટ ઝડપતાં લખનઉને ફટકો પહોંચાડયો હતો. લખનઉની ટીમ ત્યાર બાદ કોઈ મોટી ભાગીદારી નોંધાવી શકી નહતી. હૂડા ૨૭ બોલમાં ૪૧ રને રસેલનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ કૃણાલ પંડયા (૨૫), સ્ટોઈનીસ (૨૮) પેવેલિયનમાં પાછા ફર્યા હતા. હોલ્ડર ૧૩ રને સાઉથીનો શિકાર બન્યો હતો.
કોલકાતાએ ૧૯મી ઓવરમાં પાંચ છગ્ગા સાથે ૩૦ રન લીધા
કોલકાતા નાઈટ રાઈડર્સે ઈનિંગની ૧૯મી ઓવરમાં પાંચ છગ્ગા ફટકારતાં ૩૦ રન લીધા હતા. શિવમ માવીની બોલિંગમાં પહેલા ત્રણ બોલ પર સ્ટોઈનીસે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ચોથા બોલે સ્ટોઈનીસ શ્રેયસ ઐયરના હાથે કેચઆઉટ થયો હતો. જે પછી હોલ્ડરે આખરી બે બોલ પર સિક્સર ફટકારી હતી.