By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: CID ક્રાઈમનો વિવાદ : શુ Kutch Chemical કંપનીએ નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદના મૂળમાં છે ?
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > કચ્છ > CID ક્રાઈમનો વિવાદ : શુ Kutch Chemical કંપનીએ નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદના મૂળમાં છે ?
કચ્છકાયદોગુજરાત

CID ક્રાઈમનો વિવાદ : શુ Kutch Chemical કંપનીએ નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદના મૂળમાં છે ?

CID ક્રાઈમનો વિવાદ : શુ Kutch Chemical કંપનીએ નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદના મૂળમાં છે ?

Web Editor Panchat
Last updated: June 7, 2025 8:00 pm
Web Editor Panchat Published June 7, 2025
Share
SHARE

કચ્છ કેમિકલ કંપનીએ એ તાજેતરમાં નોંધાવેલી કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદના કારણે સીઆઇડી ક્રાઇમ ગુજરાત અને અનેક ઉચ્ચ IPS અધિકારીઓ વિવાદમાં આવ્યા છે. સીઆઈડી ક્રાઈમના તત્કાલિન વડા રાજકુમાર પાંડીયન ના કાર્યકાળ દરમિયાન વર્ષ 2023માં થયેલી અરજી તાજેતરમાં ફરિયાદમાં રૂપાંતરિત થયા બાદ તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો સામે આવી છે. સમગ્ર મામલામાં એડીશનલ ડીજી કક્ષાના અધિકારી તેમજ એક SP કક્ષાના અધિકારી સામે આંગળી ચિંધાઈ રહી છે. સીઆઇડી ક્રાઇમ ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ માં બે વર્ષ પડી રહેલી અરજી અચાનક જ કેવી રીતે FIR માં તબદીલ થઈ.. વાંચો આખી સ્ટોરી

ભ્રષ્ટાચારની રજૂઆતો બાદ ઇન્સ્પેકશનનો નિર્ણય લેવાયો
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ને સીઆઈડી ક્રાઈમની ઇકૉનોમિક ઑફેન્સ વિંગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની કેટલીક રજૂઆતો મળી હતી. CID Crime Vadodara Zone માં ગત 28 મેના રોજ કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અરજી ફરિયાદમાં તબદીલ થયાના બેએક દિવસ બાદ Gujarat DGP ને એક ફરિયાદ મળી હતી કે, આ મામલામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉ પણ ભ્રષ્ટાચારની ફરિયાદો/રજૂઆત થઈ હતી. જેના પગલે વિકાસ સહાયે એ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય ને ઇકૉનોમિક ઑફેન્સ વિંગનું નિરિક્ષણ કરવા આદેશ આપ્યો હતો.

પરીક્ષિતા રાઠોડ રજા પર ગયા અને FIR દાખલ થઈ ગઈ
CID Crime Gujarat ના તત્કાલિન વડા રાજકુમાર પાંડીયનની ગત ડિસેમ્બર મહિનામાં બદલી થયા બાદ ખાલી પડેલા સ્થાનનો વધારાનો ચાર્જ DIG પરીક્ષિતા રાઠોડ ને અપાયો હતો. સીઆઈડી ક્રાઈમના જુદાજુદા વિભાગોમાં ઢગલાબંધ સાચી/ખોટી અરજીઓ પેન્ડીગ હતી. જેમાં કચ્છ કેમિકલ ની પણ એક અરજી વર્ષ 2023થી CID Crime EOW માં પડી હતી. ગત 19 મેથી 2 જૂન સુધી પરીક્ષિતા રાઠોડ રજા પર જતાં સીઆઈડી ક્રાઈમનો ચાર્જ મહિલા સેલના વડા અજય કુમાર ચૌધરી ને સોંપાયો હતો. ગત 28 મેના રોજ સીઆઈડી ક્રાઈમ વડોદરા ઝોન પોલીસ સ્ટેશનમાં રાતે કચ્છ કેમિકલ કંપનીના એક્સપોર્ટ મેનેજર પિયુષ પંચાલ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે. ફરિયાદ નોંધવા માટે ઇકોનોમિક ઓફેન્સ વિંગ ના પીએસઆઈ એસ. ડી. સિસોદીયા (S D Sisodiya PSI) એ કરેલી દરખાસ્તને ડીવાયએસપી અશ્વિન પટેલ (Ashwin Patel DySP), એસપી હિંમાશુ વર્મા (Himanshu Verma), ડીઆઈજી ક્રાઈમ-4 ચૈતન્ય માંડલિકે (Chaitanya Mandlik) આગળ ધપાવી હતી. આખરમા આખરે અજય ચૌધરીએ એ મંજૂરી આપી હતી. અત્રે નોંધનીય છે કે, ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા પીએસઆઇ એસ ડી સિસોદીયાએ એ ફરિયાદ નોંધવાની દરખાસ્ત કરી હતી.

