ગુજરાતની સંસ્કૃતિ ગરબા પર GST લાદવાને લઈને ‘આપ’એ પ્રદર્શન કર્યું.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘આપ’ નું પ્રદર્શન.
ગરબા રમીને ‘આપ’ નો અનોખો વિરોધ.
ગરબા રમવા પર પણ 18% GST વસૂલવાના ભાજપના સરકાર ના નિંદનીય પગલા સામે ‘આપ’ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
‘આપ’ કાર્યકર્તાઓએ ભાજપ સરકાર દ્વારા લગાવેલ ગરબા રમવા પર 18% GST હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.
ભાજપ સરકાર દ્વારા ગરબા રમવા પર લાદવામાં આવેલા GST નો વિરોધ કરી રહેલા ‘આપ’ કાર્યકર્તાઓની ઘણી જગ્યાએ અટકાયત કરવામાં આવી.
ભાજપ સરકાર આસ્થા નું અપમાન કરનાર 18% GST હટાવોઃ ‘આપ’
ભ્રષ્ટ ભાજપ સરકાર ફરી એકવાર ગરબા રમવા પર ટેક્સ લાદી ને તેની હિંદુ વિરોધી માનસિકતા વિશ્વ સમક્ષ છતી કરી છેઃ ‘આપ’
અમદાવાદ/સુરત/રાજકોટ/વડોદરા/ગુજરાત
માઁ જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી એટલે કે ગરબા, એ ગુજરાતના લોકોના લોહીમાં છે. ગરબા ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલી છે. ગુજરાત ગરબા ને માતાજીની પ્રસન્નતા મેળવવાના પ્રસંગ તરીકે ઉજવે છે. પરંતુ નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18 % જેટલો GST ટેક્સ નાખ્યો છે. ભ્રષ્ટ ભાજપે ફરી એકવાર ગરબા રમવા પર ટેક્સ લાદીને પોતાની હિંદુ વિરોધી માનસિકતા દુનિયા સમક્ષ ઉજાગર કરી છે.
આમ આદમી પાર્ટી ભાજપના આ પગલાની સખત નિંદા કરે છે. આમ આદમી પાર્ટી એ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપના આ પગલાંનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો અને ભાજપ સરકાર સમક્ષ વહેલી તકે ગરબા રમવા પરનો GST ટેક્સ દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ભાજપ તેના તાનાશાહી વલણ માટે જાણીતું છે, પરંતુ આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે કે સરકારના આ પગલાં સામે સમગ્ર ગુજરાતમાં બુલંદ અવાજ ઉઠાવીને આ બહેરી મૂંગી સરકાર સુધી લોકોનો અવાજ પહોંચાડીશું. આથી જ આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, સોમનાથ, જૂનાગઢ, ગાંધીનગર, પાલનપુર, અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાજપ સરકારના આ પગલાં સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ભાજપ સરકારે ફરી એકવાર આમ આદમી પાર્ટી ની ઘણી જગ્યાએ તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી છે. આ ખૂબ જ નિંદનીય ઘટના છે, કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ગરબા રમવા પર લાદવામાં આવેલા ટેક્સ નો વિરોધ કરી રહ્યા છે અને સરકાર પણ તેમણે વિરોધ કરતા અટકાવી ને તેમના બંધારણીય અધિકારો પર પ્રહાર કરી રહી છે.
ગરબા એ ગુજરાતની પરંપરા છે, તે લોકોની આસ્થા છે અને આસ્થા પર ક્યારેય વેરો ન લઈ શકાય, પરંતુ ભાજપ સરકારે ગુજરાતના લોકોની આસ્થાનું અપમાન કરીને ગરબા રમવા પર 18% GST લાદ્યો છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટી વતી પત્ર પણ લખ્યો હતો. અને પત્ર લખીને આસ્થાનું અપમાન કરતા 18% GST ને હટાવવાની માંગ કરી છે.
બેશરમ ભાજપ હંમેશા પોતાને હિંદુત્વના પક્ષમાં ગણાવે છે પરંતુ ભાજપની આવી હરકતો દર્શાવે છે કે તે હિંદુવાદી નથી પરંતુ હિંદુ વિરોધી પાર્ટી છે. આ પહેલા પણ ભાજપ પોતાનો હિંદુ વિરોધી ચહેરો બતાવી ચુક્યું છે. નવસારીમાં ભાજપના મહાનગરપાલિકા દ્વારા ભગવાન રાધા કૃષ્ણ ના મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને જ્યારે લોકો તેમના મંદિરને બચાવવા તેમની સામે ઉભા હતા ત્યારે ભાજપના સભ્યોએ પોલીસ નો ઉપયોગ કર્યો હતો અને ત્યાંના લોકોને નિર્દયતાથી માર માર્યો હતો. આ બધાથી સ્પષ્ટ થાય છે કે ભાજપને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ માત્ર ધર્મના નામે વોટ ભેગા કરે છે. ગરબા રમવા પર GST લાદીને ભાજપે સાબિત કરી દીધું છે કે તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને માત્ર જનતાના પૈસા લૂંટવા છે. પરંતુ આમ આદમી પાર્ટી ભાજપને આવી લૂંટ ચલાવવા દેશે નહીં.