ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે સીએમ સહીત સમગ્ર અથવા કેટલાક કેબીનેટ મંત્રીઓ બદલાઇ શકે છે,, અથવા તો સીએમ ન બદલાય તો પરફોરમંસ બેઝ કેટલાક મંત્રીને બદલીને નવા મુળ કોગ્રેસી નેતાઓને મંત્રી બનાવી શકાય છે, ત્યારે અમિત શાહનો ગુજરાત પ્રવાસ જ્યારે પણ થાય છે ત્યારે આવી ચર્ચાઓ જોર પકડતી હોય છે, પણ આ વખતે તેઓ ધાર્મીકની સાથે કેટલાક વિકાસ પરિયોજનાઓનો ઉદ્ઘઘાટન કરવા આવ્યા છે,પણ અમિત શાહ શુ માત્ર આટલા જ કામ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે, જો આ સવાલ પુછાય તો જવાબ મળશે ના,, તો શુ,, જોઇએ તેમના ગયા પછી ગુજરાતમાં ભાજપ અને સરકારની રાજનીતિમાં શુ ફેર ફાર થાય છે, શુ એવુ માની શકાય છે સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલની આ છેલ્લી રથયાત્રા હતી કે હર્ષ સંઘવી ગૃહરાજ્ય મંત્રી તરીકે છેલ્લી રથયાત્રા હતી,,અત્યારે આ બધાનુ આટલી જલ્દી નિષ્કર્ષ કાઢવું જલ્દી છે,
ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
—————-
ભારતના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે રાજભવન પધાર્યા હતા. તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે ઊંડો વિચાર-વિમર્શ થયો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી અમિતભાઈ શાહને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટેનું જન આંદોલન જનભાગીદારીથી રાજ્યમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.
આ અવસરે શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરી અને કહ્યું કે, આ કાર્ય માત્ર ખેડુતોના આર્થિક સશક્તિકરણનું સાધન નથી, પરંતુ જમીન, પાણી અને પર્યાવરણની રક્ષા માટેનો મહત્વપૂર્ણ ઉપાય પણ છે.