શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ગુજરાત ફર્સ્ટ ગુજરાતનો એક ગોદી મિડીયા છે, તેના કર્તાધર્તા વિવેક ભટ્ટ છે, કેહવાય છે કે તેમના ઉપર સરકારના ચાર હાથ છે, એટલે કે ખાસ કરીને તેઓ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની નજીક માનવા આવે છે, સરકારના નજીક હોવાથી તેમની ચેનલ થકી તેમના અનેક કામો પણ થતા હશે, તેમના માલિકો બિલ્ડર કેટેગરીમાંથી આવે છે,, જેથી તેમને પણ સરકાર સાથે કોન્ટ્રાક્ટ વિગેરે લેવાના થતા હશે, સરકાર વતી વિરોધીઓ ઉપર બેટીંગ કરવી એ ગુજરાત ફર્સ્ટની ફિતરત છે, અથવા એમ કહીએ કે જે જવાબદાર છે તેને છોડીને તેઓ નાના માણસોને જ ટાર્ગેટ કરે છે,તેવી ચર્ચા છે, એમ તો ગુજરાતમાં લગભગ બધા જ ચેનલ હવે ઓછા વત્તા પ્રમાણમાં એવા છે,, પણ બીજા 50થી 80 ટકા છે,,તો ગુજરાત ફર્સ્ટ 180 ટકાના કેટેગરીમાં આવે છે,,
આ તો પરિચય ગુજરાત ફર્સ્ટનું પણ હવે વાત મુળ ઘટનાની,, ગુજરાત ફર્સ્ટના મહિલા પત્રકાર દિવ્યા ગઢીયા પંચાલ,,, તેઓ ફેસબુક ઉપર આવુ જ નામ લખે છે, તેઓએ ગઇ કાલે ફેસબુક ઉપર એક પોસ્ટ શેર કરી, જેમાં તેઓએ લખ્યું કઇ રીતે ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે, તેમના શબ્દોમાં જોઇએ તો
દિવ્યા ગઢીયા પંચાલનો પોસ્ટ –
અમદાવાદના ગીતામંદિર બસસ્ટેન્ડ પર યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે. પહેલા 1 થી 2 રૂપિયા ચાર્જ લેવાતો હતો પછી 5 હવે સીધા 10rs વસુલે છે. મે પુછ્યું ક્યા લખ્યું છે કે 10rs ચાર્જ યુરિનલ માટે છે. તો પહેલા મારી સાથે ઝઘડો કર્યો મને જવા ન દધી. ત્યારબાદ મેં ફોટા પાડ્યા પછી જવા દીધી. અને 10rs ઉઘરાવીને પણ વોશરૂમની હાલત તો ગંદી જ હતી. અરે સાવ બત્તર હતી. મે કહ્યું 10rs વસુલ કરો છો તો સફાઈ તો કરો તો મને કહે છે તારી પાસેથી ક્યા લિધા છે નિકળ અહીંયાથી. આ સ્થિતિ ગુજરાતના મોટા ભાગના સ્ટેશન પર હશે. લોકો પાસે સ્ટેશન પર બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેમની આ મનમાની ચાલે છે અને લોકો કઈ કહેતા નથી. Gujarat State Road Transport Corporation
દિવ્યા પંચાલના પોસ્ટ ઉપર લોકોનું રિયેક્શન
તેઓએ જ્યારે પોસ્ટ લખી ત્યારે ઘણા લોકોએ તેમના ફેવરમાં લખ્યુ કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છે,, બ્લા બ્લા બ્લા,, અધિકારીઓને ખબર હશે, આવુજ થવાનુ,, કેટલાકે તો સહાનુંભુતી દર્શાવી,,તો કેટલાકે તો દસ રુપિયા માટે સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય સુધી ફરિયાદ કરવાની સલાહ આપી,,
હવે વાત મુદ્દાની ,, કોઇએ આ બહેનને પુછવાની તશ્દી નથી લીધી શુ તમે તમારી ચેનલમાં આ મુદ્દા અંગે ચર્ચા કરી,, નથી કરી તો કેમ ન કરી, અને કરી હતી તો તમારી ચેનલનો શુ અભિપ્રાય હતો ,, શુ આ સ્ટોરી રન કરાવી શક્યા,, તો હાય તો લિંંક શેયર કરજો,,અને જો જવાબ ના હોય તો પછી આવી ચેનલમાં કામ કરવાનો મતલબ શુ ,,જે પોતાના કાર્મચારીને ન્યાય ન અપાવી શકે, કારણ કે નોકરી સ્વાભિમાનથી વધુ ન હોય, છતાં પાપી પેટ કા સવાલ હૈ,, અત્યારે નોકરી મળવી મુશ્કેલ છે,
હવે મુખ્ય સવાલ,દિવ્યા બેનથી પણ છે, કારણ કે જે રીતે હર્ષ સંઘવી આરતી તેમની ચેનલમાં ઉતારવામાં આવે છે ,,અને વિવેકભટ્ટ તેમની વાહ વાહમાં ચેનલની ક્રેડિબિલીટીની ઐસી તૈસી કરી રહ્યા છે,, તેમને આ વાત કરી, કારણ કે વાહન વ્યવહાર વિભાગ પણ હર્ષ સંઘવીના અંડર જ આવે છે,,તો માત્ર એક ફોન અને ભ્રષ્ટાચાર ખતમ,, પણ દિવ્યાબેન પોતે પણ જાણતા હશે કે વિવેક ભટ્ટ હોય કે ભાજપની 30 વરસની સરકાર, તેને ભ્રષ્ટાચાર થાય કે બ્રિજ તુટે, રોડ બેસી જાય કે લોકો મારી જાય કે પછી બાળકો,,કોઇ મતબલ નથી, તેમને માત્ર પોતાની કોસ્મેટીક વાહવાહીમાં રસ છે, કદાજ દિવ્યા પંચાલને પોતાની ચેનલ ઉપર પણ વિશ્વાસ નહી હોય એટલે જ તેઓએ ફેસબુક ઉપર પોતાની પીડા વ્યક્ત કરી છે, ત્યારે સવાલ ચેનલ ,ચેનલના માલિક અને સરકાર ઉપર ઉઠે છે, બાકી દિવ્યા પંચાલ ભણેલા ગણેલા અને સારા પત્રકાર છે કે નહી ખબર નથી, પણ તેઓ મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ કરે છે કે નહી તે પણ ખબર નથી, પણ એટલુ જરુર થી કહી શકાય છે કે તેમની વાત વ્યાજબી છે અને કમ સે કમ તેમની ચેનલનો તેમની વાત સમજવી જોઇતી હતી,, પણ શુ કરીએ ફરી એક વાર પાપી પેટ કા સવાલ હૈ, ઔર પોતાની ભડાસ સોશિયલ મીડિયા ઉપર કાઢી સંતોષ માનવાનો સમય છે,,નહી તો નોકરીમાંથી આઉટ થવાનો વારો આવશે,