By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદઆમ આદમી પાર્ટીગુજરાતરાજકારણ

વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ મુકાબલો પણ આમ આદમી પાર્ટી જીતશે: અરવિંદ કેજરીવાલ

Web Editor Panchat
Last updated: July 2, 2025 9:46 pm
Web Editor Panchat Published July 2, 2025
Share
SHARE

ગુજરાતમાં AAPએ કરી AAP સદસ્યતા અભિયાનની શરૂઆત

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અભિયાનની શરૂઆત કરી

AAPમાં જોડાવા માટે મોબાઇલ નંબર જાહેર કર્યો

૯૫૧૨૦૪૦૪૦૪ નંબર પર મિસ કોલ કરીને AAP ગુજરાતના સદસ્ય બનો

વિસાવદરની પ્રજાએ આખા ગુજરાતને નવી દિશા આપી: ગોપાલ ઈટાલિયા

પહેલા ૩૦ વર્ષ બાદ કોંગ્રેસ હારી હતી, હવે ૩૦ વર્ષ બાદ ભાજપ હારશે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતના યુવાનોના હાથમાં ગુજરાતની બાગડોર સોંપીશું: અરવિંદ કેજરીવાલ

૬ મહિનાના અંદર કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં AAPનો વિજય થશે: ઇસુદાન ગઢવી

ભાજપ-કોંગ્રેસમાં ભાઈ-ભત્રીજાવાદ છે, આમ આદમી પાર્ટીમાં યુવાનોને તક મળશે: અરવિંદ કેજરીવાલ

ગોપાલ ઈટાલિયાના સામે આખી ભાજપની ફોજ ઊભી હતી, છતાં ભાજપ જીત્યું નહીં: ગોપાલ રાય

માત્ર આમ આદમી પાર્ટી જ ભાજપને હરાવી શકે છે, એ સૌએ જોઈ લીધું છે: અરવિંદ કેજરીવાલ

વિકલ્પ ન હોવાને કારણે ૩૦ વર્ષ ભાજપે રાજ કર્યો, હવે આમ આદમી પાર્ટી સૌથી મોટો વિકલ્પ બની છે: અરવિંદ કેજરીવાલ

અમે વિસાવદરમાં ભાજપને દિવસે તારાં દેખાડી દીધાં: ઇસુદાન ગઢવી

કોંગ્રેસ ભાજપના ખીસ્સામાં, બંને મળીને ભ્રષ્ટાચાર કરે છે: અરવિંદ કેજરીવાલ

AAP દરેક ઘરમાં પાંચ વખત જશે, ૭ કરોડ લોકો સુધી પહોંચશે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં તમામ સમુદાયના લોકો એક થાય તો સમગ્ર રાજ્યમાં પરિવર્તન આવી શકે છે: ગોપાલ રાય

ગુજરાતને ભાજપના ચુંગલમાંથી મુક્ત કરવું છે: ગોપાલ ઈટાલિયા

સુરતમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીના ઘરમાં પૂરું પાણી નથી ગયું, તો જનતા ઘર પાણીમાં કેમ ડૂબ્યા?: અરવિંદ કેજરીવાલ

૨૦૨૭માં સમગ્ર ગુજરાતના તમામ જાતિ-ધર્મના લોકો આમ આદમી પાર્ટીને તક આપશે: ઇસુદાન ગઢવી

જનતાએ જોઈ લીધું છે કે કોંગ્રેસ ભાજપને હરાવી શકતી નથી, માત્ર ઝાડૂવાળા જ ભાજપને હરાવી શકે છે: ગોપાલ ઈટાલિયા

