By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં
ગાંધીનગરગુજરાત

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં

Web Editor Panchat
Last updated: June 21, 2022 7:53 pm
Web Editor Panchat Published June 21, 2022
Share
SHARE

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં
વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા માટે
જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે યોજાઇ વિડીયો કોન્ફરન્સ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા કરવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારલક્ષી મહત્વના નિર્ણયો લીધા હોઇ તેનો અમલ થાય તે માટે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચૂંટણી આવે ત્યારે બૂથ લેવલ અધિકારી (BLO) ની ભૂમિકા મહત્વની બને છે.મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ કરાવવા તથા અવસાન પામેલા મતદારોના નામ કમી કરાવીને BLO મતદાર યાદીને અદ્યતન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે,તેનો ઉલ્લેખ કરતા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને BLO ને એકટીવ કરીને વહેલી તકે મતદારોની નોંધણી અંગેની કામગીરીની ચીવટપૂર્વક સમીક્ષા કરવા તાકીદ કરી હતી. BLO માટે તૈયાર કરવામાં આવેલ પ્રશિક્ષણ માટેના મોડ્યુલ તૈયાર કરી તેને અનુરૂપ તાલીમ હાથ ધરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીનોની પ્રથમ તબક્કાની ચકાસણી તા.૧૫ની જુલાઇથી શરૂ કરી દેવા તેમજ EVM મશીનો જયાં રાખવામાં આવ્યા છે તે વેરહાઉસની સલામતીની પૂરતી વ્યવસ્થા ચકાસી લેવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારો માટેના ફોર્મમાં કેટલાંક સુધારા કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં લઇ મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ (SWEEP) એકટીવીટીમાં તેનો સમાવેશ કરીને નાગરિકોને તે વિશે માહિતીગાર કરવા તથા જે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર સાક્ષરતા કલબ (ELC) કાર્યરત નથી તેને કાર્યરત કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
વિધાનસભા મતવિસ્તારમાં ઉભા કરવામાં આવતા મતદાન કેન્દ્રોના રેશનલાઇઝેશન માટે કેન્દ્રોની સ્થળ મુલાકાત લઇને મતદાતોઓને પ્રથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમજ મતદાન કેન્દ્રો પાકા અને સુવિધાજનક હોય તે જોવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવાામં આવ્યું હતું.
મતદારો ઓનલાઇન સેવાઓનો લાભ લઇ ઘેરબેઠાં મતદાર યાદીમાં નામ નોંધાવી શકે, સુધારા-વધારા કરાવી શકે તે માટે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે તે માટે સોશ્યલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી મતદારોમાં અવેરલેસના ખાસ પ્રયાસો હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વીડિયો કોન્ફરન્સમાં ચૂંટણી પ્રભાગના અધિકારીઓ દ્વારા ચૂંટણી પૂર્વે જરૂરી આગોતરા આયોજનને લગતા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ ને લગતા પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.
આ વિડીયો કોન્ફરન્સમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ , અધિક કલેકટર દર્શના રાંક સહિત ચૂંટણી પ્રભાગના અધિકારીઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના કલેકટર સહ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
**

You Might Also Like

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

TAGGED:2022 gujaratelection comissiongujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?