સી એલ હિન્દી હાઈસ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું કરાયું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુમ્ભ આયોજન કરી ને ગુજરાતઅને દેશના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ લાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હિન્દીભાષીઓની શાળા ગણાતી રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સી. એલ. હિન્દી હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ ને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે શ્રી બી.જે.તોમર મેમોરિયલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું . જેમાં આચાર્ય જીતેન્દ્રસિંહ ચૌહાણે “રમત-જ્યોત” પ્રકટાવી રમતોત્સવ સપ્તાહ ની શરૂઆત કરી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહીત સમગ્ર સી એલ હિન્દી હાઈસ્કૂલે પરિવારે ભાગ લીધો હતો.