By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ
અમદાવાદગુજરાતહેલ્થ

બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ

Web Editor Panchat
Last updated: January 12, 2023 4:57 pm
Web Editor Panchat Published January 12, 2023
Share
SHARE

મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં બે મહિનામાં ૫ હ્રદયનું સફળ પ્રત્યારોપણ

.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-૨૦૨૦ માં શરૂ થયેલ અંગદાન આજે ૯૯ એ પહોંચ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને ૮ જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે.
સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૮ માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના ૨૬ વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી પડી જવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર અર્થે દાખલ હતા. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે શરૂઆત થી જ સ્થિતિ ગંભીર હતી. ૪ દિવસની સઘન સારવાર બાદ ૧૧ મી જાન્યુઆરીના દિવસે તેઓને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન

તેમના પરિવારજનો દ્વારા બ્રેઇનડેડ દિપુભાઇના અંગોનું દાન કરતા બે કિડની, એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.
તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૯ માં અંગદાનની વિગતો જોઇએ તો સાબરકાંઠાના ૨૮ વર્ષના ભરતભાઇ સેનવા છાપરા પરથી પડી જતા તેઓને પણ માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા હતા. જેઓને પણ ૧૨ મી જાન્યુઆરીની વહેલી સવારે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ ભરતભાઇના અંગદાનમાં બે કિડની,એક લીવર અને હ્રદયનું દાન મળ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં બે યુવાનો સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરીને ૮ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ સિવિલ મેડિસીટીને વિકસાવવાના જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસીટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યા છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિ:શુલ્ક અથવા તો ખુબ જ નજીવા દરે થઇ રહ્યા છે.
આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે આજે પુર્ણ થતું જોવા મળી રહ્યું છે.
મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનાના ટુંકાગાળામાં ૫ (પાંચ)હ્રદયનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા ૨ વર્ષમાં અંગદાતા પરિવારોના સેવાભાવી નિર્ણયના પરિણામે ૯૯ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવ્યા છે. જેમાંથી મળેલા ૩૧૫ અંગોથી ૨૯૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:AHMEDABADbhupendra patelcivil hospitaldilip deshmukhdrdr.suresh patelhealth ministerNarendra Modiorgan donationrakesh joshirushikesh patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?