વિસાવદરમાં AAPનો વિજયઘોષ, AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મેળવી ભવ્ય જીત
ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં વિસાવદરમાં બદલાવનું બીજ વવાયું, ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત
ગુજરાતના બે લોકપ્રિય નેતા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાની જોડીએ વિસાવદરમાં ઇતિહાસ સર્જ્યો
ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા ખેડૂતોનો અવાજ બન્યા, વિસાવદરે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ જતાવ્યો
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વએ વિસાવદરના રાજકારણમાં નવો ઐતિહાસ
વિસાવદરની જનતાએ કિરીટશાહી ઊખાડી ફેંકી, આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય
વિસાવદરની મેદાનમાં આમ આદમી પાર્ટીનું પરચમ લહેરાયું
વિસાવદરના લોકોએ આપ્યો ગોપાલ ઇટાલીયાનો સાથ મેળવી ભવ્ય જીત!
વિસાવદરના મતદાતાઓએ ભાજપને આપી જોરદાર લપડાક, AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત
વિસાવદરની ચૂંટણી પ્રજા લડી અને પ્રજા જીતી: ઈસુદાન ગઢવી
ભાજપની તાનાશાહી સામે ખેડૂતો, માલધારીઓ અને મજૂરોને જીત મળી: ઈસુદાન ગઢવી
અમારી પાસે પૈસા નથી પરંતુ જનતાના સાથના કારણે જીત્યા: ઈસુદાન ગઢવી
ભાજપ ઉમેદવારને ખરીદી શકે છે પરંતુ પ્રજાને નહીં: ઈસુદાન ગઢવી
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પધારશે: ઈસુદાન ગઢવી
આજની જીત ફક્ત આમ આદમી પાર્ટીની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જીત: ઈસુદાન ગઢવી
કોંગ્રેસના નેતાઓ સેટિંગ કરે છે, AAPના સૈનિકો જનતા માટે લડે છે: ઈસુદાન ગઢવી
જેઓ ભાજપને હરાવવા ઈચ્છે છે, તેઓએ હવે આમ આદમી પાર્ટીમાં આવે – ઈસુદાન ગઢવીનું ખુલ્લું આમંત્રણ
વિસાવદરના પરિણામે સાબિત થયું કે પ્રજાને રૂપિયા, દારૂ અને ધમકીથી નહીં ખરીદી શકાય: ઈસુદાન ગઢવી
અમદાવાદ/જુનાગઢ/ વિસાવદર/ગુજરાત
આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની આજે ભવ્ય જીત થઈ છે. આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હું ગુજરાતની જનતા અને ખાસ કરીને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આમ આદમી પાર્ટીના મજબૂત લડાયક અને જનતા માટે સંઘર્ષ કરવા માટે નીકળેલા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જીત અપાવી છે. હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકોને અને હોદ્દેદારોને અભિનંદન પાઠવું છું કે તેઓ તમામ ભાજપના સામ દામ દંડ ભેદની સામે લડ્યા. આમ આદમી પાર્ટીના એક એક સૈનિક છેલ્લા કેટલાક સમયથી વિસાવદરમાં વિસાવદરની જનતા માટે લડાઈ લડી રહ્યા હતા. ભાજપે ખૂબ જ તાનાશાહી કરી હતી એની સામે વિસાવદરના ખેડૂતોની, વિસાવદરના માલધારીઓની અને વિસાવદરના નાગરિકોની જીત છે. આ જીત ગુજરાતના 54 લાખ ખેડૂતો અને 1 કરોડ ૨૦ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓની જીત છે.
આ જીતે સાબિત કરી આપ્યું છે કે જો તમારામાં પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારો સાથ આપશે. વિસાવદરમાં ભાજપે તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા. એની સામે અમારી પાસે કશું ન હતું અમે એકદમ સામાન્ય નાગરિકો હતા કે જેઓ ફક્ત પ્રજા માટે લડવા માટે નીકળ્યા છે. અમારી પાસે પૈસા કે કોઈપણ સંપત્તિ નથી, પરંતુ પ્રજાએ પોતે અમારો સાથ આપ્યો અને પ્રજા પોતે લડી રહી હતી. આ જીતથી આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે જો ભાજપને કોઈ હરાવી શકે એમ હોય તો તે ફક્ત આમ આદમી પાર્ટી છે. ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ ભાજપની સામે લોકોને વિકલ્પ નહતો મળતો. કોંગ્રેસ ત્રીસ વર્ષથી ભાજપને હરાવી શકી નથી. ભાજપે લગભગ 70 જેટલા કોંગ્રેસના લીડરોને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને પોતાનામાં લઈ લીધા. હમણાં છેલ્લે પણ પાંચ થી છ ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા. આ તમામ ધારાસભ્યોની સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ન ઊભા રાખીને કોંગ્રેસની મદદ કરવાની કોશિશ કરી તેમ છતાં પણ કોંગ્રેસ જીતી શકી નહીં. અને આ બાજુ ભાજપે આમ આદમી પાર્ટી પર હાથ નાખ્યો અને અમારા ધારાસભ્યને ડરાવ્યા, ધમકાવ્યા અને રાજીનામું અપાવ્યું. પરંતુ આજે એ સીટ પર ફરીથી ગુજરાતની જનતાએ ભાજપની તાનાશાહી સામે લડીને આમ આદમી પાર્ટીને જીત અપાવી.
