આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઓક્સિજન પાર્ક ને મુકશે ખુલ્લો
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના હેબતપુર ચારરસ્તા પાસે પીપીપી મોડલથી ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ગુરુવારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ના હસ્તે લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે.અંદાજે 4200 ચોરસ મીટરમાં 15 લાખના ખર્ચે આ પાર્ક ડેવલપ કરવામાં આવ્યો છે. જેમાં 12 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે.જેમાં જાપાનીઝ ટેક્નોલોજી મિયાવાકી પદ્ધતિનો વૃક્ષ ઉછેર કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અને થલતેજ વોર્ડ ના કોર્પોરેટર હિતેશ બારોટે તેમના મત વિસ્તાર માં હેબતપુર ખાતે ઓક્સિજન પાર્ક નું નિર્માણ કરાવ્યું છે જેમાંલોકો માટે ખાસ આકર્ષક વોક-વે પણ તૈયાર કરાયો છે.તેમજ લોકો ઓક્સિજન પાર્ક માં આવી ને કસરત કરી શકે તે માટે ઓપન જિમના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. સમગ્ર અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ મિયાવાંકી પદ્ધતિથી કરાયું છે. શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66 ટકા ગ્રીન ક્વરને 15 ટકા સુધી લઈ જવા માટે કોર્પોરેશને 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે શહેરમાં પ્લોટોની ઉપલબ્ધિ મુજબ અર્બન ફોરેસ્ટ ડેવલપનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા અર્બન ફોરેસ્ટ ડેવલપ કરાયા છે. વ્યક્તિ વનમાં પ્રવેશે એટલે બહાર કરતા 5થી 6 ડિગ્રી ઓછી ગરમી અનુભવી શકશે. એમ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેશ બારોટે વાતચીત કરતા માહિતી આપી હતી.