ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપાઈ!
અમિત ચાવડા બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા, ડો. તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા
ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપાઈ!
ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખપદની રેસમાં હતા, AICCની સત્તાવાર જાહેરાત
ગુજરાત કોંગ્રેસની કમાન ફરીથી લગ્નના ઘોડાને સોપી દેવાઇ છે, એટલે કે અમિત ચાવડાને સોંપાઇ છે, કદાજ રાહુલ ગાંધીને લાગ્યુ હશે કે 2017માં કોંગ્રેસની કમાન અમિત ચાવડા પાસે હતું જેથી પરિણામો સારા આવ્યા છે,,પણ કદાજ હવે સ્થિતિ સાવ બદલાઇ ગઇ છે, 2017માં કોંગ્રેસને મજબુત સ્થિતિમાં લાવનાર બે મહત્વપુર્ણ ચહેરા હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોર અત્યારે ભાજપનો પટ્ટો પહેલી ધારાસભ્ય થઇને સત્તાની મલાઇ ચાટી રહ્યા છે, આંદોલનનો સમય પણ પુર્ણ થયો છે, તેવામાં અમિત ચાવડા શુ કરશે તે એક મોટો સવાલ છે, કોંગ્રેસમાં જ ચર્ચા છે કે ભુત ગયા અને પલિત આવ્યા છે, સુત્રોની કહેવુ છે કે અમિત ચાવડા સિવાય અન્ય કોઇને જવાબદારી સોપાઇ હોત તો સ્થિતિ વધુ મજબુત થઇ શકી હોત,, અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવાથી પાર્ટી જે બે ફાટામાં વહેચાયેલી હતી હવે અનેક જુથો સક્રીય થશે એમાંય વિપક્ષના નેતા તુષાર ચૌધરીને બનાવાયા છે,,એટલે રણનીતિક દૃષ્ટિએ ઓબીસી અને આદિવાસી ચહેરાઓને પ્રાધ્યાન અપાયુ છે,,તેવામાં પાટીદાર નેતાઓને જરુરથી લાગ્યો કે આ વખતે ફરી કોગ્રેસમાં તેમને હોદ્દો મળ્યો નથી, જેથી પાટીદાર સમાજ હવે ફરી એક વાર આપના ગોપાલ ઇટાલિયા અથવા ભાજપના પાટીદારો નેતાઓ તરફ આકર્ષાઇ શકે છે, એટલે પાટીદાર નેતાઓનો એક વાર ફરી કોંગ્રેસમાં મોહભંગ થયો છે, અને 2027ની ચૂંટણી હવે અમિત ચાવડાના જ આગેવાનીમાં લડાશે તે વાત પણ નક્કી થઇ ચુક્યુ છે,
ગુજરાત કોંગ્રેસની કમાન વિપક્ષના નેતા અમિત ચાવડાને સોંપાઈ છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડો. તુષાર ચૌધરીને વિધાનસભા વિપક્ષના નેતા બનાવાયા છે.
ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે બીજી વખત અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને આદિવાસી નેતા ડો. તુષાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડા અને વિપક્ષના નેતા તરીકે આદિવાસી નેતા તુષાર ચૌધરીની પસંદગી કરી છે. ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતાં. 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખનાં નામ માટે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે.
કોણ છે અમિત ચાવડા?
અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં આણંદ જિલ્લાના આંકલાવમાં થયો હતો. તેમનુ આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તેઓ NSUI અને ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા.
હાલમાં તેઓ આણંદના આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કાર્યરત છે. ચાર ટર્મથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. વર્ષ 2004માં તેઓ પ્રથમ વખત બોરસદ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
આંકલાવ બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આંકલાવ બેઠક પર તેઓ 2012, 2017 અને 2022 એમ ત્રણ ટર્મથી અહીં ચૂંટાતા આવ્યા છે. વર્ષ 2012માં ચૂંટણી જીત્યા બાદ વિધાનસભામાં પક્ષના ઉપદંડક બનાવાયા હતા.
અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વરસિંહ ચાવડા કોંગ્રેસના સાંસદ હતા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના તેઓ સસરા થતાં હતા. 19 માર્ચ 2018ના રોજ ભરતસિંહ સોલંકીએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપતાં અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં તેઓએ પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું હતું.
આ પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. વર્ષ 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતાં અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.
તેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેઓ અગાઉ વર્ષ 2018 થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ રહ્યાં હતા.
કોણ છે તુષાર ચૌધરી?
ડૉ. તુષાર અમરસિંહ ચૌધરીનો જન્મ 18 ડિસેમ્બર, 1965ના રોજ થયો હતો. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. વર્ષ 2004માં માંડવી લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. વર્ષ 2009માં તેઓ બારડોલી મત વિસ્તારમાંથી 15 મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ મનમોહનસિંહની સરકારમાં વર્ષ 2009 થી 2012 સુધી કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી રહી ચુક્યા છે. જ્યારે વર્ષ 2012માં તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે રાજ્ય મંત્રી બન્યા હતા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખેડબ્રહ્મા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે મેડિકલનો અભ્યાસ કર્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસની કેવી છે સ્થિતિ?
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું, જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. ભાજપને કોંગ્રેસ કરતાં 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014 લોકસભાની ચૂંટણી ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠક પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો. જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો હતો.
જ્યારે 2009માં કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. જે 2014માં 11 ટકા ઘટીને 33 ટકા થઇ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 62 ટકા અને કોંગ્રેસને 32 ટકા મત મળ્યા હતા. તમામ 26 બેઠક પર ભાજપે ફરી જીત મેળવી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 30.1 ટકા વધુ મત મળ્યા હતા. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત મેળવીને કોંગ્રેસની આબરૂ સાચવી હતી. ગુજરાતમાં 1995 થી 2022 સુધીની 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 લોકસભા બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો હતો.