કોંગ્રેસના નીચે રહેલા કાર્યકર્તાઓ ખૂબ જ સારા છે અને ખૂબ જ કોશિશ કરી રહ્યા છે કે તેઓ ભાજપને હરાવે પરંતુ કોંગ્રેસના ઉપરના નેતાઓ ધંધાદારી બની ગયા છે કે સેટિંગબાજ બની ગયા છે એવું લાગી રહ્યું છે અને તેઓ ક્યારેક ભાજપમાં જતા રહે છે અને કેટલાક નેતાઓ રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ભાજપ માટે કામ કરે છે. એટલા માટે આજે આખા ગુજરાતની ઉમ્મીદ આમ આદમી પાર્ટીથી છે. આજે અમે એ ઉમ્મીદ પર ખરા ઉતર્યા છીએ. હકીકતમાં અમે કશું નથી કર્યું આ ચૂંટણી જનતા લડી છે અને જનતા જીતી છે. અમે બસ સંઘર્ષના સાથી બનીને ઊભા રહ્યા છીએ. અમે જ્યારે 2022માં ખેડૂતોની વાતો કરતા હતા ત્યારે ઘણા ભાજપના નેતાઓ અમારી મજાક ઉડાવતા હતા અને કહેતા હતા કે ભાજપ પાસે ઉદ્યોગપતિઓ છે અને પૈસાથી લોકોને ખરીદી લઈએ છીએ, પરંતુ આજે આ તમામ લોકોના ચેહરા પર એક લપડાક પડી છે. રૂપિયાથી ભાજપના લોકો ઉમેદવારને ખરીદી શકે છે પરંતુ પ્રજાને નથી ખરીદી શકતી. આજે વિસાવદરની જનતાએ મેસેજ આપ્યો છે કે ગુજરાતમાં આમ આદમીની જીત થશે. કોંગ્રેસના જે પણ નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપને હરાવવા માંગે છે તે લોકોને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે તમારા લીડરો ભાજપના કહેવાથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહેશે અને તમારી મહેનતનો સોદો કરી નાખશે. અને જો તમારે ગુજરાતમાં ભાજપને હરાવી હોય તો આજે એક જ પાર્ટી છે એ છે આમ આદમી પાર્ટી. માટે આવો આમ આદમી પાર્ટીમાં અને આપણે સાથે મળીને ભાજપને હરાવીશું.
કડીમાં ભાજપની જીત થઈ છે તો હું ભાજપને અભિનંદન આપવા માંગુ છું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હતાશ થવાની જરૂર નથી. ચૂંટણીમાં હાર જીત ચાલતી હોય છે અને હું કાર્યકર્તાઓને સંદેશો આપવા માંગુ છું કે ઉન્માદમાં આવીને કોઈએ એવી વાત ન કરવી કે કોઈ બીજા વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે. આપણે ખેલદિલીથી આગળ વધવાનું છે. પ્રજાએ આપણને જે જવાબદારી આપી છે તે જવાબદારીને હવે આપણે નિભાવવાની છે. ફરીથી આમ આદમી પાર્ટીના પાંચ પાંડવો થયા છે આ તમામ પાંચેય પાંડવોએ વિધાનસભામાં પ્રજાનો અવાજ બનવાનું છે. અમે ખાતરી આપીએ છીએ કે ગોપાલ ઇટાલીયા સહિત તમામ પાંચ ધારાસભ્યો વિધાનસભા ગુંજવશે.
ભાજપના ઘણા નેતાઓ પણ હાલની નવી ભાજપથી કંટાળી ગયા છે અને તેઓ પણ કરી રહ્યા છે કે શા માટે ભાજપ રૂપિયાથી, ડરાવી ધમકાવીને કે દારૂ વેચીને અને બૂથ કેપ્ચરિંગ કરીને જીત મેળવી રહી છે. તેઓનું માનવું છે કે ભાજપ આવી પાર્ટી ન હતી. હકીકતમાં ભાજપ પર કબજો કરનાર કેટલાક નેતાઓએ પાર્ટીને આવી બનાવી દીધી. ઘણા પૂર્વ મંત્રીઓ એ આ મુદ્દા પર પત્ર પણ લખ્યા છે તે સૌને મારી વિનંતી છે કે તમે તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવો. આમ આદમી પાર્ટી ક્યાંય પણ કોઈ પ્રકારનું સેટિંગ નહીં કરે તેવો અમે તમને વિશ્વાસ આપીએ છીએ.આગામી સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાત પધારશે. અમે હવે આમ આદમી પાર્ટી જોડો અભિયાન ચલાવીશું.
