સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કરશે ધ્વજારોહણ
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશિક્ષણ આપવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા લેવાશે ‘ભારત જ્ઞાન પરીક્ષા’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ દેશભરમાં સરકારી વિભાગોમાં ખાલી પડેલી ૧૦ લાખ જગ્યાઓ પર ભરતી કરવા ની જાહેરાત કરી છે ,જેમાં ગુજરાતી યુવાનો પણ યુપીએસસી-જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝુકાવવા લાગ્યા છે, ત્યારે બાળકોને શાળા કક્ષાએ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેટર્નનો ખ્યાલ આવે તે હેતુસર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ‘ભારત જ્ઞાન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે, જે ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે અને જુલાઈમાં પરીક્ષા યોજાશે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણાથી તથા કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં ‘ભારત જ્ઞાન પરીક્ષા’નું આયોજન કરાયું છે. આ પરીક્ષાના સંયોજક તરીકે ડૉ. નિમિષ વસોયા તથા સહસંયોજક તરીકે યોગેન્દ્ર પટેલ કાર્ય કરી રહ્યા છે. ડૉ.વસોયાના જણાવ્યા પ્રમાણે, યુપીએસસી અને જીપીએસસીમાં જેવો સિલેબસ હોય છે, એ પ્રકારનો સિલેબસ વિવિધ ઉંમરના બાળકોના આઈ.ક્યૂ. મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. ‘ભારત જ્ઞાન પરીક્ષા’માં ધોરણ ૬થી ૧૨ તેમજ આઈટીઆઈ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીઓ આપણા દેશનો મહાન વારસો, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, નાગરિકશાસ્ત્ર, બંધારણ, ખેલકૂદ, સંગીત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરેને જાણતા થાય, તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ મુજબ આ વિષયો પસંદ કરાયા છે. તેમણે કહ્યું કે, આ પરીક્ષાનો ફાયદો એ છે કે, તેનાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો મહાવરો અત્યારથી થઈ જશે, તેમજ ઑનલાઈન તથા સ્પર્ધાત્મક પરીક્ષાનો ડર તેમનામાંથી દૂર થશે. જેથી ભવિષ્યમાં તેઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધુ ઝડપથી સફળ થઈ શકશે. આ પરીક્ષા ઑનલાઈન લેવાશે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે કે કોઈપણ સ્થળે બેસીને, મોબાઇલ કે લેપટોપથી આ પરીક્ષા સરળતાથી આપી શકશે. તેમણે કહ્યું કે, આ પરીક્ષાની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂપિયા ૫૦ છે અને રાજ્યના તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકે છે. દરેક જિલ્લામાંથી ત્રણ ત્રણ વિજેતા પસંદ કરવામાં આવશે. ઈનામ સ્વરૂપે વિજેતા વિદ્યાર્થીઓ માટે ત્રણ રાત્રિ અને ચાર દિવસની પ્રતિભા-સંવર્ધન અને સ્કીલ ડેવલપમેન્ટ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડાવા માટે તે માટે કુલપતિ હર્ષદ શાહે અપીલ કરી છે.
દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી