By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે ઋષિકેશ પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે ઋષિકેશ પટેલ
અમદાવાદગુજરાતરાજકારણ

ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે ઋષિકેશ પટેલ

Web Editor Panchat
Last updated: September 7, 2022 12:57 pm
Web Editor Panchat Published September 7, 2022
Share
SHARE

થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝન અને અમિતભાઈના માર્ગદર્શન હેઠળ અમદાવાદનું ગ્રીન કવર ૧૦ ટકાએ પહોંચ્યું : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

-: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે

ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે

 

 

નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત થલતેજમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે AMC દ્વારા પીપીપી ધોરણે ૪૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં મીયાવાકી પદ્ધતિથી ૧૨,૦૦૦ વૃક્ષો ઉછેરીને ઑક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે
બીઆરટીએસનો મહત્તમ ઉપયોગ કરનારા ચાર વિદ્યાર્થીઓને સાઇકલ ભેટમાં આપીને પ્રોત્સાહિત કરાયા
..
અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે ૪૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાઇઝ’ નિમિત્તે ઓક્સિજન પાર્કના લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે , કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર-અમદાવાદ મતવિસ્તારના સાંસદ અમિતભાઈ શાહના માર્ગદર્શનથી અમદાવાદમાં ગ્રીન કવર વધે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસ અને વધતાં વાહનવ્યવહારને કારણે પ્રદૂષણના પડકાર સામે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે, એ અભિનંદનને પાત્ર છે.
અમદાવાદમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસોને બિરદાવતા વધુ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં અમદાવાદમાં ભૌગોલિક વિસ્તારના માત્ર ૪.૬૬ ટકા ગ્રીન કવર હતું, જેને ૧૫ ટકા સુધી પહોંચાડવાના લક્ષ્ય સામે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝન અને અમિતભાઈના માર્ગદર્શન હેઠળ અમદાવાદનું ગ્રીન કવર ૧૦ ટકાએ પહોચ્યુ છે. ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે.
આ ઉપરાંત શહેરી વિસ્તારમાં ઑક્સિજન પાર્કનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, ઑક્સિજન પાર્ક કે અર્બન ફોરેસ્ટને કારણે હવાની ગુણવત્તા સુધરે છે, સાથે સાથે ક્વોલિટી ઑફ લાઇફમાં પણ વધારો થાય છે. શહેરીજનોના સ્વાસ્થ્ય પર તેની સીધી સકારાત્મક અસરો જોવા મળે છે. અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાની ચિંતા થઈ રહી હતી ત્યારે આ પડકારને નિવારવા માટે કેવાં પગલાં લેવાં ? કેવા પ્રયાસો કરવા જોઈએ ? એનું વિચારમંથન સૌથી પહેલા ૨૦૦૨માં નરેન્દ્રભાઈએ કરેલું અને સમગ્ર વિશ્વને ઉપાયો સૂચવ્યા હતા. વડાપ્રધાન ના વિઝન અનુસાર જ ગુજરાતમાં ગ્લોબલ વૉર્મિંગને અટકાવવા માટે ગ્રીન કવર સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે તેઓએ લોકોને સામૂહિક મુસાફરી કરીને કે પછી જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરીને શહેરમાં પ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે બિન પરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતને વિકસાવવા અને ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં બીઆરટીએસનો મહત્તમ ઉપયોગ કરનારા ચાર વિદ્યાર્થીઓને મંત્રી ઋષિકેશ પટેલ તથા મહાનુભાવોના હસ્તે સાઇકલ ભેટમાં આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે થલતેજ વિસ્તારમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે ૪૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૧૨,૦૦૦ વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ ઓક્સિજન પાર્કમાં મીયાવાકી પદ્ધતિથી નાનું પરંતુ ગાઢ વન તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વિસ્તારવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન થકી છેલ્લાં વર્ષોમાં મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૧૨૮ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, મ્યુનિસિપલ કમિશનર

લોચન સેહરા, ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટી ના ચેરમેન દેવાંગ દાણી ,એ એમ ટી એસ ના ચેરમેન વલ્લભભાઈ પટેલ દંડક
અરુણ સિંહ રાજપૂત , રિક્રિએશન કમિટી ના ચેરમેન રાજુભાઈ દવે ,મહિલા અને બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન પ્રતિભાબેન જૈન સહિત અમ્યુકોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

You Might Also Like

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર

વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો

TAGGED:bhaskar bhattbhupendra patelcmo gujaratgitaben patelhitesh barotmeyar kirit parmarrushikesh patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !
કાયદો ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !
ઈકોનોમી કૃષિ વિશ્વ ગુજરાત
2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
અમદાવાદ ઈકોનોમી ગુજરાત બિઝનેસ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?