ગુજરાતની પ્રજા સમજદાર છે પ્રજાને તમે દિલથી જીતી શકો છો કારણ કે આ લોકશાહી છે અહીંયા લોકો જેને સત્તા આપે એને સત્તા મળશે. પરંતુ જો તમે પ્રજા પર અત્યાચાર કરો, લૂંટ ચલાવશો, ભ્રષ્ટાચાર કરશો, પ્રજાને ડરાવશો ધમકાવશો અને રૂપિયા આપીને ધારાસભ્ય ખરીદશો પરંતુ બે દિવસ તમારી પાસે તમારા ધારાસભ્ય રહેશે અને જ્યારે બીજી વાર મોકો મળશે ત્યારે પ્રજા એક જોરદાર લપડાક લગાવશે. તો આ ચૂંટણી ગુજરાતની ઉમ્મીદ બનીને આવી છે. આજે જે પણ લોકો ભાજપની નીતિઓ સામે લડી રહ્યા છે તે તમામ બેરોજગાર યુવાનોની જીત થઈ છે. ભાજપે છેલ્લા બે દિવસમાં બૂથની રણનીતિ જે બનાવી હતી તેને પણ અમે ધ્વસ્ત કરી દીધી. ભલે અમે રાજનીતિમાં નવા અને કાચા હોઈએ પરંતુ ભાજપ એ જે ષડયંત્ર રચ્યા છે તેને ખુલ્લા પાડતા અમને આવડે છે. લોકોએ દારૂની ગાડીઓ જોઈ હશે, રૂપિયાની રેલમ છેલ જોઈ હશે અને અમને ખબર હતી કે કોઈ પોલીસ ફરિયાદ નહીં થાય. અમને ખ્યાલ હતો કે બૂથ કેપ્ચરિંગ થશે અને કોઈની ધરપકડ પણ નહીં થાય પરંતુ અમારે આવું કશું જોઈતું ન હતું કારણ કે અમને ખ્યાલ હતો કે પ્રજાને મોકો મળશે ત્યારે પ્રજા મજબૂતીથી આમ આદમી પાર્ટીનું બટન દબાવશે.
ભાજપને સંદેશો આપવા માગું છું કે હવે તમે આ તાનાશાહી છોડો અને તમારી પાસે હજુ પણ અઢી વર્ષ છે, તમે ધારો તો ખેડૂતોનું દેવું માફ કરી શકો છો, તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો, તમે ગરીબો વંચિતો અને શોષીતોને ન્યાય અપાવી શકો છો, ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલી શકો છો. ભાજપના નેતાઓ અમારી ઉપર ટીકા ટિપ્પણીઓ કરશે અને જતા રહેશે. તમે વિસાવદરમાં જોયું હશે કે વિસાવદરને ખાડા નગરી બનાવી દીધી છે, ઘણા ગામોમાં જઈ શકાતું પણ નથી. માટે હવે કામની રાજનીતિ કરીએ. ભાજપ અઢી વર્ષ સુધી કામની રાજનીતિ કરે અને જણાવે કે અઢી વર્ષમાં તેઓ શું કરશે. અમે વિપક્ષ તરીકે શું કરવાના છીએ એ પણ અમે જણાવીશું અને ગુજરાતની જનતાને વિનંતી કરીશ કે જો તમારી સાચો વિકાસ જોઈતો હોય, બાળકોની મોંઘી ફી થી પરેશાન હોય, નેતાઓના અત્યાચારથી પરેશાન હોય તો આમ આદમી પાર્ટીમાં આવો.
આગામી 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી મજબૂતાઈથી લડી રહી છે તો જે પણ લોકો ગુજરાતમાં સાચો વિકાસ અને પરિવર્તન ઇચ્છતા હોય તે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને આમ આદમી પાર્ટીને મદદ કરો અને 2027ની ચૂંટણીનો પાયો નાખો. 2027માં તમારી સરકાર આવશે અને તમે કહેશો તે પ્રમાણે સરકાર કામ કરશે, ભાજપની તાનાશાહીની જેમ સરકાર નહીં ચાલે. માટે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જાગો, ભાજપના લોકો તમને રૂપિયાથી ભ્રમિત કરી શકશે, જાતિ જ્ઞાતિ અને ધર્મના આગેવાનોને ઉતારી દેશે, કલાકારોને ઉતારી શકશે, અનેક લોકોને ડરાવી ધમકાવી શકશે, પરંતુ ભાજપ હવે પ્રજાને ખરીદી શકશે નહીં. ભાજપે વિસાવદરમાં પણ ખૂબ ષડયંત્રો કર્યા પરંતુ વિસાવદરની જનતાએ સાબિત કરી આપ્યું કે અમે ફક્ત કામની રાજનીતિમાં માનીએ છીએ.