આપણે ઘણીવાર વાર્તાઓમાં સાંભળ્યું હશે કે હજારો વર્ષ પહેલા આ પૃથ્વી પર રાક્ષસો રહેતા હતા. પરંતુ આજના સમયમાં તેના પર કોઈ શ્વાસ નથી કરતું. જોકે, પૌરાણિક કથાઓમાં અવાર-નવાર આવું સાંભળવા મળે છે. આવો જ એક કિસ્સો જાપાનથી સામે આવ્યો છે. એક પ્રાચીન જાપાની પથ્થરમાં હજાર વર્ષ પહેલા રાક્ષસ કેદ હોવાનો દાવો કરવામાં આવતો હતો. હવે તે પથ્થર રહસ્યમયી રીતે બે ભાગમાં વિભાજીત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શૈતાની તાકાતોને કારણે આવું થયું છે.
માન્યતા છે કે આ પથ્થરમાં છે શક્તિશાળી આત્મા
મીડિયાના એક રિપોર્ટ મુજબ, સેશો-સેકી ઉર્ફ ધ કિલિંગ સ્ટોન (Sessho-seki aka The Killing Stone) એક જ્વાળામુખી પથ્થર છે. માનવામાં આવે છે કે આ પથ્થરમાં એક ખરાબ આત્મા છે અને સેન્ટ્રલ જાપાનમાં એક સક્રિય જ્વાળામુખી પર બેસે છે. આ જગ્યા ટોક્યોથી વધુ દૂર નથી. જાપાની પૌરાણિક કથાઓ મુજબ, એવુ માનવામાં આવે છે કે પથ્થરની અંદર એક નકારાત્મક આત્માનો વાસ છે અને આ આત્મા એટલી શક્તિશાળી છે કે જે પણ તેના સંપર્કમાં આવે છે તે તેને મારી નાખે છે.
બે ભાગમાં વિભાજીત થયો પથ્થર ત્યારે લોકોએ આવું કહ્યું
5 માર્ચે પથ્થરના બે ફાડા પડ્યા બાદ જાપાની સ્થાનિક લોકો અને ઓનલાઈન યુઝર્સે આ વાત પર ચિંતા દર્શાવી છે કે પથ્થરથી સતત ઝેરીલો ગેસ નીકળી રહ્યો છે. કહેવામાં આવે છે કે, કિલિંગ સ્ટોનમાં તમામો-નો-માઈ (Tamamo-no-Mae)નો મૃતદેહ હતો, જે એક સુંદર મહિલાના રૂપમાં દેખાતી હતી. પરંતુ બાદમાં નવ પૂંછડીવાળી લોમડીના સ્વરૂપે સામે આવી.
જાપાની પૌરાણિક કથાઓ સૂચવે છે કે, તમામો-નો-માઈ (Tamamo-no-Mae) એક શક્તિશાળી જાપાની સામંતી પ્રભુ માટે કામ કરી રહ્યો હતો, જે 1100ના દાયકામાં સમ્રાટ ટોબાને ઉખાડી ફેંકવા અને મારી નાખવાનું કાવતરું રચી રહ્યો હતો. પથ્થર તૂટવાના સમાચાર પ્રકાશમાં આવ્યા પછી લોકોએ તેમની ચિંતાઓ અને સિદ્ધાંતો શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. એક વ્યક્તિએ લખ્યું, ‘આ ઘણું ડરામણું છે, અમને વધુ અંધકારની જરૂર નથી.’