🛑🧑🏻🏫ગુજરાત સરકાર #પ્રાથમિક_શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી🧑🏻🏫🛑
💁🏻ગુજરાતમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, તે દરમિયાન એક ચોકાવનાર સરકારનો જ એક #રિપોર્ટ આવ્યો છે, જે વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતમાં ધોરણ એક થી પાંચ માં સ્કૂલો અને શિક્ષકોનું જે પ્રમાણ છે એ પૂરા દેશમાં ગુજરાતનું સૌથી ઓછું છે તે દર્શાવે છે.
💁🏻ગુજરાત નેતાઓ અને અધિકારીઓ ભલે મોટી મોટી વાતો કરે કે વાઈબ્રન્ટ ગુજરાત છે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના નારો ઓ આપે, પરંતુ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે તે આ રિપોર્ટ પરથી સાબિત થશે.👇🏻
#યુનિફાઈડ_ડિસ્ટ્રક્ટ_ઇન્ફોર્મેશન_સિસ્ટમ_ફોર_એજ્યુકેશન 2023 24 ના રિપોર્ટ અનુસાર ગુજરાતનું પ્રાયમરી શિક્ષણ (ધોરણ 1 થી 5) આખા દેશની અંદર સ્કૂલો વાઈઝ અને શિક્ષકો વાઈઝ ગુણવતા અને પ્રમાણ સૌથી ઓછું છે.
🏠🔴ગુજરાતની #શાળાઓની વાત કરીએ તો👇🏻
📌#ગુજરાતની અંદર કુલ 53,000 શાળાઓ છે. એમાં 1 થી પાંચ ધોરણની શાળાઓ 13,000 છે. મતલબ માં 25% પ્રાથમિક શાળાઓ છે.
📌રાજસ્થાનની અંદર 1 લાખ 7000 શાળા છે એમાંથી 35,000 પ્રાથમિક શાળાઓ છે મતલબ ત્યાં 35%.
📌કર્ણાટકની અંદર ટોટલ 76000 શાળાઓ છે અને એમાંથી 23000 પ્રાથમિક શાળાઓ છે મતલબ ત્યાં 31%.
જેને સૌથી પછાત રાજ્ય માનવામાં આવે છે એવા 📌 #બિહારની અંદર ટોટલ 94000 શાળાઓ છે અને એમાં 41000 પ્રાથમિક શાળાઓ છે. મતલબ 44% 📌
📌મહારાષ્ટ્રની અંદર 1 લાખ 8000 ટોટલ શાળાઓ છે એમાંથી 75,000 પ્રાથમિક શાળાઓ છે એટલે એટલે કે 46%.
🧑🏻🏫🔴હવે વાત કરીએ શાળાના #શિક્ષકો ની👇🏻🛑
🧑🏻💼#ગુજરાતની અંદર કુલ જે શાળાઓ છે એમાં 3.94 લાખ શિક્ષકો છે.
👉🏻પ્રાથમિક શાળાની અંદર 34,000 છે, માત્ર 8.6%
🧑🏻💼રાજસ્થાનની અંદર 7.75 લાખ શિક્ષકો છે
👉🏻પ્રાથમિક શાળાઓમાં 83,000 છે મતલબ 11%
🧑🏻💼કર્ણાટકની અંદર 4.34 લાખ શિક્ષકો છે અને
👉🏻પ્રાથમિક સ્કૂલોની અંદર 47,000 શિક્ષકો છે ત્યાં પણ 11% છે
જેને સૌથી પછાત રાજ્ય ગણવામાં આવે છે એવા🧑🏻💼#બિહારની અંદર 6.57 લાખ શિક્ષકો છે.
👉🏻1.57 લાખ પ્રાથમિક સ્કૂલોમાં છે એટલે 24%
🧑🏻💼મહારાષ્ટ્રની અંદર 7.38 લાખ શિક્ષકો છે
👉🏻એમાંથી 1.30 લાખ પ્રાથમિક શાળામાં છે મતલબ ત્યાં 19% છે
🛑ધોરણ એક થી પાંચ માં ગુજરાતમાં કુલ 54 લાખ વિદ્યાર્થીઓ છે એમાં સરકારી શાળામાં 38 લાખ ખાનગી શાળામાં 16 લાખ
🛑એક આંકડો એ પણ સામે આવ્યો કે ગુજરાતમાં #ગ્રોસ_એન્રોલમેન્ટ_રેશિયો એ 80% છે 👉🏻એટલે કે 6 થી 10 વર્ષના જે બાળકો છે એમાં 20% બાળકો છે એ પ્રાથમિક સ્કૂલોની અંદર એડમિશન લેતા નથી અને આ મામલે “ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે છે,”
💁🏻🛑2022 23 ની સરખામણીએ 2023 24 માં ધોરણ 1 થી 12 માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા અને એની સામે ખાનગી સ્કૂલોમાં 1.27 લાખ વિદ્યાર્થીઓ વધ્યા.
💁🏻🛑2015 16 થી અત્યાર સુધી ગુજરાતની અંદર 542 સરકારી સ્કૂલો ઘટી ગઈ અને એની સામે #ખાનગી સ્કૂલો 1745 વધી ગઈ.
👆🏻હવે આમ વિચારો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું શું આવે ?
👆🏻ન રહેંગા બાસ ન બજેંગી બાંસુરી.
💁🏻બાકી કાયદો તો કહે છે દરેક નાગરિકને શિક્ષણ મળવું જ જોઈએ, શિક્ષણ મફતમાં મળવું જોઈએ, જે રાજ્ય સરકારની જવાબદારી છે.સરકારે એ વાત સમજવી જોઈએ કે શિક્ષણ એ બેઝિક જરૂરિયાત છે દરેક માટે પ્રાયમરી શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. કહેવાય છે ને જે રાજ્યનો બાળક શિક્ષિત થશે એ રાજ્ય વધારે સારું થશે સંસ્કારી થશે અને એ રાજ્ય વધારે મજબૂત બનશે, પરંતુ એવું લાગે છે કે કથિત વિકાસ કરવાની લાઈમાં ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત ભુલાઈ ગઈ છે. ગુજરાતમાં તો પૈસા આપવા છતાં પણ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે,
💁🏻ગુજરાતની સરખામણીએ અન્ય રાજ્યો ઘણા પછાત છે, પરંતુ શિક્ષણની બાબતમાં ત્યાંના સત્તાધીશો શિક્ષણને પ્રાથમિકતા સ્વીકારેલી છે અને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.
💁🏻દિવસે ને દિવસે ગુજરાતમાં શિક્ષણનું વધતું જતું #ખાનગીકરણ પણ એટલું જ જવાબદાર છે. ગુજરાતની સરકારે આને પણ એક ફરજ ન સમજતા પૈસા કમાવવાનો રસ્તો સમજી લીધો છે તેથી નાકે નાકે નેતાઓની મોંઘીદાટ અને આલિશાન પ્રાઇવેટ શાળા ઊભી કરી દીધી છે.જે મોલ કલ્ચરમાં શિક્ષણ સિવાય બધું જ મળે છે કારણકે તેને શિક્ષણ નહીં નફા સાથે લેવાદેવા હોય છે.
🛑આ બજેટમાં આશરે 60 હજાર કરોડનું બજેટ શિક્ષણ પાછળ ફળવાયું છે, કોઈ કહી શકે ક્યાં વાપરતા હશે આ જનતાના ટેક્સના રૂપિયા ?
#આ_છે_મોડલ_સ્ટેટની_વાસ્તવિકતા
#ગુજરાતનું_શિક્ષણ_મોડલ