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ભારે બહુમતિથી ચૂંટણી જીતી અને ત્યારબાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યકરો અને વિસાવદરની જનતાને જીતને અભિનંદન આપવા ગુજરાત આવ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલએ અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું ‘ગુજરાત જોડો’ સભ્યતા અભિયાન પણ લોન્ચ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જ્વૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ખેડૂત સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં પ્રદેશના પદાધિકારીઓ, ઝોનના પદાધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ અને વિધાનસભાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી સંખ્યામાં હાજર આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સામે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, સૌથી પહેલા હું આમ આદમી પાર્ટીના દરેક સિપાહીને વિસાવદરની જીત માટે અભિનંદન આપું છું. પરંતુ સૌથી વધુ અભાર અને વધાઈ આપવી છે વિસાવદરની જનતાને, કેમ કે તેમણે એક નાની પરંતુ ઈમાનદાર પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિસાવદરમાં કેટલાક લોકો બે મહિના સુધી દિવસ-રાત મહેનત કરતા રહ્યા, હું એ મહેનતને સલામ કરું છું. વિસાવદરની જીતના માધ્યમથી ભગવાન આપણને મોટો સંદેશ આપવા માંગતા હતા — ભગવાન જનતામાં વસે છે અને જનતાનો નિર્ણય એટલે ભગવાનનો નિર્ણય છે. એ કોઈ ઇતેફાક નહોતો કે ગયા ચૂંટણીની તુલનાએ આ વખતે અમને ત્રણ ગણું વધુ બહુમતિથી જીત મળી છે. ગુજરાતમાં ભાજપની છેલ્લા 30 વર્ષથી સરકાર છે અને સમગ્ર તંત્ર અને દરેક સિસ્ટમ પર ભાજપની પકડ છે, ત્યાં આપણે પ્રચંડ બહુમતિથી જીત્યા, તો હું એ કુદરતનો ખેલ અને ઉપરવાળાની ઈચ્છા માનું છું. ગુજરાતમાં પહેલા 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને ત્યારબાદ છેલ્લા 30 વર્ષ ભાજપે શાસન કર્યું, હવે એ જ ચક્ર ફરી ચાલવાનું છે અને 30 વર્ષ બાદ હવે ભાજપે જવાનું છે. ભાજપે ઘણો ઘમંડ પાડી રાખ્યો છે, તો હવે એક ઈમાનદાર પાર્ટી સત્તામાં આવશે — આ નક્કી છે.

મને ખબર પડી છે કે સુરતમાં પૂર આવ્યું છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, ત્યારે હું વિચારું છું કે છેલ્લા 30 વર્ષમાં ભાજપે ગુજરાતનું શું હાલત કરી નાખી છે. આજે દુનિયામાં એવા રસ્તાઓ બનતી જાય છે કે લોકો 150-200 કિમીની ઝડપે વાહન ચલાવી શકે છે, પણ જયારે હું વિસાવદરની ચૂંટણી દરમિયાન રાજકોટ એરપોર્ટથી જૂનાગઢ જવા નીકળ્યો ત્યારે અમને 35 કિમીની ઝડપે વાહન ચલાવવું પડતું હતું, એટલી ખરાબ રસ્તાઓ ગુજરાતમાં બનાવ્યા છે. મારો પ્રશ્ન છે ભાજપ સાથે કે છેલ્લાં 30 વર્ષમાં તમે સારી રસ્તાઓ પણ બનાવી શક્યા નથી? મને સાંભળવામાં આવ્યું છે કે 1995માં જ્યારે ભાજપની સરકાર બની, એ પહેલાં ગુજરાતમાં 100 કિમીની ઝડપે વાહનો ચાલતા હતા, એટલી સારી રસ્તાઓ હતી. એ 100ની ઝડપે દોડનારા ગુજરાતને તમે 35ની ઝડપે લાવી દીધું. હું જૂનાગઢમાં જે હોટલમાં રહ્યો હતો ત્યાં દિનમાં પાંચ વખત વીજળી કપાઈ જાય છે, 30 વર્ષના શાસન બાદ પણ એક શહેરમાં વિજળી નથી આપી શકતા? હું પ્રચાર માટે ચાર ગામડાંમાં ગયો અને એમાંથી એક પણ ગામડાંમાં વીજળી નહોતી.

સુરતમાં પૂર આવ્યું છે, એ પહેલાં વડોદરા અને જૂનાગઢમાં પણ પૂર આવ્યું હતું, પણ એવું મેં સાંભળ્યું છે કે પહેલાં ક્યારેય પૂર આવતું ન હતું. તો હવે આ પૂર શા માટે આવી રહ્યું છે? જવાબ છે ભ્રષ્ટાચારને કારણે. સુરતમાં સી.આર. પટેલ અને હર્ષ સંઘવી રહે છે, એમના ઘરોમાં પૂરનું પાણી નથી ઘુસતું પણ સામાન્ય લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે. એ લોકો ફક્ત પોતાના માટે કામ કરે છે, જનતાના હિત માટે કોઈ કામ કરતા નથી.

મને સી.આર. પટેલનું એક નિવેદન સાંભળવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય અમારામાં આવી ચૂક્યો છે અને બાકી બે પણ સંપર્કમાં છે. હું સી.આર. પટેલને કહેવા માંગું છું કે થોડી શરમ રાખો અને ભગવાનથી ડરો. મૃત્યુ પછી જ્યારે ભગવાન પૂછશે કે ધરતી પર શું કર્યું, ત્યારે શું જવાબ આપશો? શું કહેશો કે બીજી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનું કામ કરતા હતા? છેલ્લા 30 વર્ષથી જનતાએ તમારું શાસન સહન કર્યું છે, તો તમારે શાળાઓ બનાવવી હતી, હોસ્પિટલ બનાવવી હતી, રોજગારી આપવી હતી, રસ્તા બનાવવા હતા, પુલ બનાવવા હતા, સારી વીજળી આપવી હતી, ખેડૂતો માટે સારા કામ કરવા હતા. બીજી પાર્ટીના ધારાસભ્યો તોડવાની કે તેમના સંપર્કમાં રહેવાની વાત કરવી, એ ગૌરવની વાત નથી, એ શરમજનક વાત છે.

ગુજરાતમાં યુવાનો નિરાશ છે, કારણ કે જે પણ સરકારી નોકરીના પેપર આવે છે તે લીક થઈ જાય છે, રોજગારી મળતી નથી. હમણા સાંભળ્યું છે કે મનરેગા યોજનામાં પણ કરોડો-અરબોના કૌભાંડ થયા છે. જેમના ઘરમાં કંઈ નથી અને જેમને કોઈ કામ નથી તેવા ગરીબ લોકો મનરેગા યોજના હેઠળ કામ કરવા જાય છે, તેવા ગરીબ લોકોના પૈસા પણ આ લોકો ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાય છે. આવા ભ્રષ્ટાચાર કરનારા લોકો નરકમાં જશે. મનરેગા યોજના હેઠળ આ લોકો લોખંડ ખાઈ ગયા, સળિયા ખાઈ ગયા, રેત ખાઈ ગયા. હવે હું વિચારું છું કે આવી ભ્રષ્ટ સરકારનું શાસન છેલ્લાં 30 વર્ષ સુધી કેવી રીતે ચાલી રહ્યું છે? પછી મને ખબર પડી કે કોંગ્રેસ તેમની જેબમાં છે, તેથી ભાજપએ છેલ્લાં 30 વર્ષ સુધી ભ્રષ્ટાચાર ચાલુ રાખ્યો. ભાજપને ઘમંડ હતું કે ગુજરાતની જનતાને કોઈ વિકલ્પ નથી, એટલે તેમને ભાજપને જ મત આપવો પડશે, કારણ કે કોંગ્રેસ પણ તેમની જેબમાં છે. ભાજપ અને કોંગ્રેસ મળીને ભ્રષ્ટાચાર કરે છે, જેમાં 70% ટેન્ડર ભાજપને મળે છે અને 30% ટેન્ડર કોંગ્રેસને મળે છે. બંને પાર્ટીના નેતાઓએ પોતાની પોતાની કંપનીઓ ખોલી રાખી છે. આવા રીતે કોંગ્રેસ, ભાજપની જેબમાં છે, પણ માત્ર આમ આદમી પાર્ટી છે જે દેશની સેવા કરે છે અને ગુજરાતના લોકોને સાચી રીતે સેવા આપે છે.

ગુજરાતની જનતા હવે બદલાવ ઇચ્છે છે. છેલ્લા 30 વર્ષ સુધી જનતા પાસે કોઈ વિકલ્પ ન હતો, પરંતુ હવે જનતા પાસે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી છે. 2027માં આમ આદમી પાર્ટી નક્કીથી સત્તામાં આવશે અને લોકોને સત્તા મળશે અને ભ્રષ્ટાચાર કરનારા લોકોનું શાસન ખતમ થશે. ભાજપના એક મંત્રીએ મને વિસાવદરની ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે ગુજરાતના લોકો ભાજપાથી તંગ આવી ગયા છે, પણ ભાજપની એવી પકડ છે કે તેને હરાવવું મુશ્કેલ છે. પરંતુ જેને દિવસે જનતા ઊભી થઈ જાય છે, એ દિવસે મોટા મોટા સિંહાસન ડોલી જાય છે. તો હવે જનતાને ઉભું થવું પડશે. વિસાવદરમાં જનતા ઊભી થઈ અને અમે ઇતિહાસ રચ્યો.

આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે. આજે હું ગુજરાતના યુવાનોને આહ્વાન કરું છું કે તમારે ગુજરાતની લગામ સંભાળવી જોઈએ. માત્ર આ એક પાર્ટી છે જ્યાં સારા લોકો માટે જગ્યા છે, જ્યારે બીજી પાર્ટીઓમાં તો કોઈ બેઠકો ખાલી નથી, ન ધારાસભ્યની કે ન કોર્પોરેટરની. ભાજપમાં દરેક બેઠકે કોઈનો ચાચા, ભત્રીજો, મામા કે ભાણો બેઠેલો છે. જ્યારે આમ આદમી પાર્ટીમાં કોઈ ભાઈ-ભત્રીજાવાદ નથી. અમારી પાર્ટીમાં સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવે છે અને સામાન્ય લોકો જ ચૂંટણી લડીને વિધાનસભામાં જાય છે. હું ગુજરાતના યુવાનોને કહીશ કે જે યુવાનો ગુજરાતમાં બદલાવ લાવવા માગે છે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય. હું આજે અહીં માત્ર દેશ માટે આવ્યો છું. હું ગુજરાતના યુવાનો પાસેથી માત્ર બે વર્ષ માંગવા આવ્યો છું અને જેમ ઈસુદાન ભાઈએ કહ્યું, ભાજપે 30 વર્ષમાં જે કામ ન કર્યાં હોય તે કામ આપણે 5 વર્ષમાં કરી બતાવીશું.

આજથી અમે આખા ગુજરાતમાં ‘ગુજરાત જોડો’ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. 9512040404 આ નંબર પર મિસ કોલ કરીને તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકો છો. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ, આવતા 2027ના ચૂંટણી સુધી આપણને એટલું કામ કરવું પડશે કે ગુજરાતની 7 કરોડ જનતા સુધી પહોંચવું પડે અને દરેક ઘરમાં ઓછામાં ઓછું પાંચ વખત જઈને આવવું પડશે. પાંચ વખત આપણે આખા ગુજરાતના લોકોને મળવા જઈશું ત્યારે આખું ગુજરાત આપણા સાથે જોડાશે. આપણને ઘરમાં ઘરમાં જવું પડશે અને દિવસ-રાત મહેનત કરવી પડશે. ભલે ખાવા માટે મળે કે ન મળે, રહેવા માટે જગ્યા મળે કે ન મળે, પણ આપણને આપણા આ અભિયાનને આંદોલન બનાવવું પડશે અને સંપૂર્ણ મન-દિલથી દરેક ઘરમાં પાંચ વખત જઈને આવવું પડશે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડશે અને સોશિયલ મીડિયા આપણું શસ્ત્ર બનવું જોઈએ. મારે દિલે લાગે છે કે વિસાવદર સેમી ફાઈનલ હતો અને ભગવાન આપણને મોટો સંદેશ આપી રહ્યા છે. આવનારો સમય આમ આદમી પાર્ટીનો છે, ગુજરાતનો સમય છે.

પછી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પોતાના વિચારો રાખતાં કહ્યું કે, હું સ્ટેજ પર જોઉં છું કે ઘણા ધારાસભ્યો બેઠા છે, પણ સાથે સાથે મને એ પણ દેખાય છે કે મારા સામે બેસેલા અનેક લોકો આગામી સમયમાં ધારાસભ્ય બનશે, કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય બનશે. એ દિવસ દૂર નથી કારણ કે હવે છ મહિનામાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે અને અઢી વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી છે, જેમાં આપણે એવું કમાલ કરી બતાવશું કે દરેક જગ્યાએ આપણા જીતેલા ઉમેદવારો અને આપણું શાસન હશે. 2022ની ચૂંટણીમાં જ્યારે આપણે હારી ગયા ત્યારે લોકોએ આપણો મજાક ઉડાવ્યો હતો, એક નહિ આવા હજારો ચૂંટણી હારી જઈશું પણ પછી પણ આપણે જનતાની અવાજ ઉઠાવવાનું બંધ નથી કરવું. પણ આજે હું વિસાવદરની જનતાને નમન કરું છું, તેમનું વંદન કરું છું કારણ કે આજે તેમણે માત્ર વિસાવદરમાં નહિ પરંતુ આખા ગુજરાતને નવી દિશા બતાવી છે. મને ગુજરાતના ખેડૂત, યુવાન, મજૂર, વેપારી, દલિત, આદિવાસી, વંચિત સહિત તમામ લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી વખત આ બધા લોકો એકતામાં બાંધીને આપણને ચોક્કસ તક આપશે. અરવિંદ કેજરીવાલજીએ વચન આપ્યું હતું કે દિલ્હી ચૂંટણી પછી તેમનો સંપૂર્ણ ફોકસ ગુજરાત પર હશે. અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું કે આપણને સત્તા મળે કે ન મળે, પણ જે રીતે ભાજપે ગુજરાતના લોકોને પીડિત કર્યા છે અને જે રીતે ભાજપે ગુજરાતની જનતાને ગુલામ બનાવી છે, એ ગુલામીને તોડી ન નાખીયે ત્યાં સુધી આપણે શાંતિથી નહીં બેસીએ.

ભાજપના લોકો તમને ડરાવવાનો પ્રયાસ કરશે, તમને તોડવાનો પ્રયાસ કરશે કેમ કે અમે પહેલેથી જ તેમને દિવસે તારા બતાવી દીધા છે. વિસાવદરમાં માત્ર આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા એવું નથી, પરંતુ અહીં લડાઈ સત્ય અને અસત્ય વચ્ચે હતી, ધર્મની લડાઈ હતી, પાંડવો અને કૌરવો વચ્ચેની લડાઈ હતી. અને આ ચૂંટણીમાં સત્યની જીત થઈ છે. મોટા ભાગે એવું બને છે કે ચૂંટણી જીત્યા પછી એ દિવસે જ ઉજવણી પૂરી થઈ જાય છે, પણ આજે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી હજુ સુધી આમ આદમી પાર્ટી ઉપરાંત આખા ગુજરાતમાં એ જીતની ઉજવણી થઈ રહી છે અને આજે પણ અમારી પાસે હજારોથી વધુ ફોન આવી રહ્યા છે અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે. ઘણા લોકો આવે છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે પોતાનું નામ જણાવે છે, પણ અરવિંદ કેજરીવાલજી એ કહ્યું છે કે જે લોકો સંઘર્ષના સમયમાં આમ આદમી પાર્ટી સાથે ઊભા રહ્યા છે, ફક્ત એ લોકોને આવનારા ચૂંટણીમાં પહેલો મોકો મળશે. એવું નથી કે આપણે કોઈ યુદ્ધ જીત્યું છે, યુદ્ધની શરૂઆત તો હવે થઈ છે. હું ભાજપને પડકારું છું કે જો તમારામાં હિંમત હોય તો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજીના આ સિપાહીઓને હરાવીને બતાવો. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ફક્ત એક વાર આપણને મોકો આપી જુઓ, પછી આપણે માત્ર પાંચ વર્ષમાં એટલો વિકાસ કરીને બતાવીશું જેટલો ગુજરાતના ઈતિહાસના 75 વર્ષમાં થયો નથી. જો એવું આપણે કરીને ના બતાવીએ તો હું રાજકારણ છોડી દઈશ.

પછી આમ આદમી પાર્ટીના વિસાવદર ચૂંટણીના વિજેતા ઉમેદવાર અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે, 2022ની ચૂંટણીમાં આપણે બધા આ હોલમાં ભેગા થયા હતા અને ત્યારે આપણે એક સપનું જોયું હતું કે આપણે ગુજરાતમાં બદલાવ લાવશો. એ સપનુ જોયા પછી અને સંકલ્પ લીધા પછી આપણે ગુજરાતના ખૂણે ખૂણે ગયા અને દિવસ-રાત મહેનત અને સંઘર્ષ કર્યા પછી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો બની ગયા અને 40 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યો અને ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભી થઈ. ભાજપ અને કોંગ્રેસ વાળા સતત કહી રહ્યા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી, પણ ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોએ સંકલ્પ લીધો કે આ વખતે બદલાવ થશે અને તેમણે આમ આદમી પાર્ટી ને સપોર્ટ કર્યો અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉભી થઈ.

