ખેડૂતો મુદ્દે ઇશુદાન ગઢવી આ વખતે આપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે છે !
આપના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી ખેડૂતોના સંરક્ષક અને મશીહા બનીને ઉભરી રહ્યા છે
ઇશુદાન ગઢવીની રણનીતિથી વિસાવદરમાં જીત બાદ સંગઠનમાં પ્રભુત્વ વધ્યુ
2027ની ચૂંટણીમાં ઇશુદાન ગઢવી ખેડૂતો ઉપર ફોક્સ કરીને જીત બનાવશે રણનીતિ
આપ આ વખતે પોતાના અજેન્ડમાં ખેડૂત લક્ષી કાર્યક્રમોને આપશે પ્રાધાન્યતા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી ખેડૂતોમાં ખાસ્સા લોકપ્રિય છે, ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોમાં તેઓ મશીહા તરીકે જોવાઇ રહ્યા છે, ખેડૂત પરિવારથી આવનાર ઇશુદાન ગઢવીને એ તમામ વસ્તુઓ ખબર છે જે સમસ્યાઓથી ખેડૂતો નિયમીત પરેશાન છે, એટલેજ જે સ્થળે પણ ઇશુદાન ગઢવી જાય છે,,ત્યાં ખેડૂત આલમમાં તેમની ભારોભાર સ્વાગત તો થાય છે, ખેડૂતો તેમને ભગવાન તરીકે જોઇ રહ્યા છે, અને હાલમાં જે રીતે વિસાવદરની ચૂંટણીમાં આપને જીત મળી અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા તેમાં ઇશુદાન ગઢવીની ખેડૂત લક્ષી રણનીતિ કારગત સાબિત થઇ હતી,
તમને જણાવી દઇએ કે 2022માં આપ સારા સ્કૂલો અને આરોગ્ય સંસ્થાઓ એટલે કે હોસ્પિટલોના મુદ્દે ચૂંટણી લડી હતી, જેમાં ઇશુદાન ગઢવીને સીએમ ચહેરો પ્રોજેક્ટ કરાયો હતો,ત્યારે પ્રથમ વખત ફુલ ફ્લેજ ચૂંટણી આપ પ્રમથ વખત લડી હતી, અને તેમાં પાંચ ધારાસભ્યો આપના જીતીને આવ્યા હતા, આમ તો ઇશુદાન ગઢવી ,ગોપાલ ઇટાલિયા સહિત મોટા ચહેરાઓ ચૂંટણી હારી ગયા હતા, પણ પક્ષને 40 લાખ કરતા વધુ વોટ અપાવવામાં ઇશુદાન ગઢવી સફળ રહ્યા હતા, પરિણામે અરવિંદ કેજરીવાલે તેમના ઉપર વિશ્વાસ મુક્યો અને તેમને પ્રદેશ પ્રમુખ તરીકે કંટીન્યૂ કર્યા હતા,
આપના સુત્રોની માનીએ તો 2027માં આપ હવે ખેડૂત લક્ષી યોજનાઓ અને ખેડૂતને સારા ભાવ દુધ અને પાકોનું મળી શકે તેવી રણનીતિ ઉપર કામ કરી રહી છે, જેમાં ઇશુદાન ગઢવીનું ખાસ ભુમિકા છે, સૌરાષ્ટ્રના ખેડૂતોના સવાલો હોય કે મધ્ય અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સમસ્યા હોય કે પછી દક્ષિણ ગુજરાત કે આદિવાસી વિસ્તારોની સમસ્યા હોય ખેડૂતોના હિત શુ થઇ શકે તેના માટે અનેક પ્રકારની યોજના અને રોડ મેપ ઉપર અત્યારે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, જેમાં મોટા ભાગની યોજનાઓ ઇશુદાન ગઢવીએ તૈયાર કર્યો છે પરિણામે અત્યારે તેમની યોજના થકી ખેડુતો વચ્ચે જઇને તેમની સમસ્યાઓ જાણવાથી લઇને સમાધાનને લઇને ચર્ચાઓ થઇ રહી છે, અચાનક ઇશુદાન ગઢવીની આ રણનીતિ થી ભાજપ અને કોંગ્રેસ બન્ને પરેશાન થઇ ગયા છે,સંગઠનમાં તમામ મોર્ચાઓને રાજ્યાના વિવિધ જિલ્લાઓના ખેડૂતોની સમસ્યાઓ અંગે કામ કરવા અને ખેડૂતોની વચ્ચે રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, ત્યારે આ વખતે પણ ઇશુદાન ગઢવીના ચહેરાને આગળ રાખીને આપ 2027ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, તેમ સુત્રો ઉમેરી રહ્યા છે,