By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમરેલી > ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !
અમરેલીગવર્મેન્ટગીર સોમનાથગુજરાતજામનગરજુનાગઢ

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

Web Editor Panchat
Last updated: June 17, 2025 10:36 pm
Web Editor Panchat Published June 17, 2025
Share
SHARE

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.
* મુખ્યમંત્રીશ્રી મંગળવારે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, એન.ડી.આર.એફ., કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા – સજ્જતાની સમીક્ષા કરી હતી.
* ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પૂલો, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સૂચનાઓ આપી હતી.
* એટલું જ નહીં, આવા સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશો પણ મુખ્યમંત્રી આપ્યા હતા.
* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે જે વિસ્તારોના ગામોમાં સંપર્ક – કોમ્યુનિકેશન નેટવર્કને અસર પહોંચી છે ત્યાં સેટેલાઈટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ઉભી કરી એવા ગામોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાની સૂચનાઓ આપી હતી.
* નિચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમજ પશુઓ, ઢોર-ઢાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ તેમજ આવા આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની, આરોગ્યની પુરતી સુવિધા જળવાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી.
* તેમણે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે તે સંદર્ભમાં પણ તંત્ર વાહકો પૂરતું આયોજન કરીને ઝીરો કેઝ્યુઅલ્ટીના અપ્રોચથી સતર્ક રહે તેવું માર્ગદર્શન આપ્યું હતું.
* વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે N.D.R.F.ની ૧૨ ટીમો ૧૨ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે.
* આ ઉપરાંત રાજ્યના ૨૦ જિલ્લાઓમાં S.D.R.F.ની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.
* આમ રાજ્યના બધા જ જિલ્લાઓમાં N.D.R.F. અને S.D.R.F.ની ટીમો સ્થાનિક પ્રશાસનની જરૂર જણાયે મદદ માટે તૈનાત રાખવામાં આવી છે.
* સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી હતી.
* ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિચાણ વાળા વિસ્તારોમાંથી કુલ ૨૫૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૩૯ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
* મુખ્યમંત્રીશ્રીએ બોટાદ અમરેલી જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ થી વાત ચીત કરીને તેમને ત્યાં થયેલી બચાવ રાહત અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી.
* આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને અધિક મુખ્ય સચિવશ્રીઓ તથા વરિષ્ઠ સચિવો, N.D.R.F અને હવામાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે
રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં આગામી સમયમાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ
*****

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ગાંધીનગર ખાતે IMDના અધિકારીઓ, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ, અન્ય વિભાગો તેમજ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ત્યાં થયેલી રાહત -બચાવ અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી.

વધુમાં રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, અરબ સાગરમાં લો પ્રેસરની સ્થિતિના કારણે આગામી બે દિવસોમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો.

રાહત બચાવની કામગીરીની વિગતો આપતા શ્રી પાંડેએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ૧૨ એન.ડી.આર.એફની ટીમ વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ૨૦ જિલ્લાઓમાં એસ.ડી.આર.એફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલુ છે ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાક કારણોથી રાજ્યમાં ૧૮ જેટલા નાગરીકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત વરસાદમાં કાચા મકાનો અને પાકા મકાનોને પણ નુકશાન થયું છે. તેની ગ્રાન્ટ જિલ્લા કલેક્ટરશ્રીઓને ફાળવવામાં આવી છે તેમ રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલેખ્ખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ સંદર્ભે રાહત કમિશનર શ્રી આલોક પાંડેની અધ્યક્ષતામાં SEOC- ગાંધીનગર ખાતે ‘વેધર વોચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી વાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને SDRF વગેરે વિભાગોના અધિકારીશ્રીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.

You Might Also Like

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો

અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી

વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !

TAGGED:floodgujaratHEAVYRAIN
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન
ગુજરાત રાજકોટ
અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
પ્રતિકાત્મક ફોટો
ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો
ગુજરાત ભાવનગર
પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા
અમરેલી ગવર્મેન્ટ ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?