ગૃહરાજ્ય મંત્રીના લોક દરબારમાં પહોંચેલા AAP નેતા કાયનાત અંસારીને કરાયા નજરકેદ
પુર્વ કચ્છમાં ગૃહરાજ્ય મંત્રી ના લોક દરબારમાં AAPને નો એન્ટ્રી
સંજય બાપટ AAP નેતા દ્વારા અપાઈ જનતા રેડની ચીમકી
ગૃહરાજ્ય મંત્રી અને SP ડરે છે AAPથી: સંજય બાપટ AAP
ગૃહરાજ્ય મંત્રી આપે રાજીનામું: સંજય બાપટ AAP
કચ્છમાં પણ વિસાવદરવાળી થશે: સંજય બાપટ AAP
હાય રે તાનાશાહી… ખુલ્લેઆમ વેંચાતા દારૂ અને ડ્રગ્સ અંગે ગૃહમંત્રીને આવેદનપત્ર આપવા ગયેલી આમ આદમી પાર્ટીની પુર્વ કચ્છની ટીમને 3 કલાક સુધી નજર કેદ કરી દીધી
આ સરકારમાં દારૂ ડ્રગ્સ અંગે આવેદન આપવું પણ ગુનો છે : ડૉ. કાયનાત અન્સારી આથા
લોકોની સમસ્યાઓ જો સરકાર નહીં સાંભળશે તો કોણ સાંભળશે ? : ડૉ.કાયનાત અન્સારી આથા
આજરોજ શિણાય હેડકવાર્ટર ખાતે ઉદઘાટન અને લોકદરબાર અર્થે આવેલા રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળીને શાંતિપુુર્વક રીતે કચ્છ અને ગાંધીધામમાં ખુલ્લેઆમ વેંચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કડક કાર્યવાહી કરવા અંગેનું આવેદનપત્ર આપવા માટે પહોંચેલી પુર્વ કચ્છ આમ આદમી પાર્ટીની ટીમને પોલીસ દ્વારા જબરદસ્તી 3 કલાક સુધી પીઆઇની ઓફીસમાં નજર કેદ કરી દેવામાં આવી હતી.
આજરોજ રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગાંધીધામમાં હતા અને શિણાય ખાતે આવેલા પોલીસ હેડકવાર્ટરમાં તેમના કાર્યક્રમ દરમ્યાન શાંતિપુર્વક રીતે તેમને દારૂબંધીના અમલ અંગે અને ખુલ્લેઆમ વેચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવા પહોંચેલી આમ આદમી ટીમને પી.આઇ.ની ઓફીસમાં બેસાડી રખાઇ નજર કેદ કરી દેવામાં આવ્યા હતા અને અંદાજે 3 કલાક સુધી જેટલો સમય તેમને બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા. પોલીસ દ્વારા અંગે કાર્યકર્તાઓ સાથે જબરદસ્તી પણ કરવામાં આવી હતી. લોકદરબારનો કાર્યક્રમ હોવા છતાં લોકોને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સુધી પહેાંચવા દેવામાં આવ્યા ન હતા.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ કહ્યું હતું કે, આ સરકારે હવે તાનાશાહીની હદ વટાવી છે. સામાન્ય માણસોને ફરિયાદ કે આવેદન પણ આપવા નથી દેતા. લોકોની સમસ્યાઓ જો સરકાર નહીં સાંભળશે તો કોણ સાંભળશે ? ડૉ. કાયનાત અન્સારી આથાએ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે આ સરકાર દારૂ, જુગાર વાળા અને કૌભાંડી – ભ્રષ્ટાચારીઓને છાવરે છે.
આ દરમ્યાન આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા, રાજુભાઇ લાખાણી, રાયશીભાઇ દેવરીયા, રાજુભાઇ સોલંકી, અભિમન્યુ મહેતા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ દ્વારા એક વીડિયોના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પૂર્વ કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે દારૂ, ડ્રગ્સ, ખનીજ માફિયા, નમક માફિયા જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાત અન્સારી પોતાની ટીમ સાથે ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અગાઉ ગૃહમંત્રીએ પોતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવી રહ્યા છે અને તેઓ લોકોની રજૂઆત સાંભળશે માટે આમ આદમી પાર્ટીની ટીમ અનેક મુદ્દાઓને લઈને રજૂઆત કરવા માટે પહોંચી હતી જે મુદ્દાઓને એસપી દ્વારા સાંભળવામાં આવતા ન હતા. પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીના નેતા કાયનાત અન્સારી રજૂઆત કરવા માટે પહોંચે છે ત્યારે તેમને એક રૂમમાં નજરકેદ કરી દેવામાં આવે છે.
દારૂ, ડ્રગ્સ, ખનીજ માફિયા, નમક માફિયા જેવા અનેક ગોરખ ધંધાઓ કચ્છમાં ચાલી રહ્યા છે અને આ મુદ્દે પોલીસે અને ગૃહરાજ્ય મંત્રીએ રજૂઆત સાંભળવાની હોય એની જગ્યાએ ગૃહરાજ્ય મંત્રી આમ આદમી પાર્ટીની કચ્છની સ્થાનિક ટીમને મળવા પણ તૈયાર નથી. જો ગૃહરાજ્ય મંત્રી સ્થાનિક લોકોને મળવા જ ન માંગતા હોય તો પછી ગૃહમંત્રીએ ટ્વિટ કરીને લોક દરબારની જાહેરાત કરવાની જ ન હોય. આ મુદ્દા પર અમે ગૃહરાજ્ય મંત્રીના પીએને પણ રજૂઆત કરી હતી. લોકશાહીમાં લોકોની રજૂઆત ન સાંભળવી એ હકીકતમાં બંધારણીય ગુનો બનવો જોઈએ અને હર્ષ સંઘવી જેવા નેતાઓના રાજીનામાં લઈ લેવા જોઈએ. અમે એસપીને પણ કહેવા માંગીએ છીએ કે જે હપ્તાખોરીનું કામ ચાલી રહ્યું છે તે બંધ કરાવવું જોઈએ. હવે કચ્છમાં પણ વિસાવદરવાળી થશે. અમે આ વીડિયોના માધ્યમથી ચેતવણી આપવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી દ્વારા હવે જનતા રેડ પણ કરવામાં આવશે.