ચૂંટણી જીતવા માટે ભાજપે લોંચ કર્યો સસ્તો પ્લાન !
ચૂંટણી જીતવા માટે ભાજપે લોંચ કર્યો સસ્તો પ્લાન !
ભાજપને પણ નડી મોધવારી !
ચંદ્રાકાંત પાટીલે લોંચ કર્યુ જીતનું સ્ટેજ !

અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચુટણી વહેલી આવી રહી છે તેવી અટકળો વચ્ચે ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના નિવાસ સ્થાને એક ખાસ પ્રકારના બેઠકનો આયોજન કરાયુ
જેમાં વિશેષ પ્રકારના સ્ટેજનુ લોંચિંગ કરાયુ, મહત્વની વાત એ છે કે આ સ્ટેજનુ 44 સિનિયર નેતાઓએ બુંકિંગ પણ કરી લીધુ છે, ત્યારે સુત્રો કહે છે કે સ્ટેજની બુકિંગ જોઇને
પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે ચંદ્રાકાંત પાટીલને કહ્યુ કે સ્ટેજ બુકિંગ કરનારાઓની ટીકીટ કંન્ફર્મ સમાજવાની ને,, સવાલ એ ઉઠે કે આ બેઠક શેના માટે હતી સ્ટેજ લોન્ચિંગ માટે કે
ભાજપના સ્થાપના દિવસની ઉજવાણીની તૈયારી માટે,,
સાસંદોને તેમના વિસ્તારની વિધાનસભા જીતવા અપાયો ટાર્ગેટ !
ગુજરાતમાં વિધાનસભાની ચૂટણી ક્યારેય પણ આવી શકે છે,, તેવી રીતે પક્ષો તૈયારી કરી રહ્યા હોય તેવો માહોલ ઉભુ થઇ રહ્યુ છે, તેવામાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી, ગૃહ પ્રધાન અમિતશાહ અને ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ
જે પી નડ્ડાએ ગુજરાતના રાજ્યસભા અને લોકસભાના 34 સાંસદો સાથે બેઠક થઇ,જેમાં ગુજરાતમાં સાસંદોને પોતાના વિસ્તારની વિધાનસભા સીટો જીતવાના લક્ષ્ય આપી દેવાયા છે, તો સાથે 150 સીટો જીતવા માટે નિશ્ચિત પ્લાન
અમલ કરવાનો આદેશ કરાયો છે, આ બેઠકમાં નબળા બુથો પણ વિશેષ ફોક્સ કરવુ, નારાજ કાર્યકર્તાઓને મનાવવા,, પ્રજાના પ્રશ્નોને ઝડપી ઉકેલ લાવવો, રાજ્ય અને કેન્દ્રની યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે વધુ પ્રયાસો કરવા
રાજ્ય અને કેન્દ્રની યોજનાનો જે લાભાર્થીઓ લાભ લીધો છે તેમનો સંપર્ક કરવો, આવા લાભાર્થીઓને અલગ તારવીને તેઓ ભાજપ તરફે મતદાન કરે તેવો માહોલ ઉભો કરવો,,

પ્રધાનોને સોપાઇ જવાબદારી
દિલ્હીની બેઠકમાંથી ભાગ લઇને ચંદ્રકાંત પાટીલ સીધા ગાંધીનગર પહોચ્યા, જ્યાં ગાંધીનગર સેક્ટર 9માં સ્થિત તેમના નિવાસ સ્થાને ખાસ રાત્રી ભોજનુ આયોજન કરાયુ હતું,
જેમાં મહાનગર પાલિકાના મેયર,હોદ્દેદારો, ધારાસભ્યો,, સીએમ ભુપેન્દ્ર પટેલ ,પુર્વ સીએમ વિજય રુપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠકમાં 6 એપ્રિલે થનારી ભાજપ સ્થાપના દિવસની ઉજવણી જોર શોરથી કરાય તેને લઇને ચર્ચા થઇ,, વડા પ્રધાન નરેન્દ્રમોદી ત્યારે સંબોધન કરશે,,ત્યારે બુથ વાઇસ કાર્યક્રમનુ આયોજન
કરવા માટે જિલ્લા સ્તરે પ્રધાનો ધારાસભ્યો સાસંદોને ફરજિયાત હાજર રહેવાની સૂચના અપાઇ, વધુમાં વધુ મતદારોને આ કાર્યક્રમ સાથે જોડવા કહી દેવાયુ છે,

નિતિન પટેલે કેમ કહ્ચુ કે ટિકીટ થઇ કન્ફર્મ !
ચંદ્રકાંત પાટીલના આ ડીનર ડીપ્લોમસીમાં ખાસ પ્રકારનો સ્ટેજ લોંચ કરાયો,, સ્ટેજની ખાસીયત એ છે કે તે 20થી 25માં તૈયાર થઇ જાય છે,,ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા રહે છે, અને એક કરતા વધુ સ્થળોએ તેનો ઉપયોગ થશે જેના કારણે
ઉમેદવારો અને ભાજપનો ચૂંટણી ખર્ચ ઘટશે તેમ માનવામાં આવે છે
ત્યારે સુત્રો કહે છે કે 44 સિનિયર ભાજપના નેતાઓ અઢી લાખની આસપાસના કિમતના આ સ્ટેજ માટે બુકીંગ કરાવ્યુ છે,, કેટલાક નેતાઓ તો આ સ્ટેજના ફાયદા ગણાવ્યા કે અન્ય સ્ટેજ કરતા આ સસ્તુ છે
ત્યારે ત્યાં ઉપસ્થિત નિતિન પટેલે હળવી કોમેન્ટ કરતા કહ્યુ કે જે લોકોએ આ સ્ટેજ બુકિંગ કર્યુ છે શુ તેમની ટિકીટ કન્ફર્મ માનવાની ને,,અને ત્યાં ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા,, ત્યારે અહી ઉપસ્થિત મહિલા નેત્રીઓએ સ્ટેજ ઉપર ચઢીને ફોટો સેશન પણ કરાવ્યો હતો, સુત્રો કહે છે સ્ટેજ બનાવનાર કંપની સુરતની છે,