વિસાવદરના ખેડૂતો, ખેત મજૂરો, શ્રમિકો, વેપારીઓ, યુવાનો અને મહિલાઓએ આ વખતે નક્કી કર્યું હતું કે ભાજપે કેટલો પણ જોર લગાવી લે, પણ આ વખતમાં ફક્ત ગોપાલ ઇટાલિયાને જ મોકો આપવો છે. ત્યાર પછી જે પરિણામ આવ્યું એ આખી દુનિયાએ જોયું છે. સૌએ જોયું કે ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્ય મંત્રી, જિલ્લા અધ્યક્ષો, તાલુકા અધ્યક્ષો, બોર્ડ પ્રમુખો અને ગુંડા-મવાલી અને બૂટલેગરો પણ વિસાવદરમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા, પણ વિસાવદરની જનતાએ એક મજબૂત નિર્ણય લીધો અને આખા ગુજરાતને સંદેશો આપ્યો. વિસાવદરના લોકોએ આખા ગુજરાતને એ સંદેશો આપ્યો કે જો બધી જાતિ, ધર્મ અને વર્ગના લોકો એક થઈ જાય તો જેવું પરિણામ વિસાવદરમાં જોવા મળ્યું છે, એવું જ પરિણામ આખા ગુજરાતમાં પણ જોઈ શકાય છે.

ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીને અપનાવા માટે તૈયાર છે. હવે ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોની જવાબદારી છે કે આપણે લોકોને મળવા જઈએ. હવે આપણને ગુજરાતના ઘરના ઘરમાં આમ આદમી પાર્ટીની વિચારધારા અને અરવિંદ કેજરીવાલજીના કરેલા કામો અને વિચારો પહોંચાડવા છે. ગુજરાતના લોકોએ છેલ્લા 30 વર્ષથી ભાજપ જેવી ભ્રષ્ટાચાર અને અત્યાચાર કરનારી પાર્ટી સહન કરી છે. ગુજરાત પહેલું એવું નહોતું કારણ કે ગુજરાત ક્રાંતિની ધરતી છે. ગુજરાતના લોકોએ પોતાને જ પૂછવાની જરૂર છે કે જેમ ગાંધીજી અને સરદાર પટેલે નક્કી કર્યું કે તેઓ અંગ્રેજોને દેશમાંથી કાઢી નાખશે અને કાઢી નાખ્યા, તો શું આજના ગુજરાતના યુવાનો નક્કી નથી કરી શકતા કે તેઓ ભાજપને ગુજરાતમાંથી કાઢી નાખશે? હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમે ઉઠો, તમારી આત્માને જગાવો અને સંઘર્ષનો રસ્તો પસંદ કરો અને પછી ચાલો આપણે સૌ સાથે મળીને આખા ગુજરાતને ભાજપના ચુંગલમાંથી આઝાદ કરીશું.

ગુજરાતના લોકોએ હવે આ સવાલ કરવો પડશે કે શા માટે આપણા બાળકો જ્યારે સરકારી નોકરી માટે પરીક્ષા આપવા જાય છે ત્યારે તેમનું પેપર લીક થઈ જાય છે? શા માટે એક સામાન્ય માણસને સરકારી તંત્ર દબાવે છે? શા માટે ગુજરાતમાં રોજગારીની વ્યવસ્થા નથી? હવે આપણે સૌને જવાબદારી લેવી પડશે, ગુજરાત વર્ષોથી જે બદલાવ માંગતું હતું એ બદલાવનો સંકલ્પ લઈને આપણે આ હોલમાંથી બહાર જવું પડશે. આમ આદમી પાર્ટીના દરેક એક સિપાહીના ખભા પર બહુ મોટી જવાબદારી છે કારણ કે હવે જનતાને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ ભાજપને હરાવી શકે નહીં, ફક્ત ઝાડૂવાળા જ ભાજપને હરાવી શકે છે. તો હવે આપણું દાયિત્વ વધી ગયું છે. વિસાવદરમાં આખા ગુજરાતે જોયું કે ભાજપ અને કોંગ્રેસ મને હરાવવા માટે એક થઈ ગયા હતા. હું અરવિંદ કેજરીવાલજીનો આભાર માનું છું કે તેમણે મને આમ આદમી પાર્ટી જેવું મજબૂત પ્લેટફોર્મ આપ્યું. મારા સાથે આમ આદમી પાર્ટીમાં એવા અનેક લોકો છે જેઓ ફક્ત 40 વર્ષથી પણ ઓછી ઉંમરમાં ધારાસભ્ય બની ગયા છે અને સારા પદો પર આજે કામ કરી રહ્યા છે. તો ગુજરાતમાં આવા કરોડો યુવાનો છે જે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ધારાસભ્ય, જિલ્લા સભ્ય, તાલુકા સભ્ય જેવી અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી શકે છે. જો મારા જેવા એક પોલીસ કૉન્સ્ટેબલ ધારાસભ્ય બની શકે છે તો ગુજરાતમાં આવા ઘણાં લોકો છે જે મારી જેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ધારાસભ્ય બની શકે છે અને ગુજરાતમાં પરિવર્તન લાવી શકે છે. તો હું તમને પૂછવા માંગું છું કે હવે શાની રાહ જોવી છે? ચાલો સાથે મળીને ગુજરાતને ભાજપના જાળમાંથી મુક્ત કરીએ.

