વકફ બોર્ડ હેઠળની મિલકતોનું GPS મેપિંગ, સર્વે અને ડિજિટલાઇઝેશન માટે કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રૂ. ૬ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઇ
……
વકફ બોર્ડ હસ્તકની મિલકતોના સર્વે, રેકર્ડ મેનેજમેન્ટ, વ્યવસ્થાપનની કામગીરીને વેગ મળશે
…..
આજે ગાંધીનગર ખાતે કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ, સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
જેમાં રાજ્યમાં આવેલ વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે રૂ.૨ કરોડ, સર્વેની કામગીરી માટે રૂ.૨ કરોડ અને વકફ બોર્ડની વેબસાઈટ તેમજ ઓનલાઈન ડીજીટલાઇઝેશનની કાર્યવાહી માટે રૂ.૨ કરોડ મળીને કુલ રૂ. ૬ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.
* આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે.
* ખરી મિલકતની જ નોંધણી થશે.
* બિનજરૂરી તકરારોનું નિરાકરણ આવશે.
* ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા લાવવામા આવેલ Ummeed(Unified Waqf Management, Empowerment, Efficiency and Development) એક્ટ-૨૦૨૫ હેઠળની વિવિધ કાયદાકીય જોગવાઈઓનાં ભાગરૂપે આ કામગીરીને સઘન બનાવવાના પ્રયાસો ગુજરાત સરકાર દ્રારા હાથ ધરાયા છે.