By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું
ગાંધીનગરગુજરાતરાજકારણ

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું

Web Editor Panchat
Last updated: October 10, 2022 4:23 pm
Web Editor Panchat Published October 10, 2022
Share
SHARE

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર
ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું

વડાપ્રધાન ના હસ્તે મહેસાણામા રૂ. ૩૦૯૨ કરોડથી
વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી:-
પંચામૃત વિકાસ કામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે- પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે
રાજ્યમાં અવિરત વિજળી-પાણીના પગલે પશુ-પાલન, ખેતી અને ઉદ્યોગ જેવા ક્ષેત્રો માટે નવી દિશાઓ ખુલી છે
સાયકલ બનાવવાના સાંસા ધરાવતા ગુજરાતમાં હવે ગાડીઓ બનવા માંડી છે. હવે એ દિવસો દૂર નથી કે જ્યારે આપણે વિમાનો બનાવીશું.

 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ:-
ગુજરાતમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકાસનો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પારદર્શી, સમયબદ્ધ રીતે અને પ્રજાના પૈસાનો પૂરેપૂરો સદુપયોગ કરી એક રૂપિયા સામે સવા રૂપિયાનું કામ થાય છે
નરેન્દ્રભાઈ મોદી પ્રજાની પીડા પારખીને એનું સમાધાન લાવનારા જુજારૂ નેતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર
ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે , આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની નવી ઉર્જાનું કેન્દ્ર બન્યું છે. ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં શરદ પૂર્ણિમા અને મહર્ષિ વાલ્મિકીની પૂર્ણ્યતિથીનો ત્રિ-વેણી સંગમ રચાયો છે. સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આસ્થા અને ટેક્નોલોજીનો સમન્વય થતા અનેક લોકોના સપના સાકાર થઇ રહ્યા છે. સાથે-સાથે સ્માર્ટ ગુજરાત – ભારતનો સંકલ્પ સાકાર થઇ રહ્યું છે. મોઢેરા ‘સૂર્યગ્રામ’ જાહેર થતા મોઢેરા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ અનેરો અવસર આવ્યો છે. સૂર્ય મંદિર માટે ઓળખાતું ગામ હવે ‘સૂર્ય ગ્રામ’ તરીકે પ્રખ્યાત બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, વિશ્વના પર્યાવરણ ઇતિહાસમાં મોઢેરાનું નામ સૂવર્ણ અક્ષરે અંકિત થશે. મોઢેરા સૂર્ય મંદિરને ધ્વસ્ત કરવા આક્રાંતાઓએ અનેક પ્રયાસો કર્યા હતા, સંખ્યાબંધ અત્યાચાર થયા હતા. આજે પૌરાણિક મહત્વ સાથે વિશ્વ આખા માટે મોઢેરા મિશાલ બન્યું છે. વિશ્વમાં સૌર ઉર્જાની વાત થશે ત્યારે મોઢેરાનો ઉલ્લેખ અવશ્ય થશે. મોઢેરા ગામમાં બધુ જ સૂર્ય ઉર્જાથી ચાલતું થયું છે તે આપણા માટે ગૌરવની વાત છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આ વિશેષ ભેટ છે. આગામી પેઢીને સુરક્ષા મળે તે માટે દિવસ-રાત નિરંતર પ્રયાસ આપણે કરી રહ્યા છીએ.
મોદીએ કહ્યું કે, આ યોજનાથી માત્ર વીજળી જ નહીં પરંતુ તેના વપરાશ બાદ પૈસા પણ મળશે. તેનાથી વિજબીલમાંથી છુટકારો અને નાણાં પણ મળશે. અત્યાર સુધી સરકાર વીજળી ઉત્પાદન કરતી અને લોકો ખરીદતા હતા, પણ હવે તેમાં બદલાવ આવ્યો છે. લોકો ઘરોમાં સોલાર પેનલ લગાવે, ખેડૂતો ખેતરમાં વીજળી ઉત્પન કરે અને સરકાર ખરીદે છે, આ પરિસ્થિતિના કારણે લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. હવે સરકાર લોકોને સોલાર ઉર્જા માટે સહાયરૂપ થાય છે. દેશમાં સૌર ઉર્જાથી ચાલતા પમ્પોનું ઉત્પાદન પણ વધ્યું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મોદીએ કહ્યું કે, મહેસાણા સહિત અનેક વિસ્તારોને વિજળી અને પાણી માટે વલખા મારવા પડતા હતા, એ કપરા દિવસો આપણે જોયા છે, આજની પેઢીને તેની જાણ નહીં હોય. પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાયું છે. આજની યુવા પેઢીને આ બદલાયેલી સ્થિતિનો સમુચિત ઉપયોગ કરવાનો અવસર પણ મળ્યો છે. ગુજરાતમાં છાશવારે હુલ્લડો થતા પણ આજે સમગ્ર સ્થિતિમાં હકારાત્મક બદલાવ આવ્યો છે. એક સમય હતો કે વિકાસના વિરોધનું વાતાવરણ હતુ અને આજે ગુજરાત અને ભારત દેશ વિશ્વમાં પોતાની આગવી છાપ ઉપસાવી રહ્યા છે.
પોતાને મળેલા જનસમર્થનનો ઉલ્લેખ કરતા  મોદીએ કહ્યું કે, મારા પંચામૃત વિકાસકામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે. પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થયના પંચશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રસ્તા, રેલ કનેક્ટિવિટી પર એટલું જ ધ્યાન આપ્યું છે તેના ફળ આપણને મળ્યા છે. જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત એક હજાર દિવસમાં ગામે-ગામ વિજળી ઉપલબ્ધ કરી અને દેશમાં પણ યોજનાનો સફળતાપૂર્વક અમલ કર્યો એમ તેમણે ઉમેર્યું હતું.

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?