ધારાસભ્ય રીટા બેન પટેલને ગાંધીનગરમાં ધુમાડો કેમ દેખાયો !
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અને પુર્વ મેયર રીટા બેન કેતન ભાઇ પટેલે ઉર્જા પ્રધાન કનુભાઇ દેસાઇને પત્ર લખીને રજુઆત કરી છે કે રાજ્ય સરકાર હસ્તકની જીઈબી કંપની દ્વારા ગાંધીનગરમાં હવામાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યુ છે
જેના કારણે ગાંધીનગરની જનતાનું સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યુ છે ત્યારે જીઈબી હસ્તકના થર્મલ પાવર સ્ટેશનમાંથી નિકળતો ધુમડો તાત્કાલિક બંધ કરાવવામાં આવે,,ત્યારે નોધનિય છે કે રાજ્યના મુખ્ય પ્રધાનથી લઇ મંત્રી મંડળના સભ્યો અને ઉર્જા પ્રધાન કનુભાઇ દેસાઇ સ્વયમ પણ ગાંધીનગરમાં રહે છે, મુખ્ય સચીવથી માંડી મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓનો નિવાસ સ્થાન પણ ગાંધીનગરમાં છે, પણ કોઇને આ ધુમડો દેખાયો નથી કે કોઇને જાહેર જનતા ચિન્તા ન થઇ,, પણ રીટા બેન કેતન ભાઇ પટેલને ધુમડો પણ દેખાયો અને ધુમડાના કારણે લોકોના સ્વાસ્થ્ય પણ પડનાર આડ અસર દેખાઇ,,તેઓએ જાહેર જનતાના હિતમાં સરકારમાં રજુઆત કરી છે, ત્યારે સરકાર આ બાબતને ગંભીરતાથી લેશે કે કેમ તે આગામી સમય બતાવશે,