By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નકામી સામગ્રીમાંથી રમકડા બનાવવાની સ્પર્ધા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > નકામી સામગ્રીમાંથી રમકડા બનાવવાની સ્પર્ધા
ગાંધીનગરગુજરાતરાજકારણ

નકામી સામગ્રીમાંથી રમકડા બનાવવાની સ્પર્ધા

Web Editor Panchat
Last updated: September 28, 2022 5:58 pm
Web Editor Panchat Published September 28, 2022
Share
SHARE

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકેથોન’ની શરૂઆત કરી
*
નકામી સામગ્રીમાંથી રમકડા બનાવવાની સ્પર્ધા
*
28 સપ્ટેમ્બર 2022, નવી દિલ્હી: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે (MoHUA) કચરાના વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખતા રમકડાના ક્ષેત્રમાં અપાર સફળતા મેળવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. રમકડાં માટેની રાષ્ટ્રીય કાર્ય યોજનાના ભાગરૂપે, MoHUA એ ‘સ્વચ્છ ટોયકેથોન’ની શરૂઆત કરી છે, જે નવા અને સર્જનાત્મક વિચારો સાથે કચરાને રમકડાંમાં પરિવર્તિત કરવાની સ્પર્ધા છે. રમકડા ઉદ્યોગને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર મંત્રાલયે આ સ્પર્ધાની શરૂઆત કરી છે. આ સ્પર્ધા ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ હેઠળ શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધા 17 સપ્ટેમ્બર 2022 (સેવા દિવસ) થી 2 ઓક્ટોબર 2022 (સ્વચ્છતા દિવસ) સુધી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓનો એક ભાગ છે.

MoHUAના સેક્રેટરી મનોજ જોશીએ સોમવારે ઓનલાઈન પ્લેટફોર્મનું અનાવરણ કરી અને MyGov પોર્ટલ પર ટૂલકીટ સાથે સ્વચ્છ ટોયકેથોનની શરૂઆત કરી હતી. કચરાના ઉપયોગથી રમકડાં બનાવી કે ઉત્પાદન કરી ઉકેલ શોધવાના ઉદ્દેશ્ય સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે બોલતા મનોજ જોષીએ યુવાનોને ક્રિયેટીવ આઈડિયાઝ લાવવા અપીલ કરી હતી કે જેનાથી રમકડાંની વધતી જતી માંગને પહોંચી વળી શકાય અને સાથે ઘન-કચરાથી થતી અસરોનો સામનો કરી શકાય.

આ પ્રસંગે પ્રો. ઉદય અથવંકર (નિવૃત્ત પ્રોફેસર અને સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન, આઈઆઈટી બોમ્બેના વડા), આઈઆઈટી ગાંધીનગરના પ્રો. મનીષ જૈન અને
ટોય બેંકના વિદ્યુત ગોયલે ટોય-ગેમ ડિઝાઇન, જ્ઞાનાત્મક વિજ્ઞાન અને રમકડા ઉદ્યોગ પર આ પહેલની અસર વિશે તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

સ્વચ્છ ટોયકેથોનની રૂપરેખા પર વાત કરતા, MoHUAના સંયુક્ત સચિવ રૂપા મિશ્રાએ સ્પર્ધા પછી પણ પહેલમાં સમાવિષ્ટ વ્યાપક અભિગમને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ તેમણે સ્પર્ધાની ટૂલકીટ રજૂ કરી, જેમાં સ્પર્ધામાં ભાગ લેવાની રીતભાતની વિગતોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ક્રિએટિવ લર્નિંગ સેન્ટર, IIT-ગાંધીનગર આ પહેલ માટે MoHUA નું નોલેજ પાર્ટનર છે અને શિક્ષણ શાસ્ત્ર અને સર્જનાત્મકતાના પાસાઓ પર સમર્થન પૂરું પાડે છે.

ક્લીન ટોયકેથોન એ વ્યક્તિઓ અને જૂથો માટેની રાષ્ટ્રીય સ્પર્ધા છે. જે મુખ્ય ત્રણ થીમ પર આધારિત છે:
1. ફન એન્ડ લર્ન, જે ઘર, કાર્યસ્થળ અને આસપાસના કચરામાંથી રમકડાંની ડિઝાઇન અને પ્રારંભિક પ્રોટોટાઇપિંગ માટેના આઈડિયાઝ આઈડેન્ટીફાઈ કરે છે.
2. યુઝ એન્ડ એન્જોય, જે નકામા ઉત્પાદનોનો ઉપયોગ કરીને ખુલ્લી જગ્યાઓમાં રમી શકાય તેવી રમતોની ડિઝાઇન અને મોડલ્સ માટે કામ કરે છે.
3. ન્યુ ફ્રોમ ઓલ્ડ, જેઓ રમકડા ઉદ્યોગમાં પરિપત્ર માટે વિચારો/ઉકેલ/કાર્યના મોડલ શોધે છે.

આ સ્પર્ધામાં રમકડાંની ડિઝાઇન કચરો અને રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરીને રમતના ક્ષેત્રો , પર્યાવરણને અનુકૂળ રમકડાં અને પેકેજિંગના પ્રોટોટાઇપ અને રમકડા ઉદ્યોગ પર પુનર્વિચાર કરતા અન્ય નવા આઈડીયાઝની એન્ટ્રી પર ભાર મુકવામાં આવ્યો છે.
અરજદારો 26 સપ્ટેમ્બર, 2022 અને 11 નવેમ્બર, 2022ના સમયગાળા દરમિયાન https://innovateindia.mygov.in/swachh-toycathon/ વેબસાઇટ દ્વારા નોંધણી કરાવી શકે છે. અરજદારો બધા અથવા ત્રણમાંથી કોઈપણ વિષયો માટે અરજી સબમિટ કરી શકે છે (ફન એન્ડ લર્ન, યુઝ એન્ડ એન્જોય, ન્યુ ફ્રોમ ઓલ્ડ).
અરજીઓનું શોર્ટલિસ્ટિંગ 30 નવેમ્બર 2022 સુધીમાં અને મૂલ્યાંકન ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થશે. સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોનું મૂલ્યાંકન (i) આઈડિયાની નવીનતા (ii) ડિઝાઇન (iii) સુરક્ષા (iii) નકામી સામગ્રીનો ઉપયોગ (iv) માપનીયતા અને પ્રતિકૃતિ (v) પર્યાવરણ પર થનાર અસરો પર આધારિત હશે.

દરેક કેટેગરીમાંથી ટોચની ત્રણ એન્ટ્રીઓને રાષ્ટ્રીય સ્તરે પ્રમાણપત્ર આપવામાં આવશે અને IIT ગાંધીનગર ખાતે ક્રિયેટીવ લર્નિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. વિજેતા સ્ટાર્ટ-અપ્સ/વ્યક્તિઓને IIT કાનપુર દ્વારા એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ આપવામાં આવેલ ડિઝાઇનને પ્રોત્સાહન આપવા માટે રમકડા ઉદ્યોગની સાથે પુરસ્કૃત પ્લે ઝોન ડિઝાઇનના અમલીકરણ માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ સાથે જોડવામાં આવશે.
વધુ જાણકારી માટે વિઝીટ કરો
: https://innovateindia.mygov.in/swachh-toycathon/

For updates on Swachh Toycathon, please follow the Swachh Bharat Mission’s official website and social media properties:
Facebook:Swachh Bharat Mission – Urban | Twitter: @SwachhBharatGov |
YouTube: Swachh Bharat Mission-Urban |Instagram:sbm_urban

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?