અજય ચૌધરી સહિતના IPS નો ભૂતકાળ વિવાદીત
ઑગસ્ટ-2022માં અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી એ પોલીસ કર્મચારીઓની કરેલી બદલીઓએ વિવાદ સર્જ્યો હતો. રજા પરથી પરત ફરેલા સંજય શ્રીવાસ્તવે અજય ચૌધરીએ કરેલી હુકમો રદ કરી દીધા હતા. આ ઘટના તેમજ અન્ય મામલાઓને લઈને સરકારે તેમને સાઈડલાઈન કરી દીધા હતા. સંજય શ્રીવાસ્તવ એપ્રિલ-2023માં વય નિવૃત્ત થાય તે પહેલાં 1999 બેચના અજય ચૌધરીને બાકાત કરી ગૃહ વિભાગે તેમના જુનીયર 2005ની બેચના પ્રેમવીર સિંઘ ને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો વધારોનો હવાલો સોંપ્યો હતો. CID Crime માં ફરજ બજાવતા IPS પણ ભ્રષ્ટાચાર સહિતના વિવાદમાં અગાઉ સપડાઈ ચૂક્યાં છે.

કચ્છ કેમિકલ માટે FIR કેમ જરૂરી હતી ?
કચ્છ કેમિકલ નો ઇ-મેઇલ થકી સંપર્ક કરી આફ્રિકન દેશમાં અનેક ઠગોએ કરોડો રૂપિયાનું કેમિકલ મંગાવી છેતરપિંડી કરી હતી. નવેમ્બર-2022 થી જૂન-2023ના સમયગાળામાં જુદીજુદી કંપનીઓના નામે આવેલા ઑર્ડર આધારે કરોડો રૂપિયાનું કેમિકલ કચ્છ કેમિકલએ એક્સપોર્ટ કર્યું હતું. તમામ ઑર્ડર આફ્રિકન ઠગ દ્વારા કરવામાં આવ્યા હોવાથી કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. કેટલાંક કિસ્સામાં કેમિકલની હરાજી કરી વેચાણ કરવાથી નુકસાન આવ્યું હતું. તેમજ કેટલોક સ્ટૉક મોમ્બાસા પોર્ટ ખાતે પડ્યો રહેવાથી કૈલાશ ગોયેલની કચ્છ કેમિકલ કંપની ને 2.50 કરોડનો ડેમરેજ ચાર્જ ભરવો પડ્યો હતો. વિદેશમાં કરેલા વેપારની ડૉલરમાં લેવડ-દેવડ થઈ હોવાથી ભવિષ્યમાં નાણાકીય વ્યવહારને લઈને સેન્ટ્રલ એજન્સી સમક્ષ પક્ષ મુકવાનો થાય તો આધારભૂત દસ્તાવેજ તરીકે ફરિયાદ કામમાં આવે.

પોલીસ ભવનમાં બેસતા અધિકારીઓ ચર્ચામાં
કચ્છ કેમિકલ કંપનીએ વર્ષ 2023માં કરેલી અરજીમાં જે-તે વખતે પ્રાથમિક નાણાકીય વ્યવહાર થયો હોવાની ચર્ચા છે. બબ્બે વર્ષ સુધી FIR નહીં થતા કંપનીના કર્તાહર્તાએ ભૂતકાળમાં વડોદરામાં નોકરી કરી ચૂકેલા પરિચિત IPS નો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર પોલીસ ભવન માં બેસતા એડીશનલ ડીજી કક્ષાના અધિકારી સાથે ઘરોબો ધરાવતા જુનીયર આઈપીએસએ નાણાકીય વ્યવહારની ઇકોનોમિક ઓફેન્સ વિંગ ના અધિકારી સાથે વાતચીત કરી ફરિયાદની ગોઠવણ કરાવી દીધી હતી. ફરિયાદ દાખલ થયા બાદ સાઈડલાઈન થયેલા બદનામ IPS અધિકારીએ કંપનીના કર્તાહર્તા પાસે ભ્રષ્ટાચારની ફરિયાદ કરાવી હોવાની પણ એક ચર્ચા સામે આવી છે. ફરિયાદ માટે લેવાયેલી લાખો રૂપિયાની લાંચમાંથી અડધોઅડધ રૂપિયા પરત અપાયા હોવાની વાત ગાંધીનગરથી આખા ગુજરાતમાં પહોંચી છે.ત્યારે આ મુદ્દે દિલ્હી સુધી ચર્ચા થઇ રહ્યા હોવાની વાત ચાલી રહી છે, અને સમગ્ર પોલીસ બેડના આઇપીએસ પણ આ મુદ્દે કઇ બોલવા તૈયાર નથી

You Might Also Like

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !

શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

TAGGED:gujaratipskutch chemicalVIKASH SAHAY
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે
gujarat religion દેવભૂમિ દ્વારકા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?