By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે સહાય અપાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે સહાય અપાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
ગાંધીનગરગુજરાતરાજકારણ

ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે સહાય અપાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Web Editor Panchat
Last updated: September 5, 2022 9:22 pm
Web Editor Panchat Published September 5, 2022
Share
SHARE

રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય
ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે સહાય અપાશે : કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ

સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER,સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે સહાય અપાશે
ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે
આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

ખેડૂતોનો સર્વાંગી વિકાસ એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવતા કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી વધુ એક મહત્વના નિર્ણય વિશે કહ્યું કે, ખેતી પાકના રક્ષણ માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાશે.

કૃષિમંત્રીએ નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER(એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે.

, વન્ય/રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી સંદર્ભેની નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩,૦૭૦ ખેડૂત ખાતેદારને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડૂતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાને બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઊભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:agriculture ministerkrushiradhavji patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?