સત્તા જવાના બીકે જુના સચિવાલયમાં ભાજપે મોટા પ્રમાણમાં ફાઈલો સળગાવી: મનોજ સોરઠીયા
ભાજપએ ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે અને ભ્રષ્ટાચારના સબૂત રફે દફે કરવામાં આવી રહ્યા છે: મનોજ સોરઠીયા
ફાઈલો સળગાવવાની વાત દબાઈ જાય એટલા માટે ગોપાલ ઇટાલિયાના વિડીયો પર વિવાદ સર્જવામાં આવી રહ્યો છે: મનોજ સોરઠીયા
સચિવાલયમાં કામ કરતા એક સૂત્ર પાસેથી પાકી માહિતી મળી છે કે ફાઈલો સળગવી એ કોઈ સામાન્ય ઘટના નથી: મનોજ સોરઠીયા
ગામડાના વિકાસના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જાય છે એ વાતને દબાવવા માટે ફાઈલો સળગાવવામાં આવી: મનોજ સોરઠીયા
એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને મોટા પ્રમાણમાં રૂરલ ડેવલોપમેન્ટની ફાઈલો સળગાવવામાં આવી છે: મનોજ સોરઠીયા
ગ્રામ્ય વિસ્તારમાં જમીન પર કોઈ કામ થયા નથી પરંતુ સરકારી ફાઇલોમાં કામ પુર્ણ થઈ ગયા છે: મનોજ સોરઠીયા
ભાજપના નેતાઓને ખબર છે કે ફરી સરકાર બનવાની નથી એટલે આ આગ ભાજપના પાપ છુપાવવા માટે લગાવવામાં આવી છે: મનોજ સોરઠીયા
ભાજપની જે ગૌરવ યાત્રા ચાલી રહી છે તેમાં પણ જનતા 27 વર્ષનો હિસાબ માંગી રહી છે: મનોજ સોરઠીયા
ગૌરવ લેવાના નામે ભાજપના નેતાઓ જે તાયફાઓ કરી રહ્યા છે તે પહેલા જવાબ આપે કે જે ફાઈલો સળગાવી છે તે ફાઈલોમાં શું હતું?: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કહ્યું કે, ગતરોજ, ગાંધીનગરના જુના સચિવાલયના બ્લોક નં ૧૬ના બીજે માળે આગ લાગી હતી. આ આગને કાબુમાં કરવા માટે ૪ કલાક જેટલો સમય લાગ્યો અને મોટા પ્રમાણમાં સરકારી ફાઈલો બળીને ખાખ થઈ ગઈકાલે પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગ્યું કે કોઈ કુદરતી ઘટના હશે. પરંતુ સચિવાલયમાં કામ કરતા એક સુત્ર પાસેથી માહિતી મળી છે કે આ ઘટના સામાન્ય નથી.
જ્યાં આગ લાગી છે ત્યાં ગ્રામ્ય વિકાસ કમિશ્નરની ઓફિસ હતી અને તેમાં મોટા પ્રમાણમાં રુરલ ડેવલોપમેન્ટની ફાઈલો હતી. એક RTI એક્ટિવિસ્ટએ આમ આદમી પાર્ટીને જણાવ્યું છે કે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં જમીન પર કોઈ કામ થયા નથી પરંતુ સરકારી ફાઇલોમાં કામ પૂર્ણ થઈ ગયા છે. અને આ પેપર પર થયેલા કામોની ફાઇલો આ વિભાગમાં હતી. આનો મતલબ છે કે ગામડાના વિકાસના નામે કરોડો રુપિયા ચાંવ કરી જવાનું ષડયંત્ર થયું છે અને આ ભ્રષ્ટાચાર બહાર ન આવે એ માટે ફાઈલો સળગાવવામાં આવી છે.
આજે સમજાવ્યું કે ગોપાલ ઈટાલિયાના વિડીયોના વિવાદ સર્જીને કોઈનું ધ્યાન ન પડે તેવી રીતે આ ફાઈલો સળગાવવામાં આવી છે. ભાજપના નેતાઓને ખબર છે કે જનતા આ વખતે માફ કરવાની નથી અને પાછી સરકાર બનવાની નથી એટલે આ આગ ભાજપના પાપ છુપાવવા માટે લગાવવામાં આવી છે. ભાજપની જે ગૌરવ યાત્રા ચાલી રહી છે તેમાં પણ જનતા 27 વર્ષનો હિસાબ માંગી રહી છે. મોરબી અને બીજી પણ અનેક જગ્યાએ ગૌરવ યાત્રા નો જાહેરમાં વિરોધ થઈ રહ્યો છે. ગૌરવ લેવાના નામે ભાજપના નેતાઓ જે તાયફાઓ કરી રહ્યા છે તે પહેલા જવાબ આપે કે જે ફાઈલો સળગાવી છે તે ફાઈલોમાં શું હતું?
ગામડાઓમાં દુર દુર સુધી વિકાસ દેખાતો નથી અને પૈસા વપરાઈ જાય છે ત્યારે આજે ખબર પડી કે આ તમામ પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જઈ રહ્યા છે. ભાજપે ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે અને ભ્રષ્ટાચારના સબુત રફે દફે કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૭ વર્ષના શાસનનો હિસાબ નહી આપી શકતા પાટીલ સાહેબને કહેવા માગું છું કે હિંમત હોય તો આ ઘટનાની હકીકત સામે લાવો અને જનતાને જણાવો કે આ બળી ગયેલી ફાઈલોમાં શું માહિતી હતી?