આમ આદમી પાર્ટીના કાર્યકરોને હું કહું છું કે હવે બહુ યોગ્ય વળાંકે ગુજરાતની રાજકારણ આવી પહોંચી છે. હવે આવનારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપણને એટલી સીટો જીતવી પડશે કે ગુજરાતની રાજકારણ જ બદલાઈ જાય. અત્યાર સુધીમાં આપણે અનેક વખત સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં ભાજપને ફક્ત આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. આપણે સુરતમાં, ગાંધીનગરના કોર્પોરેશનની ચૂંટણીમાં, ચૈતરભાઈ વસાવાના લોકસભા ચૂંટણી પ્રચારમાં બધાએ એ સાબિત કર્યું છે કે આપણે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ શકીએ છીએ અને ભાજપને હરાવી શકીએ છીએ. હું સૌથી વધુ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું કેમ કે 2022ની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં ઘણી નિરાશા ફેલાઈ ગઈ હતી. એવા સમયે ઈસુદાન ગઢવીએ પાર્ટીને મજબૂતીથી આગળ વધાર્યું. અને ત્યારે હું પાછા આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરને કહું છું કે આપણને ઈતિહાસ બનાવવો છે તો મજબૂતીથી આગળ વધો અને ગુજરાતમાં બદલાવ લાવીને બતાવો.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સામે પોતાનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે, ભાજપના નેતાઓ કહેતા હતા કે આ ગુજરાત છે અને અહીં ભાજપને હરાવી શકાય નહીં. અને તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના સામે આખી ભાજપની ફૌજ ઉભી કરી દીધી. પણ જે પરિણામ આવ્યું એણે નવો ઈતિહાસ રચી દીધો. વિસાવદરના ગામ-ગામમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રી, જિલ્લા અધ્યક્ષો, તાલુકા અધ્યક્ષો, બોર્ડ પ્રમુખો બધાજ લોકો ફરી રહ્યા હતા, ચારેય તરફ પૈસા વહેંચવામાં આવી રહ્યા હતા, દારૂ વહેંચવામાં આવી રહ્યો હતો અને લોકોને ડરાવવામાં આવી રહ્યા હતા. પણ આમ આદમી પાર્ટીના સિપાહીઓએ ભાજપને એવી હાર આપી કે જેને ભાજપ ક્યારેય ભૂલી શકશે નહીં. આજે તમે બધા લોકો અહીં બેઠા છો, તમે આખી ભાજપને હરાવીને અહીં બેઠા છો. આપણે હવે વિસાવદરની ચૂંટણી જીતીને ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી છે, હવે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતીને સેમિફાઈનલ પણ જીતવાનું છે અને ત્યારબાદ ફાઈનલ મેચ 2027ની વિધાનસભા ચૂંટણીમાં થશે. અને મને પૂરો વિશ્વાસ છે કે આપણે 2027માં પણ ગુજરાતમાં નવો ઈતિહાસ લખીશું. વિસાવદરે આપણને સંદેશો આપ્યો કે બધા સમાજના લોકો જો એક થઈ જાય તો ભાજપને હરાવી શકાય છે અને બદલાવ લાવી શકાય છે. તો એ જ રીતે આખા ગુજરાતમાં જો બધા સમાજના લોકો એક થઈ જાય તો આખા ગુજરાતમાં પણ બદલાવ લાવી શકાય છે

You Might Also Like

એમ.એસ.સર્જન એવા મહિલા તબીબ બન્યા સાવલીના ઇન્દ્રાડ ગામના સરપંચ

સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર ૨૦૦ દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી

TAGGED:AAPgopalitaliagujaratisudangadhavikejariwal
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર
ગુજરાત ભારે વરસાદ સમસ્યા હવામાન
વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર
ગુજરાત બોટાદ સમસ્યા
ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો
ગવર્મેન્ટ ગુજરાત ધર્મ દર્શન
કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?