કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
જાંબુઘોડામાં ભાજપ નેતાના ડ્રાઇવરના નામે 300 કરોડનું કૌભાંડ: ચૈતર વસાવા
કૌભાંડ સામે SIT, CBI, ED અને GST તપાસની માંગ : ચૈતર વસાવા
ભાજપના મંત્રીને પદ પરથી હટાવવાની માંગ ઉઠી : ચૈતર વસાવા
કરોડોનું કૌભાંડ બહાર આવ્યું પણ તપાસના નામે મીંડું : ચૈતર વસાવા
ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે: ચૈતર વસાવા
મનરેગા કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ નહીં થાય તો તમામ જિલ્લાઓમાં આંદોલન : ચૈતર વસાવા
અમદાવાદ/નર્મદા/ભરૂચ/પંચમહાલ/વડોદરા/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આજે અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે મનરેગા યોજના લોકોને પોતાના વિસ્તારમાં અને પોતાના ગામમાં જ 100 દિવસની રોજગારી આપવાની યોજના હતી. પરંતુ ભાજપના મંત્રીએ પોતાના પરિવારના સદસ્યો અને લાગતા વળગતા મળતીયાઓને આ યોજનાના કરોડોના ટેન્ડરો અપાવ્યા અને દર વર્ષે આ ટેંડરોને રીન્યુ કરાવ્યા. ત્યારબાદ એક ટ્રક પણ રેતી કપચી નાખ્યા વગર કરોડોની કિંમતના બિલો પાસ કરવામાં આવ્યા અને જીએસટી તથા રોયલ્ટી વગરના બિલો પણ પાસ કરવામાં આવ્યા. સ્થાનિક નેતાઓને સાથે રાખીને અને અધિકારીઓ પર દબાણ બનાવીને તથા અમુક અધિકારીઓને ટકાવારી આપીને બારોબાર તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા કરાવ્યા.
આ વાત અમારા ધ્યાનમાં આવી ત્યારબાદ અમે સ્થાનિક લેવલથી લઈને વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ સરકાર મંત્રી વિરુદ્ધ પગલાં લેવાની જગ્યાએ તેમને છાવરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કરોડના કૌભાંડો બહાર આવ્યા તેમ છતાં પણ સરકારે હજુ પણ એસઆઇટીની રચના કરી નથી. અમે 19 પંચાયતોના પુરાવા પણ આપ્યા હતા. આમાંથી ફક્ત ત્રણ પંચાયતોમાં તપાસ થતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ આ તપાસ પણ આગળ વધી નથી. આજ રીતના કૌભાંડ નર્મદા સહિત ભરૂચ પંચમહાલમાં પણ કૌભાંડો થયા છે. પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં ફક્ત 42000ની વસ્તી છે ત્યાં ભાજપના જિલ્લા પ્રમુખની એજન્સીમાં પોતાના ઓળખાણ અને ડ્રાઇવરના નામની એજન્સીઓમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે. પરંતુ આ પૈસા જે કામો માટે ચૂકવાયા છે તેવા કોઈ પણ કામો અત્યાર સુધી થયા નથી. આ તમામ કૌભાંડોમાં તપાસના નામે ભીનુ સંકેલી જ નાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. અમે અમે એસપીને એક મહિનાથી પુરાવા આપ્યા છે પરંતુ તેઓ તપાસ ચાલે છે તપાસ ચાલે છે કરી રહ્યા છે.
અમે સરકારને કહેવા માંગીશું કે સરકાર પાસે પોતાની છબી સુધારવા માટે એક સારું અવસર છે. હવે જે લોકોને આ કૌભાંડના કારણે રોજગારી નથી મળી તે લોકો પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે. લોકો પણ હવે જાણી ગયા છે કે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને મનરેગાનું કરોડોનું કૌભાંડ કર્યું છે. તો આ કૌભાંડમાં સામેલ તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. અમારી માંગ છે કે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓને થયું છે તે પેમેન્ટનો વ્યવહાર કોની કોની સાથે છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવે. હજુ સુધી ફક્ત ભરૂચમાં એસ.આઇ.ટી બની છે બીજે ક્યાંય પણ એસઆઇટી બની નથી. બાકી તમામ જગ્યાએ પણ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઇટી બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. ભાજપ સરકાર પોતાની જવાબદારી સમજીને હવે પોતાના મંત્રીને પદભ્રષ્ટ કરે તેવી અમારી માંગ છે. જો આવનારા દસ દિવસમાં સરકાર સંતોષકારક પગલાં નહીં ભરે તો અમે જે પણ લોકોને આ કૌભાંડથી અન્યાય થયો છે તે તમામ લોકોને સાથે રાખીને અલગ અલગ જિલ્લાઓમાં રચનાત્મક કાર્યક્રમો કરીશું. માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે નિષ્પક્ષ તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે આદેશ કરવામાં આવે. જરૂર જણાય ત્યાં સીબીઆઇ ED અને જીએસટી વિભાગની તપાસ કરાવવામાં આવે તેવી પણ અમારી માંગ છે.
આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને દિલ્હી તથા પંજાબમાં તમામ લોકોએ જોયું કે અમે હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલા લીધા છે. તો આવનારા સમયમાં જેટલા પણ લોકોના વધુ પુરાવા અમને મળશે તે તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું. ચાહે સત્તા પક્ષના હોય વિપક્ષના હોય કે અમારી પાર્ટી ના હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પણ લોકો ભ્રષ્ટાચાર કરે છે તે લોકો સામે અમે લડીશું અને જનતાને ન્યાય અપાવીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત